/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/vinesh-phogat-bajrang-punia-sakshi-malik.jpg)
બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ અને સાક્ષી મલિક (એક્સપ્રેસ ફાઇલ ફોટો)
Vinesh Phogat News: ભારતીય ઓલિમ્પિક મેડાલિસ્ટ બજરંગ પુનિયા અને વર્લ્ડ ચેમ્પિયનશિપના મેડાલિસ્ટ વિનેશ ફોગટ કોંગ્રેસમાં જોડાયા છે. વિનેશ ફોગટ, બજરંગ પુનિયા અને સાક્ષી મલિક ગત વર્ષે રેસલિંગ ફેડરેશનના પૂર્વ પ્રમુખ બ્રિજ ભૂષણ સિંહ વિરુદ્ધ ધરણા પર બેઠા હતા. જોકે સાક્ષી મલિક રાજકારણમાં આવી રહી નથી. તેના મતે આ વિનેશ અને બજરંગનો અંગત નિર્ણય છે.
સાક્ષી મલિકને પણ મળી હતી ઓફર
સાક્ષી મલિકે કહ્યું કે પાર્ટીમાં જોડાવું એ તેમનો વ્યક્તિગત નિર્ણય છે. મારું માનવું છે કે આપણે ત્યાગ કરવો જોઈએ. આપણા આંદોલનને, મહિલાઓ માટેની લડાઈને ખોટી છબી ન આપવી જોઈએ. મારા તરફથી આંદોલન ચાલુ જ છે. મને પણ ઓફર મળી હતી પરંતુ હું એ જોવા માંગતી હતી કે હું અંત સુધી ટકી રહું. હું મક્કમ થઇને ઉભી છું. મેં હંમેશાં કુસ્તી વિશે વિચાર્યું છે, તેના હિતમાં કામ કર્યું છે અને હંમેશાં તેમ કરવાનું ચાલુ રાખીશ. મારી લડત ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી ખોટા લોકોને ફેડરેશનમાંથી દૂર કરવામાં નહીં આવે અને મહિલાઓનું શોષણ બંધ નહીં થાય. લડાઈ સાચી છે અને તે ચાલુ રહેશે.
આ પણ વાંચો - વિનેશ ફોગાટે છોડી દીધી સરકારી નોકરી, જાણો શું કહ્યું?
સાક્ષી મલિક કોઈના માટે પ્રચાર નહીં કરે
બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટ માટે પ્રચાર કરશો કે કેમ તે અંગે પૂછવામાં આવતા સાક્ષી મલિકે કહ્યું કે હું રાજકીય વ્યક્તિ નથી. મારો ઇરાદો રાજકારણમાં જવાનો નથી. હું બિન-રાજકીય છું. હું કોઈ પાર્ટી સાથે જોડાયેલી નથી. મારી લડત બ્રિજ ભૂષણ સિંહ સામે હતી અને હજી પણ તેમની વિરુદ્ધ છે. તેના સિવાય મારે કોઈ પ્રત્યે દ્રેષ નથી કે લગાવ નથી.
#WATCH | On Bajrang Punia & Vinesh Phogat, wrestler Sakshee Malikkh says, "...It is their personal choice to join the party. I believe that we should make sacrifices. Our agitation, the fight for women should not be given a wrong impression...From my end, the agitation… pic.twitter.com/hdnlnXKqzD
— ANI (@ANI) September 6, 2024
વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાએ બુધવારે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. ભાજપના વરિષ્ઠ નેતા અનિલ વિજે વિનેશ-બજરંગના કોંગ્રેસમાં જોડાવાના સમાચારની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું હતું કે જો વિનેશ દેશની પુત્રીથી કોંગ્રેસની પુત્રી બનવા માંગે છે, તો અમને શું વાંધો હશે. વિનેશ ફોગાટ જ્યારે પેરિસથી પરત ફરી ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા દીપેન્દ્ર હુડ્ડા તેની સાથે જોવા મળ્યા હતા. ત્યારથી વિનેશના રાજકારણમાં જોડાવાના અહેવાલો વહેતા થયા હતા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us