/indian-express-gujarati/media/media_files/2026/02/06/under-19-world-cup-2026-ind-vs-eng-final-2026-02-06-11-06-04.jpg)
Under 19 World Cup 2026, IND vs ENG Final Live : અંડર 19 વર્લ્ડ કપ 2026, ભારત વિ ઇંગ્લેન્ડ વચ્ચે ફાઇનલ મેચ અપડેટ્સ
IND U19 vs ENG U19 World Cup Final LIVE Score :અંડર 19 વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે ભારતે 50 ઓવરમાં 9 વિકેટે 411 રન બનાવી લીધા છે. ઇંગ્લેન્ડને જીતવા માટે 412 રનનો પડકાર મળ્યો છે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ભારત અંડર 19 ટીમ : એરોન જ્યોર્જ, વૈભવ સૂર્યવંશી, આયુષ મ્હાત્રે (કેપ્ટન), વેદાંત ત્રિવેદી, વિહાન મલ્હોત્રા, અભિજ્ઞાન કુંડુ, આરએસ અંબરીશ, કનિષ્ક ચૌહાણ, ખિલાન પટેલ, હેનિલ પટેલ, દીપેશ દેવેન્દ્રન.
ઇંગ્લેન્ડ અંડર 19 ટીમ : બેન ડોકિન્સ, જોસેફ મૂર્સ, બેન માયેસ, થોમસ રેવ (કેપ્ટન), કેલેબ ફાલ્કનર, રાલ્ફી આલ્બર્ટ, ફરહાન અહેમદ, સેબેસ્ટિયન મોર્ગન, જેમ્સ મિન્ટો, મેની લમ્સડેન, એલેક્સ ગ્રીન.
- Feb 06, 2026 17:06 IST
IND vs ENG Final Live : ઇંગ્લેન્ડને 412 રનનો પડકાર
અંડર 19 વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે ભારતે 50 ઓવરમાં 9 વિકેટે 411 રન બનાવી લીધા છે. ઇંગ્લેન્ડને જીતવા માટે 412 રનનો પડકાર મળ્યો છે. કનિષ્ક ચૌહાણના 20 બોલમાં 3 ફોર અને 1 સિક્સર સાથે અણનમ 37 રન.
- Feb 06, 2026 17:03 IST
IND vs ENG Final Live : ભારતના 400 રન
ભારતે 49.3 ઓવરમાં 400 રન પુરા કર્યા. હેનિલ પટેલ 9 રને રન આઉટ થયો.
- Feb 06, 2026 16:49 IST
IND vs ENG Final Live : ખિલાન પટેલ આઉટ
ખિલાન પટેલ 4 બોલમાં 3 રને મોર્ગનની ઓવરમાં કેચ આઉટ થયો. ભારતે 375 રને આઠમી વિકેટ ગુમાવી.
- Feb 06, 2026 16:42 IST
IND vs ENG Final Live : અભિજ્ઞાન કુંડુ 40 રને આઉટ
અભિજ્ઞાન કુંડુ 31 બોલમાં 6 ફોર અને 1 સિક્સર સાથે 40 રન બનાવી મોર્ગનની ઓવરમાં કેચ આઉટ થયો. આર અંબરીશ 24 બોલમાં 2 ફોર સાથે 18 રને મિન્ટોની ઓવરમાં બોલ્ડ થઇ. ભારતે 367 રને સાતમી વિકેટ ગુમાવી.
- Feb 06, 2026 16:06 IST
IND vs ENG Final Live : વેદાંત ત્રિવેદી 32 રને આઉટ
વિહાન મલ્ત્રોત્રા 36 બોલમાં 2 ફોર સાથે 30 રને અને વેદાંત ત્રિવેદી 36 બોલમાં 3 ફોર સાથે 32 રને જેમ્સ મિન્ટોના શિકાર બન્યા. ભારતે 308 રને પાંચમી વિકેટ ગુમાવી. ભારતે 33.4 ઓવરમાં 300 રન પુરા કર્યા હતા.
- Feb 06, 2026 15:40 IST
IND vs ENG Final Live : ભારતના 30 ઓવરમાં 283 રન
ભારતે 30 ઓવરમાં 3 વિકેટે 283 રન બનાવી લીધા છે. વેદાંત ત્રિવેદી 24 અને વિહાન મલ્હોત્રા 16 રને રમતમાં છે.
- Feb 06, 2026 15:13 IST
IND vs ENG Final Live : વૈભવ સૂર્યવંશી 175 રને આઉટ
વૈભવ સૂર્યવંશી 80 બોલમાં 15 ફોર અને 15 સિક્સર સાથે 175 રન બનાવી કેચ આઉટ થયો. ભારતે 251 રને ત્રીજી વિકેટ ગુમાવી. ભારતે 25 ઓવરમાં 250 રન પુરા કર્યા હતા.
- Feb 06, 2026 14:56 IST
IND vs ENG Final Live : વૈભવ સૂર્યવંશીના 150 રન
વૈભવ સૂર્યવંશીની આક્રમક બેટિંગ. 71 બોલમાં 12 ફોર અને 13 સિક્સર સાથે 150 રન પુરા કર્યા.
- Feb 06, 2026 14:42 IST
IND vs ENG Final Live : વૈભવ સૂર્યવંશીની સદી
વૈભવ સૂર્યવંશીએ 55 બોલમાં 8 ફોર અને 8 સિક્સર સાથે સદી ફટકારી. ભારતે 17.1 ઓવરમાં 100 રન પુરા કર્યા.
- Feb 06, 2026 14:35 IST
IND vs ENG Final Live : આયુષ મ્હાત્રે 53 રને આઉટ
આયુષ મ્હાત્રેએ 51 બોલમાં 7 ફોર અને 2 સિક્સર સાથે 53 રન બનાવી આઉટ થયો. તેણે 50 બોલમાં અડધી સદી ફટકારી. હતી. ભારતે 162 રને બીજી વિકેટ ગુમાવી. સૂર્યવંશી અને આયુષે બીજી વિકેટ માટે 142 રનની ભાગીદારી નોંધાવી.
- Feb 06, 2026 14:10 IST
IND vs ENG Final Live : ભારતના 100 રન
ભારતના 14 ઓવરમાં 1 વિકેટે 107 રન. વૈભવ સૂર્યવંશી 57 રને અને આયુષ મ્હાત્રે 8 રને રમતમાં છે. ભારતે 13.2 ઓવરમાં 100 રન પુરા કર્યા હતા.
- Feb 06, 2026 13:55 IST
IND vs ENG Final Live : વૈભવ સૂર્યવંશીની અડધી સદી
વૈભવ સૂર્યવંશીએ શાનદાર ફોર્મ યથાવત્ રાખતા 32 બોલમાં 6 ફોર અને 3 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
- Feb 06, 2026 13:42 IST
IND vs ENG Final Live : ભારતના 50 રન
ભારતે 8 ઓવરમાં 50 રન પુરા કર્યા. વૈભવ સૂર્યવંશી અને આયુષ મ્હાત્રે રમતમાં છે.
- Feb 06, 2026 13:26 IST
IND vs ENG Final Live : એરોન જ્યોર્જ આઉટ
એરોન જ્યોર્જ 11 બોલમાં 2 ફોર 9 રને એલેક્સ ગ્રીનની ઓવરમાં કેચ આઉટ થયો. ભારતે 20 રને પ્રથમ વિકેટ ગુમાવી.
- Feb 06, 2026 13:12 IST
IND vs ENG Final Live : એરોન જ્યોર્જ અને વૈભવ સૂર્યવંશી ઓપનિંગમાં ઉતર્યા
ભારત તરફથી એરોન જ્યોર્જ અને વૈભવ સૂર્યવંશી ઓપનિંગમાં ઉતર્યા. સેબિસ્ટન માર્ગનની પ્રથમ ઓવરમાં 4 રન બનાવ્યા.
- Feb 06, 2026 12:40 IST
IND vs ENG Final Live : ઇંગ્લેન્ડ પ્લેઇંગ ઇલેવન
બેન ડોકિન્સ, જોસેફ મૂર્સ, બેન માયેસ, થોમસ રેવ (કેપ્ટન), કેલેબ ફાલ્કનર, રાલ્ફી આલ્બર્ટ, ફરહાન અહેમદ, સેબેસ્ટિયન મોર્ગન, જેમ્સ મિન્ટો, મેની લમ્સડેન, એલેક્સ ગ્રીન.
- Feb 06, 2026 12:40 IST
IND vs ENG Final Live : ભારત પ્લેઇંગ ઇલેવન
એરોન જ્યોર્જ, વૈભવ સૂર્યવંશી, આયુષ મ્હાત્રે (કેપ્ટન), વેદાંત ત્રિવેદી, વિહાન મલ્હોત્રા, અભિજ્ઞાન કુંડુ, આરએસ અંબરીશ, કનિષ્ક ચૌહાણ, ખિલાન પટેલ, હેનિલ પટેલ, દીપેશ દેવેન્દ્રન.
- Feb 06, 2026 12:38 IST
IND vs ENG Final Live : ભારતે ટોસ જીત્યો, બેટિંગ કરવાનો નિર્ણય કર્યો
અંડર 19 વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે ભારતીય ટીમના કેપ્ટન આયુષ મ્હાત્રેએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણચ કર્યો છે.
- Feb 06, 2026 11:56 IST
IND vs ENG Final Live : ભારતીય ટીમ એકપણ મેચ હારી નથી
અંડર 19 વર્લ્ડ કપ 2026માં આયુષ મ્હાત્રેની આગેવાની હેઠળની ભારતીય ટીમ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી અજેય રહી છે. બીજી તરફ ઇંગ્લેન્ડની ટીમ પણ અજેય રહી છે. એટલે કે બન્નેમાંથી એકપણ ટીમ મેચ હારી નથી.
- Feb 06, 2026 11:11 IST
IND vs ENG Final Live : અંડર 19 વર્લ્ડ કપ 2026, ભારત વિ ઇંગ્લેન્ડ વચ્ચે ફાઇનલ
અંડર -19 વર્લ્ડ કપ 2026 ફાઇનલમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મુકાબલો થશે. ભારતે સેમિ ફાઇનલમાં અફઘાનિસ્તાનને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. જ્યાર ઈંગ્લેન્ડે સેમિ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. આયુષ મ્હાત્રેની આગેવાની હેઠળની ભારતની અંડર-19 ટીમ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી અજેય રહી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us