India vs Pakistan Under 19 Asia Cup 2024 : શાહઝેબ ખાનની સદી (159) સદી બાદ અલી રઝાની ચુસ્ત બોલિંગ (3 વિકેટ)ની મદદથી પાકિસ્તાનની અંડર-19 ટીમે એશિયા અંડર-19 ટૂર્નામેન્ટમાં ભારતની અંડર-19 ટીમ સામે 43 રને વિજય મેળવ્યો છે. પાકિસ્તાને 50 ઓવરમાં 7 વિકેટે 281 રન બનાવ્યા હતા. જવાબમાં ભારત 47.1 ઓવરમાં 238 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. શાહઝેબ ખાનને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
નિખીલ કુમારની અડધી સદી
ભારત તરફથી એકમાત્ર નિખીલ કુમારે શાનદાર બેટિંગ કરતા 67 રન બનાવ્યા હતા. નિખીલે 77 બોલમાં 6 ફોર 3 સિક્સર સાથે 67 રન બનાવ્યા હતા. આ સિવાય હરવંશ સિંહ 26, કિરન ચોરમાલે અને આયુષ મ્હાત્રેએ 20-20 રન બનાવ્યા હતા. કેપ્ટન મોહમ્મદ અમાન 16 રને આઉટ થયો હતો. આઈપીએલમાં કરોડમાં વેચાનાર વૈભવ સૂર્યવંશી માત્ર 1 રન બનાવી આઉટ થયો હતો. 10માં ક્રમે આવેલા મોહમ્મદ ઇનાને 22 બોલમાં 2 ફોર 2 સિક્સર સાથે 30 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી અલી રઝાએ સૌથી વધારે 3 વિકેટ ઝડપી હતી.
શાહઝેબ ખાનની સદી
અંડર-19 એશિયા કપ 2024ની પહેલી જ મેચમાં પાકિસ્તાનના ઓપનર બેટ્સમેન શાહઝેબ ખાને સદી ફટકારી છે. તેણે આ મેચમાં 107 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. 19 વર્ષીય શાહઝેબે 147 બોલમાં 10 સિક્સર અને 5 ફોરની મદદથી 159 રન બનાવ્યા હતા.
શાહઝેબ ડાબોડી બેટિંગ કરે છે તેમજ તે લેફ્ટ આર્મ સ્પિનર પણ છે. આ સિવાય ઉસ્માન ખાને 60 અને મોહમ્મદ રિયાઝુલ્લાહે 27 રન બનાવ્યા હતા. પાકિસ્તાને 50 ઓવરમાં 7 વિકેટે 281 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો – ટી-20 ક્રિકેટમાં રચાયો અનોખો ઇતિહાસ, તમે ક્યારેય નહીં સાંભળ્યું હોય
સમર્થ નાગરાજની 3 વિકેટ
ભારત તરફથી સમર્થ નાગરાજે 3 સૌથી વધારે 3 વિકેટ ઝડપી હતી.આયુષ મ્હાત્રેએ 2 વિકેટ ઝડપી હતી. યુદ્ધજીત ગુહા અને કિરણ ચોરમાલે 1-1 વિકેટ ઝડપી હતી.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ભારત : આયુષ મ્હાત્રે, વૈભવ સૂર્યવંશી, સી આન્દ્રે સિદ્ધાર્થ, મોહમ્મદ અમાન (કેપ્ટન), હરવંશ સિંહ, નિખિલ કુમાર, કિરણ ચોરમાલે, હાર્દિક રાજ, મોહમ્મદ એનાન, સમર્થ નાગરાજ, યુદ્ધજીત ગુહા.
પાકિસ્તાન : શાહઝેબ ખાન, ઉસ્માન ખાન, સાદ બેગ (કેપ્ટન), ફરહાન યુસુફ, ફહમ-ઉલ-હક, મોહમ્મદ રિયાઝુલ્લાહ, હારૂન અરશદ, અબ્દુલ સુભાન, અલી રઝા, ઉમર ઝૈબ, નવીદ અહેમદ ખાન.





