Under 19 Asia Cup : ભારતીય ટીમ અંડર 19 એશિયા કપની ફાઇનલમાં, શ્રીલંકા સામે વિજય મેળવ્યો

Under 19 Asia Cup, IND vs SL : શ્રીલંકા 46.2 ઓવરમાં 173 રનમાં ઓલઆઉટ, ભારત તરફથી ચેતન શર્માએ સૌથી વધારે 3 વિકેટ ઝડપી. વૈભવ સૂર્યવંશીના 36 બોલમાં 6 ફોર 5 સિક્સર સાથે 67 રન. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 8 ડિસેમ્બરે ફાઇનલ મુકાબલો

Written by Ashish Goyal
Updated : December 06, 2024 16:27 IST
Under 19 Asia Cup : ભારતીય ટીમ અંડર 19 એશિયા કપની ફાઇનલમાં, શ્રીલંકા સામે વિજય મેળવ્યો
Under 19 Asia Cup, IND U19 vs SL U19 Semi Final : અંડર-19 એશિયા કપ ભારત વિ શ્રીલંકા મેચ (તસવીર - @ACCMedia1)

Under 19 Asia Cup, IND U19 vs SL U19 Semi Final Score : ભારતની ટીમે અંડર-19 એશિયા કપની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. બોલરોના શાનદાર પ્રદર્શન બાદ વૈભવ સૂર્યવંશી (67)ની અડધી સદીની મદદથી ભારતની અંડર 19 ટીમે સેમિ ફાઇનલમાં શ્રીલંકાની અંડર 19 ટીમે 7 વિકેટે વિજય મેળવ્યો હતો. શ્રીલંકા 46.2 ઓવરમાં 173 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. જવાબમાં ભારતે 21.4 ઓવરમાં 3 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. 8 ડિસેમ્બરને રવિવારે ભારત ફાઇનલમાં બાંગ્લાદેશ સામે ટકરાશે.

વૈભવ સૂર્યવંશીના 36 બોલમાં 67 રન

ભારતના આકાશ મ્હાત્રે અને વૈભવ સૂર્યવંશીએ પ્રથમ વિકેટ માટે 8.3 ઓવરમાં 91 રનની ભાગીદારી કરીને શાનદાર શરુઆત અપાવી હતી. આકાશ 28 બોલમાં 7 ફોર સાથે 34 રન બનાવી આઉટ થયો હતો. વૈભવ સૂર્યવંશીએ શાનદાર બેટિંગ કરતા અડધી સદી ફટકારી હતી. વૈભવ 36 બોલમાં 6 ફોર 5 સિક્સર સાથે 67 રન આઉટ થયો હતો. કેપ્ટન મોહમ્મદ અમાને અણનમ 25 રન બનાવ્યા હતા.

લકવીન અબેસિંઘના 69 રન

શ્રીલંકાના કેપ્ટને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પુલિન્દુ પરેરા (6), દુલનિથ સિગેરા (2) સસ્તામાં આઉટ થયા હતા. શ્રૃંજન શનમુગનાથને 42 અને લકવીન અબેસિંઘે 69 રન ફટકાર્યા હતા. આ બન્ને બેટ્સમેનો સિવાય કોઇ પ્લેયર ખાસ કમાલ કરી શક્યા ન હતા અને ટીમ 46.2 ઓવરમાં 173 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી.

આ પણ વાંચો – સૈયદ મુશ્તાક અલી ટ્રોફી : ઉર્વિલ પટેલ સહતિ આ 5 સ્ટાર્સ છવાયા, કરી રહ્યા છે દમદાર પ્રદર્શન

ભારત તરફથી ચેતન શર્માએ સૌથી વધારે 3 વિકેટ ઝડપી હતી. આ સિવાય આયુષ મ્હાત્રે અને કિરણ ચોરમાલે 2 વિકેટ ઝડપી હતી. યુદ્ધજીત ગુહા અને હાર્દિક રાજને 1 વિકેટ મળી હતી.

બન્ને ટીમો આ પ્રમાણે છે

ભારત અંડર-19 ટીમ : આયુષ મ્હાત્રે, વૈભવ સૂર્યવંશી, સી આન્દ્રે સિદ્ધાર્થ સી, મોહમ્મદ અમાન (કેપ્ટન), કે.પી.કાર્તિકેય, નિખિલ કુમાર, હરવંશ પંગાલિયા, હાર્દિક રાજ, કિરણ ચોરમાલે, ચેતન શર્મા, યુદ્ધજીત ગુહા

શ્રીલંકા અંડર-19 ટીમ : પુલિન્દુ પરેરા, દુલનિથ સિગેરા, શ્રૃંજન શનમુગનાથન, વિમથ દિનસરા, લકવીન અબેસિંઘે, કવિજા ગમાગે, વિહાસ થેવામિકા (કેપ્ટન), વિરન ચામુદીથા, પ્રવીણ મનીષા, ન્યુટોન રણજીથ કુમાર, કુગાડસ માથુલાન.

પાકિસ્તાનને હરાવી બાંગ્લાદેશ ફાઇનલમાં

અન્ય એક સેમિ ફાઇનલમાં બાંગ્લાદેશની અંડર 19 ટીમે પાકિસ્તાનની અંડર 19 ટીમ સામે વિજય મેળવી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. પાકિસ્તાન 37 ઓવરમાં 116 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. જવાબમાં બાંગ્લાદેશે 22.1 ઓવરમાં 3 વિકેટે 120 રન બનાવી 7 વિકેટે જીત મેળવી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ