/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/12/Gujarat-Panthers.jpg)
ટેનિસ પ્રીમિયર લીગ (TPL) મેચ અપડેટ્સ
Tennis Premier League (TPL) Season 7 : ટેનિસ પ્રીમિયર લીગ (TPL) સીઝન 7 ના ત્રીજા દિવસે યશ મુંબઈ ઇગલ્સ અને ગુજરાત પેન્થર્સનો વિજય થયો હતો ગુરુવારે ગુજરાત યુનિવર્સિટી ટેનિસ સ્ટેડિયમ ખાતે દિવસના પહેલા ભાગમાં કેટલીક આકર્ષક રમત જોવા મળી હતી.
ત્રીજા દિવસની શરૂઆત યશ મુંબઈ ઇગલ્સ અને હૈદરાબાદ સ્ટ્રાઇકર્સ સાથે થઈ હતી. મહિલા સિંગલ્સ મેચમાં કેરોલ મોનેટે રિયા ભાટિયાને 16-9 થી હરાવીને સ્ટ્રાઇકર્સને મજબૂત શરૂઆત અપાવી. જોકે રિયા ભાટિયા અને નિકી પૂનાચાએ મિશ્ર ડબલ્સમાં કેરોલ મોનેટ અને વિષ્ણુ વર્ધનને 15-10 થી હરાવીને મેચમાં વાપસી કરી હતી.
પુરુષોની સિંગલ્સ કેટેગરીમાં દામીર ઝુમહુરે પેડ્રો માર્ટિનેઝને 16-9 થી હરાવીને ટૂર્નામેન્ટની પોતાની પ્રથમ જીત નોંધાવી હતી. પુરુષોની ડબલ્સમાં વિષ્ણુ વર્ધન અને પેડ્રો માર્ટિનેઝની જોડીએ દામીર ઝુમ્હુર અને નિકી પૂનાચા સામે 13-12થી જીત મેળવી હતી. જોકે તે પૂરતું ન હતું કારણ કે યશ મુંબઈ ઇગલ્સે 52-48 થી જીત મેળવી હતી.
ગુજરાત પેન્થર્સનો વિજય
દિવસની બીજી મેચમાં ગુજરાત પેન્થર્સનો સામનો રાજસ્થાન રેન્જર્સ સામે થયો હતો. મહિલા સિંગલ્સમાં એકટેરીના કાઝિઓનોવાએ નુરિયા બ્રાન્કાસિઓ પર 16-9 થી શાનદાર વિજય મેળવ્યો હતો. ત્યારબાદ એકટેરીના કાઝિઓનોવાએ મિક્સ ડબલ્સમાં દક્ષિણેશ્વર સુરેશ સાથે જોડી બનાવીને નુરિયા બ્રાન્કાસિઓ અને અનિરુદ્ધ ચંદ્રશેખરની જોડીને 13-12 થી હરાવીને રાજસ્થાન રેન્જર્સને લીડ અપાવી હતી.
આ પણ વાંચો - અભિનેત્રી રકુલ પ્રીત સિંહ અમદાવાદની મહેમાન બની
પુરુષોની સિંગલ મેચમાં ટોચના 50 માં સ્થાન મેળવનારા બે ખેલાડીઓ સામસામે આવ્યા હતા. વિશ્વના 46માં ક્રમાંકિત એલેક્ઝાન્ડર મુલરે શાનદાર પ્રદર્શન કરીને વિશ્વના 26મા ક્રમાંકિત લુસિયાનો દરડેરી સામે 17-8 થી જીત મેળવી. એલેક્ઝાન્ડર મુલર અને અનિરુદ્ધ ચંદ્રશેખરે પુરુષોની ડબલ્સમાં દક્ષિણેશ્વર સુરેશ અને લુસિયાનો દરડેરીને 14-11 થી હરાવીને ગુજરાત પેન્થર્સને 52-48 થી જીત અપાવી, જે આ સિઝનની તેમની પ્રથમ જીત છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us