વૈભવ સૂર્યવંશીની આક્રમક સદી, અંડર 19 એશિયા કપમાં બનાવી નાખ્યો મહારેકોર્ડ

Vaibhav Suryavanshi Record : અંડર-19 એશિયા કપમાં વૈભવ સૂર્યવંશીએ 95 બોલમાં 171 રન બનાવ્યા હતા. તેણે 14 સિક્સર અને 9 ફોર ફટકારી હતી

Vaibhav Suryavanshi Record : અંડર-19 એશિયા કપમાં વૈભવ સૂર્યવંશીએ 95 બોલમાં 171 રન બનાવ્યા હતા. તેણે 14 સિક્સર અને 9 ફોર ફટકારી હતી

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
IND U19 vs ENG U19 ODI, વૈભવ સૂર્યવંશી, Vaibhav suryavanshi

India U19 vs England U19 2025 : વૈભવ સૂર્યવંશીએ સદી ફટકારી (તસવીર - સોશિયલ મીડિયા)

IND U19 vs UAE U19 : ભારતીય અંડર 19 ટીમના યુવા ઓપનર બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ અંડર 19 એશિયા કપ 2025 પ્રથમ લીગ મેચમાં યુએઈ સામે આક્રમક ઇનિંગ્સ રમી હતી. વૈભવની ઇનિંગ્સ શાનદાર રહી હતી અને તેણે સદી ફટકારી હતી. આ મેચમાં કેપ્ટન આયુષ મહાત્રે 4 રને આઉટ થયો હતો, પરંતુ ત્યારબાદ વૈભવે ભારતીય ઇનિંગ્સને સંપૂર્ણ રીતે સંભાળી લીધી હતી.

Advertisment

વૈભવ સૂર્યવંશીએ 56 બોલમાં સદી ફટકારી

યુએઈ સામેની આ મેચમાં વૈભવ સૂર્યવંશીએ 56 બોલમાં સદી પુરી કરી હતી અને આ દરમિયાન તેણે 9 સિક્સર અને 5 ફોર ફટકારી હતી. અગાઉ તેણે માત્ર 30 બોલમાં જ અડધી સદી પુરી કરી હતી. આ સદી સાથે વૈભવ હવે અંડર-19 એશિયા કપમાં સદી ફટકારનારો સૌથી યુવા બેટ્સમેન બની ગયો છે. અંડર-19 એશિયા કપમાં પણ આ તેની પ્રથમ સદી હતી.

વૈભવ સૂર્યવંશીએ યુથ વનડેમાં કારકિર્દીની બીજી સદી ફટકારી

વૈભવ સૂર્યવંશીએ 14 વર્ષ અને 260 દિવસની ઉંમરે યુએઈ સામે સદી ફટકારી હતી અને હવે તે આ ટૂર્નામેન્ટમાં સદી ફટકારનારો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. યુએઈ-એ ટીમ સામે વૈભવની આ પ્રથમ સદી પણ હતી, જ્યારે યુથ વનડેમાં તે તેની કારકિર્દીની બીજી સદી હતી. અગાઉ તેણે ઇંગ્લેન્ડ સામેની યુથ વનડેમાં સદી ફટકારી હતી.

આ પણ વાંચો - ટી 20 વર્લ્ડ કપ 2026ની મેચો 100 રૂપિયામાં જોઈ શકશો, જાણો ક્યારે અને કેવી રીતે ટિકિટ બુક કરાવવી

Advertisment

વૈભવે આ મેચમાં 95 બોલમાં 171 રન બનાવ્યા હતા અને આઉટ થયા હતા. તેની ઇનિંગ્સ દરમિયાન વૈભવે 14 સિક્સર અને 9 ફોર ફટકારી હતી. તે થોડા રન માટે બેવડી સદી ચૂકી ગયો હતો. આ ઇનિંગ્સ દરમિયાન તેનો સ્ટ્રાઇક રેટ 180 નો રહ્યો હતો.

વૈભવ સૂર્યવંશી ક્રિકેટ સ્પોર્ટ્સ