Vinesh Phogat: પેરિસ ઓલિમ્પિકમાં વિનેશ ફોગાટ કેમ વજન ઘટાડી શકી નહીં; કુસ્તીબાજ શા માટે અને કેવી રીતે વજન ઘટાડે છે જાણો

Vinesh Phogat Disqualified Paris Olympics 2024: વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિક 2024માં કુસ્તીબાજ ગેમ્સમાં ડિશક્વોલિફાય થતા કરોડો ભારતીયો નિરાશ થયા છે. ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટ કેમ વજન ઘટાડી શકી નહીં? શું છે યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગ નિયમ? જાણો વિગતવાર

Written by Ajay Saroya
August 07, 2024 23:32 IST
Vinesh Phogat: પેરિસ ઓલિમ્પિકમાં વિનેશ ફોગાટ કેમ વજન ઘટાડી શકી નહીં; કુસ્તીબાજ શા માટે અને કેવી રીતે વજન ઘટાડે છે જાણો
Vinesh Phogat Disqualified Paris Olympics 2024: વિનેશ ફોગાટ ભારતીય કુસ્તીબાજ છે. (Photo: @CaptainGzb)

Vinesh Phogat Disqualified Paris Olympics 2024: વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિક ગેમ્સ 2024માં મેડલ જીતી શકી નથી. ભારતીય કુસ્તીબાજ 7 ઓગસ્ટ, 2024ને બુધવારની સવારે વજન ઘટાડવામાં નિષ્ફળ રહી હતી. જો તે વજન ઘટાડવામાં સફળ રહી હોત તો તે 50 કિગ્રા વજન વર્ગની ગોલ્ડ મેડલ મેચમાં ભાગ લઈ શકી હોત.

વજન ઘટાડવાનો અર્થ શું છે?

કુસ્તીબાજો, બોક્સરો અને કોમ્બેટ (જેમાં ખેલાડીઓ લડે લે છે) એ ગેમ્સના એથ્લીટ્સની વેઈટ કેટેગરી છે. આ કેટેગરીમાં એવા નિયમો છે કે તે વજનથી ઉપરના રમતવીરોને તે સ્પર્ધામાં ભાગ લેવાની મંજૂરી નથી. આની પાછળનો હેતુ એ છે કે એક મોટો (વધુ વજન ધરાવતો) એથ્લેટ નાના (ઓછા વજનવાળા) એથ્લેટ સામે સ્પર્ધા કરે છે. જો કે, કેટલીકવાર રમતવીરો વજન ઘટાડવાનું પસંદ કરે છે, એટલે કે સ્પર્ધા પહેલાં ચોક્કસ સંખ્યામાં ઝડપથી વજન ઘટાડવું. કોમ્બેટ ગેમ્સમાં આ એકદમ સામાન્ય વાત છે.

કુસ્તીબાજ પોતાનું વજન ક્યારે માપે છે?

યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગ (યુડબ્લ્યુડબ્લ્યુ) ના ઓલિમ્પિક વજન-માપનના નિયમો અનુસાર, કુસ્તીબાજ એ સ્પર્ધાની સવારે પોતાનું વજન માપવું જ જોઇએ. સ્પર્ધાના પ્રથમ દિવસે વજન માપતા પહેલા કુસ્તીબાજે તેના લાયસન્સ અને એક્રેડિટેશન સાથે મેડિકલ ચેકઅપ માટે હાજર થવાનું હોય છે અને સિંગલેટ પહેરવું જરૂરી હોય છે.

Vinesh Phogat weight, Vinesh Phogat, Paris Olympics 2024
ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશનની અધ્યક્ષ પીટી ઉષાએ વિનેશ ફોગાટ સાથે મુલાકાત કરી હતી (તસવીર – એએનઆઈ)

પ્રથમ દિવસે વજન માપવાનો સમયગાળો ૩૦ મિનિટનો હોય છે. આ સમય દરમિયાન રેસલર અનેક વાર પોતાનું વજન માપી શકે છે. બીજા દિવસે (જો લાગુ પડતું હોય તો) કુસ્તીબાજ પાસે વજન માપવા માટે 15 મિનિટનો સમય હોય છે. આ પણ ફક્ત સ્પર્ધાની સવારે જ કરવામાં આવે છે.

વિનેશ ફોગાટ માટે વજન ઓછું કરવું કેમ મુશ્કેલ હતું?

વિનેશ ફોગાટ હંમેશાં 50 કિગ્રા વર્ગ માટે વજન ઘટાડવામાં સંઘર્ષ કરવો પડ્યો છે. તાજેતરમાં 50 કિલો કેટેગરીમાં જતા પહેલા તે 53 કિલોની કેટેગરીમાં ભાગ લઈ રહી હતી. આ સ્વિચ એનઆઈએસ પટિયાલામાં ટ્રાયલ દરમિયાન કરવામાં આવી હતી. વિનેશ ફોગાટનું સામાન્ય વજન 55 56 કિલોની આસપાસ હોય છે.

તેમણે આ વજન સ્પર્ધાના દિવસે 50 કિલો સુધી લઇ જવાનું હોય છે. તેની માટે શરીરનું વજન 55 56 કિગ્રાથી ઓછું રાખવું એકદમ અઘરું સાબિત થયું છે અને તેને પરસેવો પાડીને પાણીનું વજન ઘટાડવું વિનેશ ફોગાટ માટે અત્યંત પડકારજનક સાબિત થયું છે.

Vinesh Phogat Disqualified, Vinesh Phogat, Paris Olympics 2024
રેસલર વિનેશ ફોગાટને ઓવરવેટના કારણે ડિસક્વોલિફાય કરી દેવામાં આવી છે (તસવીર – સોશિયલ મીડિયા)

પ્રથમ દિવસ વજન કરવા છતાં વિનેશ ફોગટે શા માટે ગેરલાયક ઠરાવાય?

UWW નિયમ અનુસાર, રમતવીરને સ્પર્ધાના દરેક દિવસ વજન કરવું જરૂરી છે. ઓલિમ્પિકમાં કુસ્તીની ઈવેન્ટ્સ બે દિવસથી ચાલતી હોવાથી વિનેશ ફોગટને બંને દિવસે 50 કિગ્રા કે તેનાથી ઓછું વજન રાખવું જરુરી હતુ. બીજા દિવસે તે આવું કરી શકે તેમ ન હોવાથી તેને ગેરલાયક ઠેરવવામાં આવી હતી.

UWW અનુસાર, જો કોઈ રમતવીર ભાગ ન લે અથવા વજન (પ્રથમ અથવા બીજા વજનનું માપન) માં નિષ્ફળ જાય, તો તેને સ્પર્ધામાંથી દૂર કરવામાં આવશે અને કોઈપણ રેન્ક વિના અંતિમ સ્થાને મૂકવામાં આવશે. જો કોઈ એથ્લીટને પહેલા દિવસે ઈજા થાય તો તેને બીજા દિવસે તોલવાની જરુર નથી. આવી સ્થિતિમાં, તે જે નિષ્કર્ષ પર પહોંચ્યા છે તે માન્ય રહે છે.

વિનેશ ફોગાટના કિસ્સામાં તેને સિલ્વર મેડલ મળ્યો હોત. અલબત્ત, જો કોઇ રમતવીર સ્પર્ધાના પ્રથમ દિવસ ઈજાગ્રસ્ત થાય છે તો તેને UWW નિયમ અનુસાર બીજી વાર વજન કરવું પડે છે. નિયમ અનુસાર, સ્પર્ધાના પ્રથમ દિવસ પછી અને સ્પર્ધાની બહાર થનાર અન્ય તમામ પ્રકારની ઇજા કે બીમારી માટે, સંબંધિત રમતવીરે બીજા દિવસે વજન માપમાં ભાગ લેવાનો હોય છે, નહીં તો તેને સ્પર્ધામાંથી બહાર કરવામાં આવે છે અને રેન્ક વગર છેલ્લા સ્થાને મૂકવામાં આવશે. ’

ઓલિમ્પિક કુસ્તીબાજને શા માટે બે દિવસ સુધી વજન કરાવવું પડે છે?

ઓલિમ્પિકમાં પ્રથમ દિવસે ઓપનિંગ રાઉન્ડથી લઈને સેમિ ફાઈનલ સુધીની મેચો યોજાતી હોય છે. બીજા દિવસે ગોલ્ડ મેડલ અને રેપેચેજ રાઉન્ડનો મુકાબલા થાય છે. જો કોઈ ઓલિમ્પિક કુસ્તીબાજની બીજા દિવસે મેચ હોય તો તેમણે બીજા દિવસે ફરી વજન માપ કરાવવું પડે છે, કારણ કે તેઓ તે દિવસે પણ સ્પર્ધામાં ઉતરશે.

Paris Olympics 2024, Olympics
Paris Olympics 2024 : ભારત 1900થી આ ગેમ્સમાં ભાગ લઈ રહ્યું છે (તસવીર – સોશિયલ મીડિયા)

શું 2 દિવસનું વજન માપવાનો નિમય હંમેશાથી હતો?

ના, વર્ષ 2017માં UWW એ ઓલિમ્પિક કુસ્તીના ફોર્મેટમાં ફેરફાર કર્યો. ઓલિમ્પિક આયોજન સમિતિએ એક જ દિવસે તમામ વેઈટ ઈવેન્ટ્સ યોજવાને બદલે બે દિવસીય પદ્ધતિ અપનાવી હતી. એક દિવસમાં વધુ પડતું વજન ઘટાડીને એથ્લીટ્સ સ્પર્ધામાં ન ઉતરે તે માટે આમ કરવામાં આવ્યું હતુ.

પહેલા દિવસે 50 કિલો વજન કર્યા બાદ બીજા દિવસે રેસલરનું વજન 2 કિલો કેવી રીતે વધી શકે?

મોટાભાગના કુસ્તીબાજો સ્પર્ધા પહેલા છેલ્લા કેટલાક દિવસોમાં વજન ઘટાડવાના ઘણા પગલાં લે છે. જેમાં કાર્બોહાઈડ્રેટ ન લેવા, પાણી ન પીવું અને વધુ કસરત કરવી વગેરેનો સમાવેશ થાય છે. ઝડપથી શરીરનું વજન ઘટાડવાનો મુખ્ય રસ્તો એ છે કે શરીરમાં પાણી ઓછું કરવું. ઘણા રમતવીરો ઘણીવાર સૌનાનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરે છે અને પોતાને ઢાંકી કસરત કરવાની કોશિશ કરે છે, જેથી કરી શરીરમાંથી શક્ય તેટલો પરસેવો નીકળે.

આ પણ વાંચો | 140 કરોડની આશા પર 100 ગ્રામે પાણી ફેરવ્યું, વિનેશ ફોગાટે વજન ઘટાડવા જાણો શું શું કર્યું

બે દિવસીય પેરિસ ઓલિમ્પિક કુસ્તીના મામલે વિનેશ ફોગાટ નું વજન પ્રથમ દિવસે જ 50 કિલો હતું અને તે સ્પર્ધામાં ઉતરી શકી હતી. પરંતુ આખો દિવસ તેમણે 2 કિલો વજન ઉતાર્યું હતું તેમાં ફરી વધારો થયો હતો. ત્યારબાદ તેણે સ્પર્ધા પછીના પહેલા દિવસથી લઈને બીજા દિવસનો સવારનો વજન માપવા સુધીનો આખો સમય પોતાના શરીરને હળવું કરવાના પ્રયાસમાં વિતાવ્યો હતો, પરંતુ તે થોડા ગ્રામ ચૂકી ગઈ હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ