ભારતીય ક્રિકેટ ટીમ ટી-20 વર્લ્ડ કપ (T20 World Cup)રમવા માટે ઓસ્ટ્રેલિયામાં છે. ઋષભ પંત (Rishabh Pant)ટીમ ઇન્ડિયાનો સભ્ય છે. બીજી તરફ અભિનેત્રી ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) હાલના દિવસોમાં ઓસ્ટ્રેલિયામાં છે. તે છેલ્લા કેટલાક દિવસોથી ઓસ્ટ્રેલિયામાં સતત સોશિયલ મીડિયા પર તસવીર અને વીડિયો શેર કરી રહી છે. ઉલ્લેખનીય છે કે પંત અને ઉર્વશીના સંબંધો ઘણા સમયથી ચર્ચા છે.
હાલમાં જ ઉર્વશીએ એક તસવીર શેર કરી છે. જેમાં પોતાના માથામાં સિંદૂર લગાવેલી જોવા મળે છે. આ તસવીરના કેપ્શનમાં લખ્યું છે કે પ્રેમમાં પડેલી પ્રેમિકાને સિંદૂરથી પ્રિય કશું જ હોતું નથી. બધું રિત રિવાજ સાથે જોઈએ, જીવનભરનો સાથ પ્રિયા તારી સાથે. આ પછી તેણે હાર્ટ એક્સ્ક્લમેશન વાળી ઇમોજી પોસ્ટ કરી છે.
તેની આ પોસ્ટ ઘણી વાયરલ થઇ રહી છે અને યુઝર્સ અલગ-અલગ કોમેન્ટ્સ કરી રહ્યા છે. કોઇએ લખ્યું કે હાલ ઋષભ પંતને છોડી દો, ટી-20 વર્લ્ડ કપ પછી તમારા બન્નેના લગ્ન કરાવી દઇશું. અન્ય યુઝરે લખ્યું કે ભૈયા વાત લગ્ન સુધી પહોંચી ગઇ. અભિનંદન ઉર્વશી અને ઋષભ ભૈયા.
ઇન્સ્ટાગ્રામ યુઝર munna_bhaiya_771એ લખ્યું કે પંતને છોડી દો વર્લ્ડ કપ માટે પ્લીઝ. તેનું ધ્યાન ના ભટકાવો. વર્લ્ડ કપ પછી લગ્ન કરાવી દઇશું.
rohanadhavએ લખ્યું કે ઋષભ પંત બસ થયું યાર, પાછો આવી જા. ટ્વિટર યુઝર @NaamSharmaGએ લખ્યું કે ઉર્વશી રૌતેલા બહેન વર્લ્ડ કપ દેશમાં આવી જાય તે પછી બધું કરજે. ઘણા લોકોએ ઉર્વશીને ટ્રોલ પણ કરી છે. @dr_shuklaaએ લખ્યું કે ઉર્વશી તારી હરકતને કારણે જો વર્લ્ડ કપમાં કશું ઉપર નીચે થયું તો આખું ઇન્ડિયા તને પોતાનો પ્રેમ બતાવશે.