/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/12/Abhigyan-Kundu.jpg)
અંડર-19 એશિયા કપમાં અભિજ્ઞાન કુંડુએ 125 બોલમાં 17 ફોર અને 9 સિક્સર સાથે અણનમ 209 રન બનાવ્યા હતા (તસવીર - સોશિયલ મીડિયા)
Who is Abhigyan Kundu : અંડર-19 એશિયા કપ 2025માં વૈભવ સૂર્યવંશી બાદ હવે ટીમ ઈન્ડિયાનો વધુ એક સ્ટાર ચર્ચામાં છે. 17 વર્ષીય વિકેટકિપર બેટ્સમેન અભિજ્ઞાન કુંડુએ મલેશિયા સામે 80 બોલમાં બેવડી સદી ફટકારી હતી. તેણે આ બેવડી સદી એવા સમયે ફટકારી હતી જ્યારે ભારતની શરુઆતની અગ્રણી ત્રણ વિકેટ 87 રનમાં પડી ગઇ હતી. અગાઉ ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં તેણે આવી જ મુશ્કેલીમાંથી ટીમને બહાર કાઢી હતી.
અભિજ્ઞાન કુંડુના 125 બોલમાં અણનમ 209 રન
અભિજ્ઞાન કુંડુ બેટિંગમાં આવ્યા પછી રનરેટ ઘટવા દીધી ન હતી. તેણે ફોર સાથે સદી પૂરી કરી હતી અને 120થી ઉપરના સ્ટ્રાઇક રેટથી બેટીંગ કરી હતી. તેણે સદી ફટકારી ત્યાં સુધીમાં તેણે તેની ઇનિંગ્સમાં 11 ફોર અને એક સિક્સર ફટકારી હતી. તેણે વેદાંત ત્રિવેદી સાથે ઈનિંગને સમજદારીપૂર્વક આગળ ધપાવી હતી. અભિજ્ઞાન કુંડુએ 125 બોલમાં 17 ફોર અને 9 સિક્સર સાથે અણનમ 209 રન બનાવ્યા હતા.
આ એશિયા કપમાં વૈભવ સૂર્યવંશી બાદ સદી ફટકારનારો તે બીજો ભારતીય બન્યો છે. તેણે યુએઈ સામે અણનમ 34 અને પાકિસ્તાન સામે 22 રન ફટકાર્યા હતા. આ પછી મલેશિયા સામે 209 રનની અણનમ ઈનિંગ રમીને તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા અને આ ટૂર્નામેન્ટનો નંબર 1 બેટ્સમેન બની ગયો છે. તેના પહેલા સમીર મિન્હાસે 177 અને વૈભવ સૂર્યવંશીએ 171 રન ફટકાર્યા હતા. ભારતની અંડર-19 ટીમે 50 ઓવરમાં 7 વિકેેટે 408 રન બનાવ્યા હતા.
કોણ છે અભિજ્ઞાન કુંડુ?
અભિજ્ઞાન કુંડુનો જન્મ 30 એપ્રિલ 2008ના રોજ કોલકાતામાં થયો હતો. માત્ર 17 વર્ષની ઉંમરે જ તેણે પોતાની ઓળખ બનાવી છે. એટલું જ નહીં તે 8 વર્ષની ઉંમરથી ક્રિકેટ રમી રહ્યો છે. અગાઉ તે મુંબઈની અંડર-14 ટીમ માટે પણ રમી ચૂક્યો છે. નાનપણથી જ તેને ક્રિકેટ પ્રત્યે એક ઝનૂન અને લગાવ હતો.
આ પણ વાંચો - જય શાહે મેસ્સીને ટીમ ઇન્ડિયાની જર્સી ભેટ આપી, ટી 20 વર્લ્ડ કપની ટિકિટ પણ આપી
કુંડુ અંડર-14માં મુંબઈ તરફથી રમ્યો હતો, ત્યારબાદ અંડર-16 નેશનલ અને ત્યારબાદ અંડર-19 મુંબઈની ટીમમાં રમ્યો હતો. તેને મુંબઈની અંડર-19 ટીમમાં કેપ્ટન પણ બનાવવામાં આવ્યો હતો. 15 વર્ષની ઉંમરે તેણે 175 રન બનાવ્યા હતા અને ચર્ચામાં આવ્યો હતો. આ પછી તે ભારતીય અંડર-19 ટીમનો ભાગ બન્યો હતો.
ઓસ્ટ્રેલિયામાં ભારતનો સંકટમોયક બન્યો હતો
તાજેતરમાં ભારતીય અંડર-19 ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસે હતી ત્યારે અભિજ્ઞાનની એક શાનદાર ઇનિંગ્સે ભારતને મુશ્કેલીમાંથી બહાર કાઢ્યું હતું. શરૂઆતની વિકેટ પડી ગયા બાદ તેણે 74 બોલમાં 87 રન બનાવ્યા હતા, જેમાં 5 ફોર અને 8 સિક્સર સામેલ હતી. ભારતે તે મેચમાં 30.3 ઓવરમાં 226 રનના ટાર્ગેટનો પીછો કર્યો હતો. આ પહેલા તેણે ઇંગ્લેન્ડ પ્રવાસમાં ત્રણ અડધી સદી ફટકારી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us