Vinesh Phogat Disqualified in Paris Olympics 2024 : પેરિસ ઓલિમ્પિક 2024માં મંગળવારે ભારતને મોટો ફટકો પડ્યો છે. રેસલર વિનેશ ફોગાટને ઓવરવેટના કારણે ડિસક્વોલિફાય કરી દેવામાં આવી છે. વિનેશ ફોગાટને મહિલાની 50 કિલો કેટેગરીમાં ફાઇનલમાં રમવાનું હતું પણ મેચ પહેલા કરવામાં આવેલા વજનમાં તેનો વજન વધારે થઇ ગયો હતો. આ પછી તેને અયોગ્ય જાહેર કરવામાં આવી હતી. બતાવવામાં આવી રહ્યું છે કે લગભગ 100 ગ્રામ વજન વધારે નીકળ્યો હતો.
આવામાં લોકોના મનમાં સવાલ છે કે જ્યારે તે એક દિવસ પહેલા મેચ રમી હતી તે સમયે તેનો વજન યોગ્ય હતો. જોકે એક દિવસ પછી તેને અયોગ્ય જાહેર કરી દેવામાં આવી છે. આવો જાણીએ કે આખરે રેસલિંગમાં વજનને લઇને શું નિયમ છે.
શું છે વજનને લઇને નિયમ
ઓલિમ્પિકમાં કુશ્તીના ખેલાડીઓના વજનને લઇને જે નિયમ છે તેના અનુસાર પહેલવાનોનું મેચ પહેલા વજન થાય છે અને રેસલર બે દિવસ બાઉટ લડે તો બે દિવસ તેમનું વજન થાય છે. નિયમો પ્રમાણે જે દિવસ બાઉટ હોય છે તે દિવસે દરેક પહેલવાનનું વજન સવારે થાય છે.
દરેક ભાર વર્ગ માટે ટૂર્નામેન્ટ બે દિવસની અંદર લડાય છે. તેથી જે પણ પહેલવાન ફાઇનલમાં પહોંચે છે તેના બે દિવસ વજન થાય છે. પહેલા વેટ ઇન દરમિયાન રેસલર પાસે વેટ જાળવવા માટે 30 મિનિટનો સમય હોય છે. 30 મિનિટમાં ઘણી વખત વજન કરી શકો છો. જોકે બીજા દિવસે વેટ ઇન ફક્ત 15 મિનિટનો હોય છે.
આ પણ વાંચો – શું પેરિસ ઓલિમ્પિકમાં વિનેશ ફોગાટને મળી શકે છે એક તક? કયો છે આગળનો રસ્તો?
વજન કર્યા પછી ખેલાડીઓના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવે છે અને એ પણ જોવામાં આવે છે કે તેના નખ પણ કાપેલા છે કે નહીં. આ વજન દરમિયાન પહેલવાનને ફક્ત સિંગલેટ પહેરવાની મંજૂરી હોય છે. આ પછી બીજા દિવસે ટેસ્ટ કરાય છે અને તે દિવસે વેટ ઇન 15 મિનિટ સુધી ચાલે છે. જો વિનેશ ફોગાટના કેસમાં સમજવામાં આવે તો તેનું એક દિવસમાં 100 ગ્રામ વજન વધી ગયું હતું. જેના કારણે તેને અયોગ્ય જાહેર કરાઇ હતી.
ફ્રીસ્ટાઇલ રેસલિંગમાં ઘણી વેટ કેટેગરી હોય છે
ફ્રીસ્ટાઇલ રેસલિંગમાં ઘણી વેટ કેટેગરી હોય છે. મહિલાઓમાં 50, 53, 57, 62, 68, 76 કિલોની કેટેગરી હોય છે. જ્યારે પુરુષોની ફ્રીસ્ટાઇલ કેટેગરીમાં 57, 65, 74, 86, 97, 125 કિલોની કેટેગરી હોય છે.
હવે સિલ્વર મેડલ પણ નહીં મળે
યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગના નિયમો પ્રમાણે જો કોઇ એથ્લેટ વજન માપમાં ભાગ ના લે કે અસફળ રહે તો તેને સ્પર્ધામાંથી બહાર કરી દેવામાં આવે છે અને રેંક વગર અંતિમ સ્થાન પર રાખવામાં આવે છે. આવામાં તેના હાથમાંથી સિલ્વર મેડલ પણ આવશે નહીં.





