આ અભિનેત્રીએ કરી જાહેરાત, જો ભારત વર્લ્ડ કપ જીતશે તો કપડા વગર બીચ પર દોડશે!

India vs Australia Final : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 19 નવેમ્બરે ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. 20 વર્ષ બાદ ફાઈનલમાં ફરી એકવાર બંને ટીમો આમને-સામને ટકરાશે

Written by Ashish Goyal
November 17, 2023 15:01 IST
આ અભિનેત્રીએ કરી જાહેરાત, જો ભારત વર્લ્ડ કપ જીતશે તો કપડા વગર બીચ પર દોડશે!
સાઉથની લોકપ્રિય અભિનેત્રી રેખા બોજ (તસવીર - રેખા બોજ/ઈન્સ્ટા)

World Cup 2023 India vs Australia Final : વન-ડે વર્લ્ડ કપ 2023ને લઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 19 નવેમ્બરે ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. 20 વર્ષ બાદ ફાઈનલમાં ફરી એકવાર બંને ટીમો આમને-સામને ટકરાશે. આવી સ્થિતિમાં બધાની નજર વનડે ફાઇનલ મેચ પર ટકેલી છે. આ માટે માત્ર પ્રશંસક જ નહીં પરંતુ બોલિવૂડ અને સાઉથના સેલેબ્સ પણ ખૂબ જ ઉત્સાહિત છે. આ દરમિયાન હવે સાઉથની જાણીતી અભિનેત્રીએ ભારતની જીત પર મોટી જાહેરાત કરી છે. તેણે જાહેરાત કરી છે કે જો ભારત વર્લ્ડ કપ જીતશે તો તે ન્યૂડ થઇને બીચ પર દોડશે. આવી જાહેરાત કરનાર અભિનેત્રી રેખા બોજ છે.

ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી

સાઉથની લોકપ્રિય અભિનેત્રી રેખા બોજે વર્લ્ડ કપ 2023ને લઈને ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. તેણે એક મોટી જાહેરાત કરી અને કહ્યું કે જો ભારત વર્લ્ડ કપ 2023 જીતશે તો તે વિઝાગ બીચ પર કપડાં વગર દોડશે. રેખાએ આ પોસ્ટ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર શેર કરી છે. તેમાં લખ્યું છે કે જો ભારત વર્લ્ડ કપ જીતશે, તો હું વિઝાગ બીચ પર સ્ટ્રીક કરીશ. આપણી ટીમ ઇન્ડિયાને ઓલ ધ બેસ્ટ.

તમને જણાવી દઈએ કે સ્ટ્રીકિંગ એક એવી પ્રથા છે જે સામાન્ય રીતે વિદેશમાં જોવા મળે છે. આ અંતર્ગત જો કોઈ રમતમાં મોટી જીત મળે તો ઉજવણી કરવા માટે કપડાં વગરની રેસ યોજવામાં આવે છે.

આ પણ વાંચો – ભારતીય ક્રિકેટ ટીમનું અમદાવાદમાં આગમન, 19 નવેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ

લોકોએ આપી આવી પ્રતિક્રિયા

તેલુગુ અભિનેત્રી રેખા બોજની પોસ્ટ પર લોકો ઘણી કોમેન્ટ્સ કરી રહ્યા છે. એકે લખ્યું કે તો પછી તૈયાર થઈ જાઓ. ભારત ચોક્કસ જીતશે. ઘણા યૂઝર્સે ટ્રેનની ટિકિટ બુક કરાવવાની વાત કરી તો કેટલાકે કહ્યું કે તેઓ બીચ પૈસા વસૂલશે. એકે યુઝરે કહ્યું કે તમે ધ્યાન આકર્ષિત કરવા માટે આ બધું કરી રહ્યા છો. તમે ટીમ ઇન્ડિયાના નામે વાહિયાત વાતો કરી રહ્યા છો. અન્યએ લખ્યું કે તેની કોઈ જરૂર નથી, બાકી તમારી મરજી છે.

સાઉથની અભિનેત્રી રેખા બોજની કરીએ તો તે તેલુગુ ફિલ્મો માટે જાણીતી છે. તેણે ‘મંગલયમ’, ‘સ્વાતિ ચિનુકુ સંધ્યા લેલાલો’ અને ‘કલાય તસ્મૈ નમ:’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તે સોશિયલ મીડિયા ઉપર પણ ઘણી એક્ટિવ રહે છે અને ઇન્સ્ટાગ્રામ પર પોતાની સાથે જોડાયેલી પોસ્ટ શેર કરતી રહે છે. તે પોતાની એક્ટિંગની સાથે સાથે બોલ્ડ અંદાજ માટે પણ જાણીતી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ