લિએન્ડર પેસે કહ્યું - અમદાવાદમાં આવીને ખૂબ આનંદ થયો, ભવિષ્યમાં લીગને વૈશ્વિક સ્તરે લઇ જવી છે

TPL Season 7 : ટેનિસ પ્રીમિયર લીગ (TPL) સિઝન 7 અમદાવાદમાં ખાતે યોજાઇ રહી છે. આ દરમિયાન ભારતીય ટેનિસ આઇકોન લિએન્ડર પેસ અને મહેશ ભૂપતિ ઉપસ્થિત રહ્યા હતા.

TPL Season 7 : ટેનિસ પ્રીમિયર લીગ (TPL) સિઝન 7 અમદાવાદમાં ખાતે યોજાઇ રહી છે. આ દરમિયાન ભારતીય ટેનિસ આઇકોન લિએન્ડર પેસ અને મહેશ ભૂપતિ ઉપસ્થિત રહ્યા હતા.

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Leander Paes Mahesh Bhupathi

ભારતીય ટેનિસ આઇકોન લિએન્ડર પેસ અને મહેશ ભૂપતિ અમદાવાદમાં ટેનિસ પ્રીમિયર લીગમાં ઉપસ્થિત રહ્યા હતા

Tennis Premier League (TPL) Season 7 : ટેનિસ પ્રીમિયર લીગ (TPL) સીઝન 7 અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ટેનિસ સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. આ દરમિયાન ભારતીય ટેનિસ આઇકોન લિએન્ડર પેસ અને મહેશ ભૂપતિ ઉપસ્થિત રહ્યા હતા. લિએન્ડર પેસ GS દિલ્હી એસીસના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોડાયા હતા, જ્યારે ભૂપતિ SG પાઇપર્સ બેંગલુરુના સમર્થનમાં હાજર રહ્યા હતા, જ્યાં તેઓ CEO તરીકે સેવા આપે છે.

Advertisment

આ પ્રસંગે લિએન્ડર પેસે કહ્યું કે અમદાવાદમાં આવીને ખૂબ આનંદ થયો. હવામાન ખૂબ જ શાનદાર છે. અહીં ટેનિસ પ્રીમિયર લીગ જોવી એ દેશભરમાં ટેનિસને વિસ્તૃત અને લોકપ્રિય બનાવવાના અમારા સ્વપ્નનો એક ભાગ છે. હું સાનિયા, રોહન, મહેશ અને લીગને સપોર્ટ આપનારા બધા સ્ટાર્સનો ખૂબ આભારી છું. જ્યારે અમે ખેલાડીઓને રમતા જુઓ છો, ત્યારે અમને એવું લાગે છે કે જુનિયર, પ્રોફેશનલ યુવક અને યુવતીને એકસાથે લાવવામાં અને આંતરરાષ્ટ્રીય સ્વાદ ઉમેરવામાં સફળ થયા છીએ. સમગ્ર ટેનિસ સમુદાય અહીં એક સાથે આવે તે ખાસ છે.

જીએસ દિલ્હી એસિસ 211 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. તેમની ટીમના ફોર્મ વિશે વાત કરતા તેમણે કહ્યું કે સિઝન ખૂબ સારી રીતે ચાલી રહી છે. હું મારી ટીમ પ્રત્યે થોડો પક્ષપાતી છું. દિલ્હી એસિસ હાલમાં ટોચ પર છે, પરંતુ હજુ પણ ઘણું ટેનિસ બાકી છે. અહીંનું ફોર્મેટ ખૂબ જ રસપ્રદ છે.

ભવિષ્યમાં લીગને વૈશ્વિક સ્તરે લઇ જવી છે - લિએન્ડર પેસ

પેસે દિલ્હી સ્થિત ટીમ સાથેની તેમની ભૂમિકા વિશે કહ્યું કે 40 વર્ષ સુધી લોકો માટે રમવું, 20 ગ્રાન્ડ સ્લેમ જીતવું અને સાત ઓલિમ્પિકમાં રમવું એ એક આશીર્વાદ છે. હવે યુવાઓને માર્ગદર્શન આપવું અને એવી લીગ બનાવવી જેથી તેઓ વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓ સામે સ્પર્ધા કરી શકે અને પ્રગતિ કરી શકે તે મને પ્રેરણા આપે છે.

Advertisment

આ પણ વાંચો - સૂર્યકુમાર યાદવના ખરાબ પ્રદર્શન પર ભડક્યો પૂર્વ ભારતીય ખેલાડી, કહ્યું – કેપ્ટનનું કામ ફક્ત ટોસ કરવાનું નથી

લીગની સફર વિશે બોલતા 18 વખતના ગ્રાન્ડ સ્લેમ વિજેતાએ કહ્યું કે અમે ટેનિસ પ્રીમિયર લીગની સતત સાતમી સિઝનમાં છીએ, અને તે એવી વસ્તુ છે જેના પર અમને ગર્વ છે. અમે ભવિષ્યમાં તેને વૈશ્વિક સ્તરે, અબુ ધાબી, દુબઈ, સિંગાપોર લઈ જઈ શકીએ છીએ, મોટા પ્રાયોજકો લાવી શકીએ છીએ. એક વર્ષ મુંબઈમાં પછી પુણેમાં અને હવે અમદાવાદમાં. અમારુ ધ્યેય સરળ છે કે ટેનિસની રમતને દરેક યુવા ચાહક સુધી લઈ જવી છે.

અમદાવાદ સ્પોર્ટ્સ