/indian-express-gujarati/media/media_files/2025/12/28/vijay-hazare-trophy-2025-12-28-11-17-18.jpg)
Vijay Hazare Trophy Top 5 Batsman List : વિજય હઝારે ટ્રોફી ટોપ 5 બેટ્સમેન Photograph: (Express Photo)
Vijay Hazare Trophy Top 5 Batsman : વિજય હઝારે ટ્રોફી 2025-26ના પ્રથમ બે રાઉન્ડ બાદ સૌથી વધુ રન ફટકારવાના મામલામાં કર્ણાટકનો દેવદત્ત પડિક્કલ ટોચ પર છે. તેમણે 2 ઇનિંગ્સમાં 271 રન બનાવ્યા છે. વિદર્ભનો ધ્રુવ શૌર્ય 2 મેચમાં 245 રન સાથે બીજા ક્રમે છે. બંને ખેલાડીઓએ બંને મેચમાં સદી ફટકારી હતી. ત્રીજા ક્રમે સૌરાષ્ટ્રનો સમર ગજ્જર, ચોથા ક્રમે ઉત્તર પ્રદેશનો આર્યન જુયાલ અને ઓડિશાનો સ્વસ્તિક સામાલ પાંચમા ક્રમે છે.
ભારતીય ટીમનો સ્ટાર ખેલાડી વિરાટ કોહલી ટોપ-5માં નથી અને રોહિત શર્મા ટોપ-10માં નથી. બંને ઇનિંગ્સમાં શાનદાર પ્રદર્શન બાદ પણ વિરાટ કોહલી વધુ 208 રન સાથે છઠ્ઠા ક્રમે છે. પ્રથમ મેચમાં શાનદાર 155 રન બનાવનાર રોહિત બીજી મેચમાં ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. નીચે વિજય હઝારે ટ્રોફીના પ્રથમ 2 રાઉન્ડ બાદ ટોપ-10 બેટ્સમેનોની યાદી છે.
વિજય હઝારે ટ્રોફીના પ્રથમ 2 રાઉન્ડ બાદ ટોપ-10 બેટ્સમેન
| ખેલાડી | મેચ | બેટિંગ | રન | સરેરાશ | સ્ટ્રાઇક રેટ | ચોગ્ગા | સિક્સર |
| દેવદત્ત (કર્ણાટક) | 2 | 2 | 271 | 135.5 | 106.27 | 22 | 10 |
| ધ્રુવ શૌરી (વિદર્ભ) | 2 | 2 | 245 | 245 | 121.29 | 27 | 6 |
| સમર ગજ્જર (સૌરાષ્ટ્ર) | 2 | 2 | 215 | 215 | 95.13 | 18 | 6 |
| આર્યન જુયાલ (ઉત્તર પ્રદેશ) | 2 | 2 | 214 | 107 | 100 | 16 | 9 |
| સ્વસ્તિક સમાલ (ઓડિશા) | 2 | 2 | 212 | 106 | 123.26 | 21 | 8 |
| વિરાટ કોહલી (દિલ્હી) | 2 | 2 | 208 | 104 | 128.4 | 27 | 4 |
| રિકી ભુઈ (આંધ્ર પ્રદેશ) | 2 | 2 | 198 | 99 | 110.61 | 18 | 10 |
| યશ દુબે (વિદર્ભ) | 2 | 2 | 195 | 97.5 | 80.91 | 13 | 1 |
| અમન મોખડે (વિદર્ભ) | 2 | 2 | 192 | 96 | 108.47 | 19 | 16 |
| યશવર્ધન દલાલ (હરિયાણા) | 2 | 2 | 190 | 190 | 109.2 | 23 | 5 |


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us