/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/12/IND-Under-19-.jpg)
U19 Asia Cup : ભારતે અંડર-19 એશિયા કપ 2025ની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે (તસવીર - બીસીસીઆઈ એક્સ)
India vs Sri Lanka, U19 Asia Cup Semi Final: ભારતે અંડર-19 એશિયા કપ 2025ની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ભારતે સેમિ ફાઇનલમાં શ્રીલંકા સામે 8 વિકેટથી વિજય મેળવ્યો હતો. આ ટૂર્નામેન્ટમાં ભારતનો સતત ચોથો વિજય છે. ફાઇનલમાં 21 ડિસેમ્બરે ભારતનો સામનો પાકિસ્તાન સામે થશે.
દુબઈના આઈસીસી એકેડેમી ગ્રાઉન્ડ પર પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 138 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે વિહાન મલ્હોત્રા (અણનમ 61 )અને એરોન જ્યોર્જની અડધી સદીની (અણનમ 58)મદદથી 18 ઓવરમાં 2 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.
એરોન જ્યોર્જ અને વિહાન મલ્હોત્રાની અડધી સદી
139 રનના લક્ષ્યનો પીછો કરતા ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી. ઓપનર અને કેપ્ટન આયુષ મ્હાત્રે માત્ર 7 રન જ બનાવી શક્યો હતો. વિસ્ફોટક બેટ્સમેન વૈભવ સૂર્યવંશી 6 બોલમાં 9 રન બનાવી આઉટ થયો હતો. વિહાન અને એરોને અડધી સદી ફટકારી અને ત્રીજી વિકેટ માટે સદીની ભાગીદારી કરી હતી. એરોન જ્યોર્જે 49 બોલમાં 4 ફોર અને 1 સિક્સર સાથે અણનમ 58 રન બનાવ્યા હતા, જ્યારે વિહાન મલ્હોત્રાએ 45 બોલમાં 4 ફોર અને 2 સિક્સર સાથે અણનમ 61 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો - કપિલ દેવની ભારતના હેડ કોચ પર ટિપ્પણી, કહ્યું – ગૌતમ ગંભીર ભારતીય ટીમના કોચ નહીં મેનેજર છે
ભારતનો સતત ચોથો વિજય
આ ટૂર્નામેન્ટમાં ભારતની યુવા ટીમની સફર અત્યાર સુધી શાનદાર રહી છે. ભારતે સતત ચોથો વિજય મેળવ્યો છે. ગ્રુપ સ્ટેજમાં ભારતે કટ્ટર હરીફ પાકિસ્તાનને 90 રનથી, યુએઈને 234 રનથી અને મલેશિયાને 315 રનેથી હરાવીને સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. સેમિ ફાઇનલમાં શ્રીલંકા સામે વિજય મેળવ્યો હતો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us