Mahendra Singh Dhoni : મહેન્દ્ર સિંહ ધોનીના પ્રશંસકો આખી દુનિયામાં છે. ધોનીના ચાહકો દરેક જગ્યાએ પોતાનો પ્રેમ પોતાની રીતે બતાવે છે. કેટલાક પ્રશસંકો એવા પણ છે જે તમામ હદો પાર કરી દે છે. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો આવો જ એક ચાહક આ સમયે ખૂબ ચર્ચામાં છે. ધોનીના આ પ્રશંસકે ધોનીનો ફોટો પોતાના લગ્નના કાર્ડ પર લગાવ્યો હતો.
લગ્નના કાર્ડ પર છપાવ્યો ધોનીનો ફોટો
સોશિયલ મીડિયા પર એક વેડિંગ કાર્ડ વાયરલ થઈ રહ્યું છે જેમાં એક વ્યક્તિએ ધોનીનો જર્સી નંબર અને તેના ફોટો સાથે તેનું નામ પ્રિન્ટ કર્યું છે. ધોનીની જર્સી નંબર 7 લખવામાં આવી છે અને આખું કાર્ડ યલો કલર કરવામાં આવ્યું છે. ધોની ચેન્નઈ સુપર કિંગ્સનો કેપ્ટન છે અને સીએસકેની જર્સી પણ પીળી છે.
આ પણ વાંચો – એમએસ ધોની હોસ્પિટલમાંથી રજા મળ્યા પછી રાંચી પહોંચ્યો, આગામી વર્ષે આઈપીએલમાં રમશે માહી?
ધોનીને લગ્નમાં આમંત્રણ પાઠવ્યું
આ વ્યક્તિ છત્તીસગઢના રાયગઢ જિલ્લાનો રહેવાસી છે. કાર્ડ પર તેનું નામ દીપક અને તેની ભાવિ પત્નીનું નામ ગરિમા લખેલું છે. દીપકના લગ્ન 7 જૂને છે. જણાવવામાં આવી રહ્યું છે કે કાર્ડ આપીને દીપકે મહેન્દ્ર સિંહ ધોનીને પણ પોતાના લગ્નમાં આમંત્રણ આપ્યું છે.
શિવાની નામની યુઝરે લખ્યું કે ધોની પ્રત્યે પ્રેમ દર્શાવવાની આ લેટેસ્ટ રીત છે. પૂનમ નામની એક યુઝરે લખ્યું કે આશા છે કે મહેન્દ્ર સિંહ ધોની પોતાના પ્રશંસકોની ભાવનાઓનું સન્માન કરશે. એક અન્ય યુઝરે લખ્યું કે ધોનીના પ્રશંસકોનો કોઈ જવાબ નથી. ધોનીએ તેના ચાહકોનો પ્રેમ જોયા બાદ હવે દસ સિઝન રમવી જોઈએ. બીજાએ લખ્યું કે આટલો બધો પ્રેમ મળ્યા બાદ ધોની પર જવાબદારી વધી રહી છે અને જો તે સમજી જાય તો..!
જો કે આ પહેલીવાર નથી જ્યારે કોઇ પ્રશંસકે કોઇના લગ્નના કાર્ડ પર કોઇનો ફોટો છાપ્યો હોય. આ પહેલા પ્રશંસકો પીએમ મોદી અને અન્ય નેતાઓ, અભિનેતાઓ અને ખેલાડીઓના ફોટા લગ્નના કાર્ડ પર છપાઈ ચૂક્યા છે. હવે રાયગઢના દીપક પટેલે મહેન્દ્રસિંહ ધોનીનો ફોટો પોતાના લગ્નના કાર્ડ પર છાપ્યો છે.





