Happy Birthday Virat Kohli : વિરાટ કોહલી ભલે એક સ્ટાર ક્રિકેટર હોય પરંતુ તેની લોકપ્રિયતા માત્ર આ રમત પુરતી સીમિત નથી. કોહલી માત્ર ક્રિકેટ સ્ટાર નથી પરંતુ આજે ગ્લોબલ સ્ટાર બની ગયો છે. તેની સરખામણી વિશ્વના મહાન ખેલાડીઓમાં થાય છે. પાછલા વર્ષોમાં એવા ઘણા પ્રસંગો બન્યા છે જ્યાં કોહલીની લોકપ્રિયતાનો અંદાજો આખી દુનિયાને થયો છે.
ઓલિમ્પિકમાં ક્રિકેટનો ચહેરો બન્યો વિરાટ કોહલી
ક્રિકેટને ઓલિમ્પિકમાં સામેલ કરવામાં આવ્યું ત્યારે પણ વિરાટ કોહલી તેનો ચહેરો બન્યો હતો. જ્યારે પણ તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી ત્યારે ક્રિકેટ માટે વિરાટ કોહલીની તસવીરનો ઉપયોગ કરવામાં આવતો હતો. ભૂતપૂર્વ શૂટર અને લોસ એન્જલસ ઓલિમ્પિકના આયોજકોમાંથી એક નિકોલો કેમ્પ્રીયાનીએ કહ્યું હતું કે યુવાનો માટે રમતને પ્રાસંગિક બનાવી રાખવા માટે ડિજિટલ હાજરી મહત્વપૂર્ણ છે અને અહીં મારા મિત્ર વિરાટ કોહલીના સોશિયલ મીડિયા પર 34 કરોડથી વધુ ફોલોઅર્સ છે. તે સૌથી વધારે ફોલો કરનાર દુનિયાનો ત્રીજો એથ્લેટ છે. લેબ્રોન જેમ્સ (એનબીએ બાસ્કેટબોલ સ્ટાર), ટોમ બ્રેડી (અમેરિકન ફૂટબોલ આઇકોન) અને ટાઇગર વુડ્સ (અમેરિકન ગોલ્ફ લિજેન્ડ) ના મળીને આટલા ફોલોઅર્સ છે.
ટેનિસ કોમેન્ટ્રીમાં પણ કોહલીનું નામ આવ્યું
ફ્રેન્ચ ઓપન દરમિયાન યુવા સ્ટાર કાર્લોસ અલ્કરાઝ ગ્રીસના સિતપિતાસનો સામનો કરી રહ્યો હતો. મેચ દરમિયાન કોમેન્ટ્રી કરી રહેલા યુરોપિયન વ્યક્તિએ કહ્યું કે કાર્લોસને જોઈને એવું લાગે છે કે જાણે ક્રિકેટમાં વિરાટ કોહલી અને બાસ્કેટબોલમાં માઈકલ જોર્ડનને જોઈને લાગે છે. ટેનિસના મહાન ખેલાડી રોજર ફેડરર, નોવાક જોકોવિચ અને રાફેલ નડાલ વિરાટ કોહલીને ફોલો કરે છે.
આ પણ વાંચો – સાઉદી અરેબિયાને IPLમાં રસ, 42 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવા માંગે છે
એનબીએ ક્લબના માલિક છે કોહલીના ચાહક
NBA ટીમ સેક્રામેન્ટો કિંગ્સના માલિક વિવેક વિરાટ કોહલીનો પ્રશંસક છે. તેમણે વિરાટના નામની ખાસ જર્સી બનાવી છે. આ જર્સી સાથેનો એક વીડિયો શેર કરીને તેમણે કહ્યું હતું કે તે કોહલીના મોટો પ્રશંસક છે અને તેને જલ્દી મળવા માંગે છે.
જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે ભારત આવ્યા હતા ત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમના ઉદ્ઘાટન સમારોહમાં વિરાટ કોહલીને વિશ્વના મહાન ખેલાડીઓમાંથી એક ગણાવ્યો હતો.
રિતુ ફોગટની MM મેચ દરમિયાન કોમેન્ટેટર કહ્યું હતું કે રિતુ ફોગાટ ક્રિકેટ ક્રિઝ પર વિરાટ કોહલીની જેમ સ્વિંગ કરી રહી છે.’





