/indian-express-gujarati/media/media_files/2025/12/26/vijay-hazare-trophy-2025-12-26-10-14-36.jpg)
વિજય હઝારે ટ્રોફી અપડેટ્સ Photograph: (સોશિયલ મીડિયા)
Vijay Hazare Trophy Live Score : વિજય હજારે ટ્રોફી 2025-26નો બીજો રાઉન્ડ શુક્રવારને 26 ડિસેમ્બરના રોજ રમાઈ રહ્યો છે. ફરી એક વખત વિરાટ કોહલી અને રોહિત શર્મા મેદાનમાં જોવા મળશે. વિજય હજારે ટ્રોફીમાં આજે કુલ 19 મેચો રમાશે. પ્રથમ રાઉન્ડમાં બેટ્સમેનોએ ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું અને એવી અપેક્ષા રાખવામાં આવે છે કે બીજા રાઉન્ડમાં પણ રેકોર્ડનો વરસાદ જોવા મળશે.
- Dec 26, 2025 18:47 IST
Vijay Hazare Trophy Live : ધ્રુવ શૌરીએ લિસ્ટ A માં સતત પાંચમી સદી ફટકારી
વિદર્ભના ધ્રુવ શૌરીએ વિજય હઝારે ટ્રોફીમાં હૈદરાબાદ સામે સદી ફટકારી લિસ્ટ A માં સતત પાંચ સદી ફટકારવાના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. સતત પાંચ ODI મેચોમાં પાંચ સદી ફટકારવાનો વિશ્વ રેકોર્ડ અગાઉ ભારતના એન. જગદીસનના નામે હતો, જેમણે ઘરેલુ લિસ્ટ A ક્રિકેટમાં આ સિદ્ધિ મેળવી હતી. હવે આ વિશ્વ રેકોર્ડની બરાબરી ધ્રુવ શૌરીએ કરી છે. વિજય હજારે ટ્રોફી 2025-26 મેચમાં, ધ્રુવ શોરેએ હૈદરાબાદ સામે 109 રનની અણનમ ઇનિંગ રમી હતી.
ધ્રુવ શૌરીની પાંચ સદીનો સિલસિલો 2024-25 વિજય હજારે ટ્રોફીના નોકઆઉટ મેચો સુધી જાય છે, જ્યાં તેણે ક્વાર્ટર-ફાઇનલ, સેમિફાઇનલ અને ફાઇનલમાં સદી ફટકારી હતી. આ પછી વિજય હજારે ટ્રોફી 2025-26 ની પહેલી મેચમાં બંગાળ સામે 136 રનની ઇનિંગ રમી હતી અને હવે હૈદરાબાદ સામે સદી ફટકારી છે. જો તે આગામી મેચમાં પણ સદી ફટકારવામાં સફળ રહે છે, તો તે લિસ્ટ A ક્રિકેટની સતત 6 મેચોમાં સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બનશે.
- Dec 26, 2025 17:32 IST
Vijay Hazare Trophy Live : ગુજરાતનો 7 રને પરાજય
વિજય હઝારે ટ્રોફીમાં ગુજરાતનો દિલ્હી સામે 7 રને પરાજય થયો છે. દિલ્હીએ 50 ઓવરમાં 9 વિકેટે 254 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાત 47.4 ઓવરમાં 247 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. વિરાટ કોહલીને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. તેણે મેચમાં 61 બોલમાં 77 રન બનાવ્યા હતા અને 2 કેચ કર્યા હતા.
- Dec 26, 2025 16:50 IST
Vijay Hazare Trophy Live : વિરાટ કોહલીએ પૂજારાનો રેકોર્ડ તોડ્યો
વિજય હઝારે ટ્રોફીમાં ગુજરાત સામે 77 રનની ઈનિંગ બાદ વિરાટ કોહલી ભારત તરફથી લિસ્ટ-એ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. કોહલીએ અત્યાર સુધી લિસ્ટ-એ ક્રિકેટમાં 343 મેચમાં 57.60ની સરેરાશથી 16,130 રન ફટકાર્યા છે. તેણે ચેતેશ્વર પૂજારાનો રેકોર્ડ તોડ્યો છએ. પૂજારાએ 130 લિસ્ટ-એ મેચમાં 57.01ની સરેરાશથી 5759 રન ફટકાર્યા છે.
- Dec 26, 2025 14:01 IST
વિજય હજારે ટ્રોફી 2025-26 લાઈવ સ્કોર: રિષભ પંતે ફટકારી અડધી સદી
Virat Kohli and Rishabh Pant during the Delhi vs Gujarat Vijay Hazare Trophy match today at the Centre of Excellence, Bengaluru. pic.twitter.com/irTrAruVvr
— sonu (@Cricket_live247) December 26, 2025 - Dec 26, 2025 13:59 IST
વિજય હજારે ટ્રોફી 2025-26 લાઈવ સ્કોર: રોહિત શર્મા માટે ગોલ્ડન ડક, વિરાટ કોહલી 77 રન
રોહિત શર્મા માટે અત્યાર સુધી હિટ એન્ડ મિસનો કિસ્સો રહ્યો છે કારણ કે તે મુંબઈ માટે ઉત્તરાખંડ સામેની તેની બીજી વિજય હજારે ટ્રોફી 2025/26 મેચમાં ગોલ્ડન ડક સાથે આઉટ થયો હતો. આ દરમિયાન, ભારતના અનુભવી ખેલાડી વિરાટ કોહલીએ બેંગલુરુમાં BCCI સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે ગુજરાત સામે 61 બોલમાં 77 રન બનાવ્યા હતા.
- Dec 26, 2025 10:21 IST
Vijay Hazare Trophy Live : વિરાટ કોહલીની અડધી સદી
દિલ્હી તરફથી રમતા વિરાટ કોહલીનું શાનદાર ફોર્મ યથાવત્ છે. કોહલીએ ગુજરાત સામે 29 બોલમાં 11 ફોર અને 1 સિક્સર સાથે અડધી સદી ફટકારી હતી.
- Dec 26, 2025 10:19 IST
Vijay Hazare Trophy Live : રોહિત શર્મા પ્રથમ બોલે આઉટ
મુંબઈ તરફથી રમતો રોહિત શર્મા બીજા રાઉન્ડમાં સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યો છે. ઉત્તરાખંડ સામે તે પહેલા જ બોલ પર ગોલ્ડન ડક પર આઉટ થયો હતો. તે દેવેન્દ્રસિંહ બોરાની ઓવરમાં કેચ આઉટ થયો હતો.
- Dec 26, 2025 10:16 IST
Vijay Hazare Trophy Live : વિજય હજારે ટ્રોફી 2025-26નો આજે બીજો રાઉન્ડ
વિજય હજારે ટ્રોફી 2025-26નો બીજો રાઉન્ડ શુક્રવારને 26 ડિસેમ્બરના રોજ રમાઈ રહ્યો છે. ફરી એક વખત વિરાટ કોહલી અને રોહિત શર્મા મેદાનમાં જોવા મળશે. વિજય હજારે ટ્રોફીમાં આજે કુલ 19 મેચો રમાશે. પ્રથમ રાઉન્ડમાં બેટ્સમેનોએ ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું અને એવી અપેક્ષા રાખવામાં આવે છે કે બીજા રાઉન્ડમાં પણ રેકોર્ડનો વરસાદ જોવા મળશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us