/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/12/Tennis-Premier-League-.jpg)
ટેનિસ પ્રીમિયર લીગ (TPL) મેચ અપડેટ્સ
Tennis Premier League (TPL) Season 7 : ગુજરાત યુનિવર્સિટી ટેનિસ સ્ટેડિયમ ખાતે ટેનિસ પ્રીમિયર લીગ (TPL) સિઝન 7 ના ચોથા દિવસની શરૂઆત હોમ ટીમ ગુજરાત પેન્થર્સ અને ગુડગાંવ ગ્રાન્ડ સ્લેમર્સ વચ્ચેની મેચ સાથે થઈ હતી.
મહિલા સિંગલ્સ મેચની શરુઆત રોમાંચક રહી હતી. ગુડગાંવ ગ્રાન્ડ સ્લેમર્સનું પ્રતિનિધિત્વ કરતી સહજા યમલાપલ્લીનો સામનો ગુજરાત પેન્થર્સની નુરિયા બ્રાન્કાસીયો સામે થયો હતો. સહજાએ બ્રાન્કાસીયોને 13-12થી હરાવીને ટૂર્નામેન્ટમાં પોતાની બીજી જીત મેળવી હતી.
સહજાએ મિક્સ ડબલ્સમાં પોતાના લય યથાવત્ રાખી હતી. જ્યાં તેણે શ્રીરામ બાલાજી સાથે ગુજરાત પેન્થર્સની જોડી નુરિયા બ્રાન્કાસીયો અને અનિરુદ્ધ ચંદ્રશેખર સામે જોરદાર ફાઈટ આપી હતી. ગ્રાન્ડ સ્લેમર્સેના ખેલાડીઓએ 14-11થી મેચ જીતી લીધી હતી.
પુરુષોની સિંગલ્સ મેચમાં થોડો બદલાવ આવ્યો, એલેક્ઝાન્ડર મુલરે ડેન ઇવાન્સ સામે હોમ ટીમ માટે સારું પ્રદર્શન કર્યું. ફ્રેન્ચ ખેલાડીએ કોટ પર શાંત અને સંયમિત પ્રદર્શન કર્યું, જેના કારણે ગુજરાત પેન્થર્સને 14-11થી મેચ જીતવામાં મદદ મળી.
પુરુષોની ડબલ્સ મેચમાં અનિરુદ્ધ ચંદ્રશેખર અને એલેક્ઝાન્ડર મુલરનો સામનો શ્રીરામ બાલાજી અને ડેન ઇવાન્સ સાથે થયો હતા. આ મેચ ગુજરાત પેન્થર્સે 13-12થી જીતી હતી. આ સાથે બંને ટીમોના 50-50 પોઈન્ટ થથા મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી. TPL સિઝન 7 ની આ પહેલી મેચ છે જે ડ્રો પર સમાપ્ત થઈ હતી.
ચેન્નાઈ સ્મેશર્સનો વિજય
દિવસની બીજા મેચમાં ચેન્નાઈ સ્મેશર્સનો સામનો હૈદરાબાદ સ્ટ્રાઈકર્સ સાથે થયો હતો. મેચની શરૂઆત મહિલા સિંગલ્સમાં ઈરિના બારાનો અને કેરોલ મોનેટ આમને સામને હતા. મોનેટે 15-10 થી જીત મેળવી હતી.
કેરોલ મોનેટે વિષ્ણુ વર્ધન સાથે મિક્સ ડબલ્સમાં ઈરિના બારા અને ઋત્વિક ચૌધરી બોલિપલ્લીનો સામનો કર્યો હતો. આ વખતે મેચ ચેન્નાઈ સ્મેશર્સના પક્ષમાં રહી હતી. ઈરિના બારા અને ઋત્વિક ચૌધરી બોલિપલ્લીએ 13-12 થી જીત મેળવી હતી.
આ પણ વાંચો - વૈભવ સૂર્યવંશીની આક્રમક સદી, અંડર 19 એશિયા કપમાં બનાવી નાખ્યો મહારેકોર્ડ
પુરુષોની સિંગલ્સમાં ચેન્નાઈ સ્મેશર્સના ડાલિબોર સ્વર્સીનાનો સામનો પેડ્રો માર્ટિનેઝ સાથે થયો હતો. 23 વર્ષીય ચેક ખેલાડીએ 15-10 થી વિજય મેળવીને સ્મેશર્સને લીડ અપાવી હતી.
પુરુષોની ડબલ્સ મેચમાં રિત્વિક બોલીપલ્લી અને ડાલિબોર સ્વર્સીનાનો સામનો વિષ્ણુ વર્ધન અને પેડ્રો માર્ટિનેઝ સાથે થયો. સ્મેશર્સની આ જોડીએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને આજના દિવસનું સૌથી પ્રભાવશાળી પ્રદર્શન કરીને 17-8થી વિજય મેળવ્યો. તેમના પ્રભાવશાળી પ્રદર્શનથી ચેન્નાઈ સ્મેશર્સનો 55-45થી વિજય થયો હતો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us