Virat Kohli vs Sachin Tendulkar: વિરાટ કોહલીએ વર્લ્ડ કપ 2023ની સેમિફાઇનલમાં પોતાની 50મી ODI સદી ફટકારી ઇતિહાસ રચ્યો છે. કોહલીએ ક્રિકેટ જગતના ભગવાન કહેવાતા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો 20 વર્ષ જૂનો રેકોર્ડ છે. તેણે તેંડુલકરના ગઢમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. સચિન તેંડુલકર બાદ ભારતીય ક્રિકેટ અને વિરાટ કોહલી માટે વાનખેડે ક્રિકેટ સ્ટેડિયમ ખાસ બની ગયું છે. માત્ર વાનખેડે જ નહીં, 15 નવેમ્બર પણ બંને ખેલાડીઓ માટે ખાસ બની હતી.

મુંબઈનું વાનખેડે સ્ટેડિયમ સચિન તેંડુલકરનું હોમ ગ્રાઉન્ડ છે. આ મેદાન પર ભારતીય ટીમ 28 વર્ષનો દુષ્કાળ ખતમ કરીને 2011માં વર્લ્ડ ચેમ્પિયન બની હતી. તેંડુલકર અને કોહલી બંને મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની ટીમનો ભાગ હતા. તેંડુલકરે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ આ સ્ટેડિયમમાં રમી હતી. નવેમ્બર 2013માં વેસ્ટ ઈન્ડિઝ સામે રમ્યો હતો. આ તેની ટેસ્ટ કરિયરની 200મી મેચ પણ હતી.
2011 વર્લ્ડ કપ ફાઈનલનો તેંડુલકર-કોહલીનો ફોટો
શ્રીલંકા વિરૂદ્ધ 2011 વર્લ્ડ કપ ફાઇનલમાં વીરેન્દ્ર સેહવાગ અને સચિન તેંડુલકર આઉટ થયા બાદ ટીમ ઈન્ડિયા દબાણમાં હતી. વાનખેડે સ્ટેડિયમમાં એકદમ શાંતિ હતી. ગૌતમ ગંભીરને સપોર્ટ કરવા મેદાન પર પેવેલિયનમાં જતા સમયે તેંડુલકરે કોહલી સાથે વાત કરી હતી. કોહલીએ મોટી ઈનિંગ્સ રમી ન હતી, પરંતુ ગંભીર સાથે મળીને તેણે ટીમ ઈન્ડિયાને સંભાળી હતી.
વાનખેડેમાં જ તેંડુલકરની બરાબરી કરી શકે છે વિરાટ કોહલી
ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બની ત્યારે વિરાટ કોહલીએ તેંડુલકરને પોતાના ખભા પર ઉઠાવી લીધા હતા. ત્યારબાદથી તે ભારતીય ક્રિકેટનો બોજ પોતાના ખભા પર લઈ રહ્યો છે. વાનખેડે સ્ટેડિયમમાં કોહલી તેંડુલકરથી આગળ નીકળી ગયો. કોહલી પાસે વાનખેડેમાં જ તેંડુલકરની બરાબરી કરવાનો મોકો હતો, પરંતુ તે શ્રીલંકા સામે સદી ફટકારી શક્યો નહોતો. તેણે ઈડન ગાર્ડનમાં દક્ષિણ આફ્રિકા સામે તેની 49મી સદી ફટકારી હતી.
કોહલી અને તેંડુલકર માટે ખાસ છે 15 નવેમ્બર
15 નવેમ્બર ભારતીય ક્રિકેટના બે દિગ્ગજ સચિન તેંડુલકર અને વિરાટ કોહલી માટે ખાસ દિવસ બની ગયો. સચિન તેંડુલકરે 15 નવેમ્બર 1989ના રોજ કરાચીમાં પાકિસ્તાન સામેની ટેસ્ટ મેચ દરમિયાન ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં છેલ્લી વખત બેટિંગ કરી હતી. હવે વિરાટ કોહલીએ 15 નવેમ્બરે પોતાની 50મી સદી ફટકારી હતી. કોહલીએ આ ઐતિહાસિક સદી ફટકારી ત્યારે લિટલ માસ્ટર સુનિલ ગાવસ્કર અને કેરેબિયન દિગ્ગજ વિવિયન રિચર્ડ્સ હાજર હતા.





