U19 World Cup Final 2024: અંડર 19 વર્લ્ડ કપ ફાઇનલ મેચ ભારત vs પાકિસ્તાન વચ્ચે રમાઇ શકે છે, ઈતિહાસ રચવાની તક

U19 World Cup Final 2024 IND vs PAK: ભારતીય યુવા ટીમે અંડર 19 વર્લ્ડ કપ સેમીફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ફાઇનલમાં ભારતની ટક્કર પાકિસ્તાન થઇ શકે છે.

U19 World Cup Final 2024 IND vs PAK: ભારતીય યુવા ટીમે અંડર 19 વર્લ્ડ કપ સેમીફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ફાઇનલમાં ભારતની ટક્કર પાકિસ્તાન થઇ શકે છે.

author-image
Haresh Suthar
પર અપડેટ કર્યું
New Update
U19 World Cup 2024 | U19 India Team | IND vs PAK | IND vs AUS

U19 World Cup 2024 Final: અંડર 19 વર્લ્ડ કપ 2024 ફાઇનલમાં પહોંચી ટીમ ઇન્ડિયા (ફોટો ક્રેડિટ આઇસીસી)

U19 World Cup India: અંડર 19 વર્લ્ડ કપમાં યુવા ટીમ ઇન્ડિયા પોતાનું પ્રભુત્વ બતાવી રહી છે. મંગળવારે રમાયેલી સેમીફાઇનલ મેચમાં યજમાન દક્ષિણ આફ્રિકાને બે વિકેટથી હરાવી ટીમ ઇન્ડિયાએ ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. ભારત સતત પાંચમી વખત અને કુલ નવમી વખત ફાઈનલમાં પહોંચ્યું છે. કેપ્ટન ઉદય સહારનની યુવા ભારતીય ટીમને ઈતિહાસ રચવાનો અવસર છે.

Advertisment

U19 વર્લ્ડ કપ ભારત ચેમ્પિયન

અંડર 19 વર્લ્ડ કપમાં ભારત સફળ ટીમ છે. સાઉથ આફ્રિકાને સેમી ફાઇનલમાં હરાવી ટીમ ઇન્ડિયા નવમી વખત ફાઇનલમાં પહોંચી છે. અંડર 19 વર્લ્ડ કપમાં સૌથી વધુ ભારત પાંચ વખત ચેમ્પિયન બન્યું છે. વર્ષ 2000, 2008, 2012, 2018 અને 2022 માં ભારત ચેમ્પિયન બન્યું છે. વર્ષ 2006, 2016 અને 2020 માં રનર્સ અપ બન્યું હતું.

ફાઇનલમાં પાકિસ્તાન સામે થઇ શકે ટક્કર

અંડર 19 વર્લ્ડ કપ 2024 ચેમ્પિયન બનવા માટે ફાઇનલમાં ભારતની ટક્કર પાકિસ્તાન સાથે થઇ શકે છે. સેમી ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવી ભારત ફાઇનલમાં આવી ગયું છે. બીજી સેમિ ફાઇનલ પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે જે જીતશે એ ભારત સાથે ફાઇનલ મેચ રમશે. 11 ફેબ્રુઆરીએ ફાઇનલ જંગ ખેલાશે. અહીં નોંધનિય છે કે, વર્ષ 2006 માં ભારત vs પાકિસ્તાન ફાઇનલ જંગ ખેલાયો હતો જેમાં પાકિસ્તાન ચેમ્પિયન બન્યું હતું.

ગુજરાતના રાજ લિંબાણી એ અંડર 19 ટીમમાં કરી કમાલ

પાકિસ્તાન સામેની સેમી ફાઇનલ મેચમાં જો ઓસ્ટ્રેલિયા જીતે તો અંડર 19 વર્લ્ડ કપ ફાઇનલ જંગમાં ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે ટક્કર થશે. જો આવું થાય તો ક્રિકેટ ફેન્સને વર્ષ 2023 માં રમાયેલ આઇસીસી વન ડે વર્લ્ડ કપની યાદ તાજી થઇ શકે છે. આઇસીસી વન ડે વર્લ્ડ કપમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ મેચ રમાઇ હતી જેમાં ભારતને હરાવી ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન બન્યું હતું.

Advertisment
ક્રિકેટ Team India