અમદાવાદમાં ટેનિસનો જંગ જામશે, રોહન બોપન્ના સહિત આ સ્ટાર્સ રમતા જોવા મળશે

Tennis Premier League 2025 : ટેનિસ પ્રીમિયર લીગ (TPL) સાતમી સિઝન માટે તૈયાર છે. આ ટૂર્નામેન્ટ 9 થી 14 ડિસેમ્બર દરમિયાન ગુજરાત યુનિવર્સિટી ટેનિસ સ્ટેડિયમ ખાતે યોજાશે

Tennis Premier League 2025 : ટેનિસ પ્રીમિયર લીગ (TPL) સાતમી સિઝન માટે તૈયાર છે. આ ટૂર્નામેન્ટ 9 થી 14 ડિસેમ્બર દરમિયાન ગુજરાત યુનિવર્સિટી ટેનિસ સ્ટેડિયમ ખાતે યોજાશે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Tennis Premier League 2025

Tennis Premier League 2025 : ટેનિસ પ્રીમિયર લીગ (TPL) ની સાતમી સિઝન 9 ડિસેમ્બરથી અમદાવાદમાં રમાશે

Tennis Premier League 2025 : ટેનિસ પ્રીમિયર લીગ (TPL) સાતમી સિઝન માટે તૈયાર છે, જે 9 થી 14 ડિસેમ્બર દરમિયાન ગુજરાત યુનિવર્સિટી ટેનિસ સ્ટેડિયમ ખાતે યોજાશે. TPL પ્રથમ વખત મહારાષ્ટ્રની બહાર યોજાઈ રહી છે. અમદાવાદમાં ટૂર્નામેન્ટના આયોજન દ્વારા લીગ તેની પહોંચને વિસ્તૃત કરી રહી છે.

Advertisment

ટેનિસ પ્રીમિયર લીગની સાતમી સિઝનમાં ટોચના 50 ક્રમાંકિતમાં રહેલા આંતરરાષ્ટ્રીય ખેલાડીઓની મજબૂત લાઇનઅપ ભારતની પ્રખ્યાત પ્રતિભા સામે સ્પર્ધા કરશે. TPLના ચાર રાઉન્ડના ફોર્મેટમાં આઠ ફ્રેન્ચાઇઝી ભાગ લેશે, જેમાં મહિલા સિંગલ્સ, મિક્સ ડબલ્સ, મેન્સ સિંગલ્સ અને મેન્સ ડબલ્સનો સમાવેશ થાય છે, અને દરેક રાઉન્ડમાં 25 પોઈન્ટ હશે.

દરેક ટીમ 9 ડિસેમ્બરથી 13 ડિસેમ્બર સુધી પાંચ લીગ મેચ રમશે, જેમાં ટોચની ચાર ટીમો 14 ડિસેમ્બરે આયોજીત સેમિફાઇનલ અને ફાઇનલમાં રમશે.

આ સ્ટાર ખેલાડીઓ રમશે

સિઝન 7 માં ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન રોહન બોપન્ના, વિશ્વ નંબર 26 લુસિયાનો દરડેરી અને બ્રિટનના ટોચના ટેનિસ સ્ટાર ડેન ઇવાન્સ સહિત ઘણા સ્ટાર ખેલાડીઓ ભાગ લેશે. શ્રીવલ્લી ભામિદિપતિ અને સહજા યમલાપલ્લી જેવી પ્રખ્યાત ભારતીય પ્રતિભાઓ પણ આ ટૂર્નામેન્ટમાં જોવા મળશે. દરેક ટીમમાં ખેલાડીઓની મજબૂત લાઇનઅપ છે.

Advertisment

આ પ્રસંગે SG પાઇપર્સ બેંગલુરુના ખેલાડી રોહન બોપન્નાએ કહ્યું કે પચીસ ગેમ પોઈન્ટ મેચને ઝડપી અને રોમાંચક બનાવે છે અને હવે જ્યારે હું નિવૃત્ત થઈ ગયો છું, ત્યારે આ ફોર્મેટ મારા માટે યોગ્ય છે. તે મનોરંજક, ઉચ્ચ ઉર્જાવાળો અને યુવાનો માટે જોવા અને રમવા માટે એક શાનદાર ફોર્મેટ છે. દરેક પોઈન્ટ મહત્વપૂર્ણ છે, અને અમારે પહેલી મેચથી જ મજબૂત શરૂઆત કરવાની જરૂર છે. ટેલિવિઝન પર હોવાનો અર્થ એ છે કે ચાહકો ફક્ત ટોચના સ્ટાર્સ ખેલાડી જ નહીં, પરંતુ દરેક ખેલાડીની ક્રિયાનો આનંદ માણી શકે છે. TPL જેવી ટૂર્નામેન્ટ દેશભરના દરેક ખેલાડીઓને અનુસરવાની તક આપે છે, અને તે અદ્ભુત છે.

આ પણ વાંચો - ભારત વિ દક્ષિણ આફ્રિકા ટી 20 હેડ ટુ હેડ, સંભવિત પ્લેઇંગ ઇલેવન અને લાઇવ સ્ટ્રીમિંગ

રાજસ્થાન રેન્જર્સનું પ્રતિનિધિત્વ કરતા લુસિયાનો દરડેરીએ કહ્યું કે હું પહેલી વાર ટેનિસ પ્રીમિયર લીગનો ભાગ બનવા અને રાજસ્થાન રેન્જર્સનું પ્રતિનિધિત્વ કરવા માટે ઉત્સાહિત છું. મેં લીગની ઉર્જા અને દરેક મેચમાં ભારતીય ચાહકો જે જુસ્સો બતાવે છે તેના વિશે ઘણું સાંભળ્યું છે. આ ફોર્મેટમાં રમવું મારા માટે એક નવો અનુભવ હશે, અને હું ટીમમાં યોગદાન આપવા અને અમદાવાદના વાતાવરણનો આનંદ માણવા આતુર છું.

ટેનિસ પ્રીમિયર લીગમાં 8 ટીમો રમશે

  • જીએસ દિલ્હી એસિસ
  • ચેન્નાઈ સ્મેશર્સ
  • રાજસ્થાન રેન્જર્સ
  • ગુજરાત પેન્થર્સ
  • હૈદરાબાદ સ્ટ્રાઈકર્સ
  • યશ મુંબઈ સ્મેશર્સ
  • ગુડગાંવ ગ્રાન્ડ સ્લેમર્સ
  • એસજી બેંગલુરુ પાઇપર્સ

ટેનિસ પ્રીમિયર લીગ વિશે જાણો

ટેનિસ પ્રીમિયર લીગ એશિયાની સૌથી મોટી ટેનિસ લીગ છે, જે આંતરરાષ્ટ્રીય ટેનિસ સ્ટાર્સ તેમજ ભારતની ટોચની પ્રતિભાનું પ્રદર્શન કરે છે. લિએન્ડર પેસ, સાનિયા મિર્ઝા અને મહેશ ભૂપતિ (એસજી પાઇપર્સના સીઈઓ) જેવા ટેનિસ દિગ્ગજો દ્વારા સમર્થિત, તેમજ રકુલ પ્રીત સિંહ અને સોનાલી બેન્દ્રે બહલ જેવા બોલિવૂડ આઇકોન્સ સાથે, TPL રમતગમત, મનોરંજન અને વ્યવસાયિક લીડર્યને સ્પર્ધા અને મનોરંજનનું અનોખું મિશ્રણ કરી એકસાથે લાવે છે.

જિયોહોટસ્ટાર પર લાઇવ જોવા મળશે

ટેનિસ પ્રીમિયર લીગ સિઝન-7 નું 9 ડિસેમ્બરથી 14 ડિસેમ્બર સુધી લાઈવ પ્રસારણ કરવામાં આવશે. ચાહકો સોની સ્પોર્ટ્સ નેટવર્ક અને જિયોહોટસ્ટાર પર લાઇવ એક્શન જોઈ શકે છે.

અમદાવાદ ગુજરાત સ્પોર્ટ્સ