Vaibhav Suryavansh In IPL 2025: ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં તમારા પહેલા જ બોલ પર સિક્સર ફટકારવો એ કોઈ પણ બેટ્સમેન માટે યાદગાર ક્ષણ હોય છે. અત્યાર સુધી 10 બેટ્સમેન આ અનોખી ક્લબમાં સામેલ થઈ ચૂક્યા છે અને આ યાદીમાં નવું નામ છે 14 વર્ષના વૈભવ સૂર્યવંશી, જેણે 2025ની આઈપીએલ સિઝનમાં આ કારનામું કર્યું હતું.
આ સિદ્ધિની શરૂઆત ઓસ્ટ્રેલિયન બેટ્સમેન રોબ કિનીએ કરી હતી, જેણે 2009માં પહેલા જ બોલ પર સિક્સર ફટકારી હતી. આ પછી કેવોન કૂપર (2012), આન્દ્રે રસેલ (2012), કાર્લોસ બ્રેથવેઈટ (2016), અનિકેત ચૌધરી, જાવાન સીરલ્સ (2018), સિદ્ધેશ લાડ (2019), મહેશ થિકશાના (2022), અને સમીર રિઝવી (2024)ને સ્થાન મળ્યું હતુ.
રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા વૈભવ સૂર્યવંશીએ 19 એપ્રિલ 2025ના રોજ લખનઉ સુપર જાયન્ટ્સ વિરુદ્ધ પોતાના પહેલા જ બોલ પર સિક્સર ફટકારીને ઇતિહાસ રચ્યો હતો. માત્ર 14 વર્ષ અને 23 દિવસની ઉંમરે આ સિદ્ધિ મેળવનાર વૈભવ આ યાદીનો 10મો બેટ્સમેન જ નહીં પરંતુ આઇપીએલનો સૌથી નાની ઉંમરનો નવોદિત ખેલાડી પણ બની ગયો છે.
વૈભવ સૂર્યવંશી એ રિયાન પરાગને પાછળ છોડી દીધો
વૈભવ સૂર્યવંશી એ 14 વર્ષ અને ૨૩ દિવસની ઉંમરે આઈપીએલ 225માં ડેબ્યૂ કર્યું હતું અને લખનૌ સામે 34 રન બનાવ્યા હતા. આ સાથે તે આઇપીએલના ઈતિહાસમાં સૌથી નાની ઉંમરે કોઈ ટીમ સામે 30થી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં પ્રથમ ક્રમે આવી ગયો છે. આ પહેલા આ લીગમાં 30 પ્લસ ઇનિંગની સૌથી નાની ઇનિંગ રમવાનો રેકોર્ડ રિયાન પરાગના નામે હતો, જેણે 17 વર્ષ અને 161 દિવસની ઉંમરમાં આ કારનામું કર્યું હતું.
IPLમાં 30+ સ્કોર કરનાર સૌથી નાની ઉંમરના ખેલાડી
14 વર્ષ 023 દિવસ – વૈભવ સૂર્યવંશી17 વર્ષ 161 દિવસ – રિયાન પરાગ17 વર્ષ 189 દિવસ – સરફરાઝ ખાન17 વર્ષ 250 વર્ષ – અભિષેક શર્મા18 વર્ષ 169 દિવસ – સંજુ સેમસન18 વર્ષ 169 દિવસ – પૃથ્વી શો





