/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/07/Hassan-Eisakhil.jpg)
કાબુલમાં શાપે ક્રિકેટ લીગ (એસસીએલ)માં હસન ઇસાખિલ પિતા મોહમ્મદ નબીની ઓવરમાં સિક્સર ફટકારી (Screengrab)
Hassan Eisakhil : અફઘાનિસ્તાનના સ્ટાર ક્રિકેટર મોહમ્મદ નબી અને તેના પુત્ર હસન ઈસાખિલ મંગળવારે કઈક એવું કરી બતાવ્યું જે ક્રિકેટની રમતમાં ભાગ્યે જ જોવા મળે છે. જ્યારે પિતા-પુત્ર એક મેચમાં સાથે રમતા જોવા મળે છે. તમને કદાચ સાથે રમવાના તો એક-બે ઉદાહરણ મળી જશે પરંતુ એકબીજા સામે રમવાનું ઉદાહરણ શોધવું ખૂબ જ મુશ્કેલ છે.
કાબુલમાં શાપે ક્રિકેટ લીગમાં ઘટના બની
કાબુલમાં શાપે ક્રિકેટ લીગ (એસસીએલ)માં હસન ઇસાખિલ અમો શાર્ક્સનો ભાગ છે. જ્યારે મોહમ્મદ નબી મિસ એનાક નાઈટ્સ તરફથી રમી રહ્યો છે. ઇસાખિલે 36 બોલમાં 52 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 5 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. તેણે એક સિક્સર પોતાના પિતા મોહમ્મદ નબીની ઓવરમાં ફટકારી હતી. નબીના પહેલા જ બોલ પર ઇસાખિલે સિક્સર ફટકારી હતી. નબીએ 1 ઓવર ફેંકીને 12 રન આપ્યા હતા.
પુત્ર સાથે રમવા માટે નિવૃત્તિ ટાળી દીધી
ઉલ્લેખનીય છે કે મોહમ્મદ નબીએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 બાદ વનડે ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની યોજનાને સ્થગિત કરી દીધી હતી. 40 વર્ષીય નબી પોતાના 18 વર્ષના પુત્ર હસન ઇસાખિલ સાથે અફઘાનિસ્તાન માટે ક્રિકેટ મેચ રમવા માંગે છે. નિવૃત્તિ મુલતવી રાખવાનું પણ આ જ કારણ હતું.
આ પણ વાંચો - ભારત વિ ઇંગ્લેન્ડ ચોથી ટેસ્ટ, નીતિશ રેડ્ડીના બદલે કોને મળશે તક, જાણો ભારતની પ્લેઇંગ ઇલેવન
હસન ઇસાખિલનો રેકોર્ડ શાનદાર
ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ અને ટી-20માં હસન ઇસાખિલનો રેકોર્ડ શાનદાર છે. તેણે 4 ફર્સ્ટ ક્લાસ મેચની 7 ઇનિંગ્સમાં 47.14ની એવરેજથી 330 રન બનાવ્યા છે. તેમાં 2 સદીનો સમાવેશ થાય છે. આ સિવાય તેણે 24 ટી20માં 547 રન બનાવ્યા છે. જેમાં 3 અડધી સદી સામેલ છે. તેને ટૂંક સમયમાં જ અફઘાનિસ્તાનની ટીમમાં સ્થાન મળી શકે છે.
IT'S FATHER VS SON!!
- Hassan Eisakhil welcomed his father Mohammad Nabi with a big six in SCL.🔥😍 pic.twitter.com/wZKZE2kmGO— Nibraz Ramzan (@nibraz88cricket) July 22, 2025
લાલા અમરનાથ અને સુરિન્દર અમરનાથ એકબીજા સામે રમ્યા હતા
ડેનિસ સ્ટ્રીક અને હીથ સ્ટ્રીક ઉપરાંત શિવનારાયણ ચંદ્રપાલ અને ટેગનારન ચંદ્રપાલ જેવી પિતા-પુત્રની ઘણી જોડી એક સાથે ક્રિકેટ રમી ચૂકી છે, પરંતુ પિતા-પુત્રની લાલા અમરનાથ અને સુરિન્દર અમરનાથની જોડી એકબીજા સામે રમી ચૂકી છે. બંનેએ ડિફેન્સ દ્વારા આયોજિત ભંડોળ ઉભું કરવાની મેચમાં ભાગ લીધો હતો. જ્યાં મહારાષ્ટ્રના રાજ્યપાલ ઈલેવન સામે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઈલેવનનો મુકાબલો થયો હતો. આ મેચમાં લાલા અને સુરિન્દર વિરોધી ટીમના ભાગ હતા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us