અલ્ટિમેટ ટેબલ ટેનિસ નામ કેમ રાખવામાં આવ્યું, જાણો કેવું છે આ રમતમાં ગુજરાતનું ભવિષ્ય

Ultimate Table Tennis Season 6 : અલ્ટિમેટ ટેબલ ટેનિસ સિઝન 6 અમદાવાદમાં એકેએ એરેના ખાતે રમાઇ રહી છે. આ ટૂર્નામેન્ટમાં ટોચના ભારતીય અને આંતરરાષ્ટ્રીય સ્ટાર્સ ભાગ લઇ રહ્યા છે. આ પ્રસંગે અલ્ટિમેટ ટેબલ ટેનિસના કો-પ્રમોટર વિતા દાની સાથે ખાસ વાતચીત કરી હતી

Ultimate Table Tennis Season 6 : અલ્ટિમેટ ટેબલ ટેનિસ સિઝન 6 અમદાવાદમાં એકેએ એરેના ખાતે રમાઇ રહી છે. આ ટૂર્નામેન્ટમાં ટોચના ભારતીય અને આંતરરાષ્ટ્રીય સ્ટાર્સ ભાગ લઇ રહ્યા છે. આ પ્રસંગે અલ્ટિમેટ ટેબલ ટેનિસના કો-પ્રમોટર વિતા દાની સાથે ખાસ વાતચીત કરી હતી

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Vita Dani, Ultimate Table Tennis Season 6

Ultimate Table Tennis Season 6 : અલ્ટિમેટ ટેબલ ટેનિસના કો-પ્રમોટર વિતા દાની.

Ultimate Table Tennis Season 6 : અલ્ટિમેટ ટેબલ ટેનિસ સિઝન 6 અમદાવાદમાં એકેએ એરેના ખાતે રમાઇ રહી છે. આ ટૂર્નામેન્ટમાં ટોચના ભારતીય અને આંતરરાષ્ટ્રીય સ્ટાર્સ ભાગ લઇ રહ્યા છે. આ પ્રસંગે અલ્ટિમેટ ટેબલ ટેનિસના કો-પ્રમોટર વિતા દાની સાથે ખાસ વાતચીત કરી હતી.

Advertisment

અલ્ટિમેટ નામ કેવી રીતે રાખ્યું અને આ ટૂર્નામેન્ટ શરુ કરવાનો વિચાર કેવી રીતે આવ્યો તેવા સવાલ પર તેમણે કહ્યું કે આપણે જે લીગ શરુ કરી છે તે ટેબલ ટેનિસને આગળ વધારવા માટે કરી છે. એલ્ટિમેટ એટલે એકદમ અલ્ટિમેટ આનાથી વધારે સારું હોઇ ના શકે. એટલે કે ઇન્ડિયામાં સૌથી સારી લીગ કરીએ. આંતરરાષ્ટ્રીય અને ભારતના બધા પ્લેયર્સ સાથે રમે. તે એકબીજાને સાથે રમે, એકબીજાને વિરુદ્ધ રમે. તેમાંથી શીખવા મળે તે માટે અલ્ટિમેટ નામ રખાયું છે. આપણે ઘણા બધા સ્પોર્ટ્સ પ્રમોટ કરીએ છીએ. મારો દીકરો પણ ટેબલ ટેનિસ રમે છે. આ પછી એવો વિચાર આવ્યો કે આપણે બીજા બધા સ્પોર્ટ્સને પ્રમોટ કરીએ છીએ તો ટેબલ ટેનિસને પણ પ્રમોટ કરીએ.

ભવિષ્યમાં ટીમો વધારવાનું આયોજન છે વિશે તેમણે કહ્યું કે આપણે શરુઆત કરી ત્યારે 6 ટીમો હતી હવે 8 ટીમો કરી છે. આપણી વિન્ડો ઘણી નાની છે. જે આંતરરાષ્ટ્રીય કેલેન્ડર છે તે ઘણું બિઝી છે એટલે પ્લેયર્સ આવી શકે નહીં. આપણે ક્વોલિટી સાથે સમાધાન કરવું નથી. એટલે આટલી ટીમો રાખી છે. ઘણા લોકોને રસ છે. હાલ 8 ટીમો છે પછી વિચારીશું.

ઓલિમ્પિક્સમાં ટેબલ ટેનિસમાં ભારતના આ ખેલાડીઓ મેડલ જીતી શકે

આગામી ઓલિમ્પિક્સમાં ટેબલ ટેનિસમાં ભારતના કયા-કયા ખેલાડીઓ મેડલ જીતી શકે તેવા છે તેવા સવાલ પર તેમણે કહ્યું કે આપણે તો સૌપ્રથમ શરથ કમલ લાસ્ટ સિઝન સુધી રમતો હતો. હવે હરમિત દેસાઇ, અંકુર ભટ્ટાચાર્ય, આકાશ પાલ, દિયા ચિત્તલે સહિત ઘણા બધા છે. આપણે લેવલ વધારવાનું છે. ઓલિમ્પિક્સ મેડલ મળે તે માટે આપણે જુનિયર લીગ પણ શરુ કરી છે. આપણા જુનિયર પ્લેયર પણ ઘણા સારા છે. આપણે દુનિયાભરમાં જોઈએ તો કોઇપણ એથ્લેટ નાના હોય ત્યાંરથી શરુ થઇ જાય છે. આપણે તે પ્રમાણે પ્લેટફોર્મ આપીએ પછી જોઇએ કે તે આગળ કેવી રીતે વધી શકે છે. આપણો ધ્યેય તો એ જ છે.

Advertisment

આ પણ વાંચો - ભારત વિ ઇંગ્લેન્ડ ટેસ્ટ : ભારતની પ્લેઇંગ 11 માં 4 સ્થાન ખાલી? જાણો કયા ખેલાડીઓને મળશે તક

ગુજરાતમાં મળતા સપોર્ટ અને ટેબલ ટેનિસમાં ગુજરાતનું ભવિષ્ય શું છે તેના સવાલ પર તેમણે કહ્યું કે ગુજરાતનું ભવિષ્ય ઘણું સારું છે. ગુજરાતમાં 3 થી 4 સારા પ્લેયર્સ છે. પહેલા ગુજરાતીઓ ન હતા પણ હવે ઘણા રમે છે. તેના માટે તો આ બધી મહેનત કરીએ છીએ. દરેક રાજ્યમાંથી આગળ આવે અને દેશનું નામ રોશન કરે.

આગળ તેમણે કહ્યું કે ભારત પાસે ઘણા ખેલાડીઓ છે. તમે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં જોશો તો સુચિકા મુખર્જી અને આહીકા મુખર્જી બન્નેએ વ્યક્તિગત ગેમમાં ચીનની નંબર વન અને ટુ ને હરાવેલા છે. આ તો એક શરૂઆત છે. આપણે રાઇટ ટાઇમ પર 100 ટકા જીતીશું.

ભારતમાં ઓલિમ્પિક યોજાય તો ટેબલ ટેનિસ સહિત અન્ય રમતોને શું ફાયદો થાય તેવા સવાલ પર તેમણે કહ્યું કે ઓલિમ્પિક્સ અહીં આવે તો આપણા દેશ માટે ઘણું જ સારું છે. ખાસ કરીને અમદાવાદ કે ગુજરાતમાં આવે તો તેના કરતા પણ વધારે સારું. આ માટે આપણે મહેનત કરી રહ્યા છીએ કેવી રીતે ખેલાડીઓ તૈયાર કરીએ.

અલ્ટિમેટ ટેબલ ટેનિસ સિઝન 6 પોઇન્ટ ટેબલ

અલ્ટિમેટ ટેબલ ટેનિસ સિઝન 6 ના પોઇન્ટ ટેબલની વાત કરીએ તો ડેમ્પો ગોવા ચેલેન્જર્સ 44 પોઇન્ટ સાથે પ્રથમ સ્થાને છે. દબંગ દિલ્હી ટીટીસી 39 પોઇન્ટ સાથે બીજા, જયપુર પેટ્રિયટ્સ 32 પોઇન્ટ સાથે ત્રીજા અને યુ મુમ્બા ટીટી 32 પોઇન્ટ સાથે ચોથા સ્થાને છે. પાંચમાં સ્થાને કોલકાતા થંડરબ્લેડ્સ (29), છઠ્ઠા સ્થાને ચેન્નઇ લાયન્સ (29), સાતમાં સ્થાને પીબીજી પૂણે જગુઆર (28) અને આઠમા સ્થાને અમદાવાદ એસજી પાઇપર્સ (22) છે.

અમદાવાદ ગુજરાત સ્પોર્ટ્સ