Viacom18 એ બીસીસીઆઈના ટીવી અને ડિજિટલ રાઇટ્સ જીત્યા, આગામી પાંચ વર્ષ માટે દરેક મેચ માટે 67.8 કરોડ રૂપિયા આપશે

BCCI Media Rights : વાયકોમ18 એ ડિજિટલ માટે લગભગ 3101 કરોડ રૂપિયા અને લીનિયર (ટીવી) માટે 2862 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી

Written by Ashish Goyal
Updated : September 05, 2023 16:09 IST
Viacom18 એ બીસીસીઆઈના ટીવી અને ડિજિટલ રાઇટ્સ જીત્યા, આગામી પાંચ વર્ષ માટે દરેક મેચ માટે 67.8 કરોડ રૂપિયા આપશે
મીડિયા રિપોર્ટ અનુસાર વાયકોમ18 દરેક મેચ માટે બીસીસીઆઈને 67.8 કરોડ રૂપિયા ચૂકવશે (ફાઇલ ફોટો)

BCCI Tv Digital Media Rights : વાયકોમ18 એ આગામી પાંચ વર્ષ માટે ભારતમાં રમાનાર દ્વિપક્ષીય ક્રિકેટ મેચો માટે બીસીસીઆઈના મીડિયા રાઇટ્સ મેળવી લીધા છે. વાયકોમ18 એ લગભગ 6000 કરોડ રૂપિયાની બોલીથી આ રાઇટ્સ ખરીદ્યા છે. મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સ્વામિત્વવાળી કંપની વાયકોમ18 એ બીસીસીઆઈની હરાજીમાં ડિઝ્ની + હોટસ્ટાર અને સોની સ્પોર્ટ્સ નેટવર્ક પાછળ રાખ્યા હતા.

ડિજિટલથી વધારે કમાણી થઇ

વાયકોમ18 એ ડિજિટલ માટે લગભગ 3101 કરોડ રૂપિયા અને લીનિયર (ટીવી) માટે 2862 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. ડિજિટલથી વધારે કમાણી થઇ છે. ભારતીય ક્રિકેટ ટીમ આગામી પાંચ વર્ષમાં ત્રણેય ફોર્મેટમાં 88 આંતરરાષ્ટ્રીય મેચ રમશે. જેમાં 25 ટેસ્ટ, 27 વન-ડે અને 36 ટી 20 આંતરરાષ્ટ્રીય મેચ સામેલ છે. આ ગત વખતના દરેક મેચમાં 60 કરોડ રૂપિયાથી લગભગ 7.76 કરોડ વધારે છે. જોકે બીસીસીઆઈને ગત વખતની સરખામણીમાં 175 કરોડ રૂપિયા ઓછા મળશે. ગત ચક્રમાં 102 મેચ રમાઇ હતી અને બીસીસીઆઈને કુલ 6138 કરોડ રૂપિયા મળ્યા હતા.

આ પણ વાંચો – ભારત વિ. પાકિસ્તાન વર્લ્ડ કપ મેચની ટિકિટ : એક કલાકમાં જ વેચાઇ ગયો ટિકિટોનો પ્રથમ સ્લોટ

વાયકોમ18 દરેક મેચ માટે બીસીસીઆઈને 67.8 કરોડ રૂપિયા ચૂકવશે

મીડિયા રિપોર્ટ અનુસાર વાયકોમ18 દરેક મેચ માટે બીસીસીઆઈને 67.8 કરોડ રૂપિયા ચૂકવશે. બીસીસીઆઈના સચિવ જય શાહે એક્સ (અગાઉ ટ્વિટર) પર આ માહિતી આપી હતી. જય શાહે લખ્યું કે આગામી 5 વર્ષ માટે લીનિયર અને ડિજિટલ એમ બંને બીસીસીઆઇના મીડિયા રાઇટ્સ જીતવા બદલ @viacom18 અભિનંદન. આઇપીએલ અને ડબલ્યુપીએલટી-20 બાદ પણ ભારતીય ક્રિકેટ બંને ક્ષેત્રેમાં આગળ વધતું રહેશે. અમે બીસીસીઆઈના મીડિયા રાઇટ્સ સાથે પણ ભાગીદારી વધારીએ છીએ. અમે સાથે મળીને ભારતીય ક્રિકેટ ચાહકોની કલ્પનાને સાકાર કરવાનું ચાલુ રાખીશું.

જય શાહે સ્ટારઇન્ડિયા અને ડિઝની+ હોટસ્ટારનો પણ આભાર માન્યો હતો. જય શાહે કહ્યું કે વર્ષોથી અમારું સમર્થન કરવા બદલ સ્ટારઇન્ડિયા અને ડિઝની + હોટસ્ટારનો ખૂબ ખૂબ આભાર. ભારતીય ક્રિકેટને દુનિયાભરના ચાહકો સુધી પહોંચાડવામાં તમે મહત્વની ભૂમિકા ભજવી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ