Syed Mushtaq Ali Trophy 2025: 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી એક પછી એક રેકોર્ડ પોતાના નામે કરી રહ્યો છે. વૈભવ સૂર્યવંશીએ સૈયદ મુસ્તાક અલી ટ્રોફી 2025માં મહારાષ્ટ્ર સામે શાનદાર બેટિંગ કરતા સદી ફટકારી હતી. આ સાથે જ તે ટી-20 ક્રિકેટમાં 14 વર્ષની ઉંમરે આવી સિદ્ધિ મેળવનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો હતો. તેણે આયુષ મહાત્રેનો રેકોર્ડ પણ તોડ્યો છે.
વૈભવે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
વૈભવ સૂર્યવંશીએ સૈયદ મુસ્તાક અલી ટ્રોફી 2025માં મહારાષ્ટ્ર સામે 61 બોલમાં અણનમ 108 રન બનાવ્યા હતા. આ તેની ટી-20 ક્રિકેટ કારકિર્દીની ત્રીજી સદી હતી. એટલે કે હવે વૈભવ માત્ર 14 વર્ષની ઉંમરે ટી-20 ફોર્મેટમાં 3 સદી ફટકારનારો વિશ્વનો સૌપ્રથમ બેટ્સમેન બની ગયો છે. આ ઉંમરે કોઈ બેટ્સમેન આવી સિદ્ધિ મેળવી હતી. વૈભવે આઈપીએલ 2025માં ટી-20 ક્રિકેટ કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી. ટી-20માં તેનો શ્રેષ્ઠ સ્કોર 144 રનનો છે.
વૈભવે તોડ્યો આયુષ મહાત્રેનો રેકોર્ડ
વૈભવ પહેલા ટી-20 ક્રિકેટમાં 19 વર્ષની ઉંમર પહેલા બે જ બેટ્સમેનો હતા જેમણે બે સદી ફટકારી હતી. તે બે બેટ્સમેનો આયુષ મહાત્રે અને ગુસ્તાવ માકોન છે. પરંતુ હવે વૈભવે ટી-20 ક્રિકેટમાં 19 વર્ષની ઉંમર પહેલા 3 સદી ફટકારીને આ બંનેને પાછળ છોડી દીધા છે અને આ યાદીમાં પ્રથમ ક્રમે આવી ગયો છે. એટલે કે 19 વર્ષની ઉંમર પહેલા ટી-20માં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ હવે વૈભવ સૂર્યવંશીના નામે નોંધાઈ ગયો છે.
આ પણ વાંચો – ગુજરાતના ઉર્વિલ પટેલે 31 બોલમાં સદી ફટકારી, બનાવ્યો અનોખો વર્લ્ડ રેકોર્ડ
19 વર્ષની ઉંમર પહેલા ટી-20માં સૌથી વધુ સદી ફટકારનારા પ્લેયર
- 3 સદી – વૈભવ સૂર્યવંશી
- 2 સદી – ગુસ્તાવ માકોન
- 2 સદી – આયુષ મહાત્રે





