14 બોલ રમીને પલટી દીધી મેચ, ઇંગ્લેન્ડના સ્ટાર્સ પર એકલો ભારે પડ્યો આ પાકિસ્તાની ક્રિકેટર

Manchester Originals vs Birmingham Phoenix : આ ખેલાડીએ મેચમાં માત્ર 14 બોલ રમ્યા પરંતુ 14 બોલમાં તો એક પ્રકારે ટીમની આખી રમત બદલી નાંખી હતી. જેના કારણે તેમને મેચ જીતવામાં પણ સફળતા મળી હતી.

Manchester Originals vs Birmingham Phoenix : આ ખેલાડીએ મેચમાં માત્ર 14 બોલ રમ્યા પરંતુ 14 બોલમાં તો એક પ્રકારે ટીમની આખી રમત બદલી નાંખી હતી. જેના કારણે તેમને મેચ જીતવામાં પણ સફળતા મળી હતી.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
the hundred, pakistan, usama mir, Manchester Originals, Birmingham Phoenix

ઉસામા મીર ફાઇલ તસવીર (photo credit - ECB)

પાકિસ્તાનના ઉસામા મીરને સોમવારે ઈંગ્લેન્ડની ધ ઈંડ્રેડમાં એવી ઇનિંગ રમ્યો કે ચાહકોના મનમાં લાંબા સમય સુધી છાપ છોડી દીધી.આ ખેલાડીએ મેચમાં માત્ર 14 બોલ રમ્યા પરંતુ 14 બોલમાં તો એક પ્રકારે ટીમની આખી રમત બદલી નાંખી હતી. જેના કારણે તેમને મેચ જીતવામાં પણ સફળતા મળી હતી. માન્ચેસ્ટર ઓરિજનલ્સ માટે રમનારા ઉસામા મીરે પોતાની ટીમને જીતાડવા માટે મહત્વની ભૂમિકા નીભાવી છે.

Advertisment

માન્ચેસ્ટર - બર્મિઘમ વચ્ચે મેચ

સાત ઓગસ્ટના રોજ ધ હંડ્રેડની 10મી મેચમાં માન્ચેસ્ટર ઓરિજનલ્સનો સામનો બર્મિંઘમ ફિનિક્સ સાથે થયો હતો. માન્ચેસ્ટરની ટીમ પહેલા જ બેટિંગ કરવા ઉતરી હતી. ટીમને કેપ્ટન જોસ બટલરે 43 રનનો દાવ રમીને સારી શરુઆત કરવાની કોશિશ કરી હતી. અંતિમ સમયે ટીમનો રનનો ટાર્ગેટ ખુબજ ઓછો થયો હતો. ત્યારબાદ સ્કોરને આગળ વધારવાની જવાબદારી ઉસામા મીરે ઉઠાવી હતી.

ઉસામા મીરના બેટે હચાવ્યો કહેર

ઉસામા આઠવા નંબર પર બેટિંગ કરવા આવ્યા અને માત્ર 14 બોલ રમ્યા હતા. આ 14 બોલમાં તેમણે 32 રન બનાવ્યા હતા. પોતાની આ ઇનિંગમાં તેમણે પાંચો ફોર અને એક સિક્સ લગાવી હતી. તેઓ અણનમ રહ્યા હતા. તેમના દાવના કારણે તેમની ટીમ 160 સુધી પહોંચવામાં સફળ રહી હતી. બર્મિઘમ ફિનિક્સ માટે આ લક્ષ્ય ખુબ જ મોટું સાબિત થયું હતું.

બોલિંગથી પણ ઉસામાએ કરી ટીમની મદદ

બર્મિંઘમની ટીમ માત્ર 111 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઈ હતી. સૌથી વધારે રન લિએમ લિવિંગસ્ટને ફટકાર્યા હતા તેમણે 27 રન બનાવ્યા હતા. જ્યારે સ્મિથે 15 રન બનાવ્યા હતા. ઉસામા મીરની બોલિંગે પણ કમાલ કર્યો હતો. તેમણે 20 બોલમાં 27 રન આપીને બે વિકેટ ઝડપી પાડી હતી. ટ્યારે ટોમ હોર્ટલે પણ આટલા બોલમાં ત્રણ વિકેટ લીધી હતી. રિચર્ડ ગ્લીસન, જોશ લિટલે બે બે અને પોલ વોલટરે એક વિકેટ લીધી હતી.

Advertisment
ટ્રેન્ડિંગ ન્યૂઝ ક્રિકેટ સ્પોર્ટ્સ