Virat Kohli Fitness : વિરાટ કોહલી ફક્ત એક મહાન ક્રિકેટર જ નહીં, પરંતુ ફિટનેસ અને હેલ્ધી લાઇફસ્ટાઇલ આઇકોન પણ છે. તેની ફિટનેસની ચર્ચા અવારનવાર થતી રહે છે. વિરાટ કોહલીની ફિટનેસ મેદાન પર તેની બેટિંગ અને ચપળતામાં મહત્વનો ફાળો આપે છે. પોતાની અસાધારણ ક્રિકેટ કુશળતા અને ફિટનેસ પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા માટે જાણીતા કોહલીની મેદાન પર અને મેદાનની બહાર બંને જગ્યાએ પ્રશંસા કરવામાં આવે છે.
વિરાટ કોહલી ઘણી વખત રેકોર્ડ બ્રેકિંગ પ્રદર્શન કરતો જોવા મળે છે. વિરાટ કોહલીએ છેલ્લા કેટલાક વર્ષોમાં પોતાના બદલાતા આહાર વિકલ્પોને જાહેરમાં શેર કર્યા છે. તેની પાસેથી પ્રેરણા લઈને તમે સ્વસ્થ અને સક્રિય જીવન પણ જીવી શકો છો. વિરાટ કોહલીની જેમ સખત મહેનત અને સમર્પણની મદદથી કોઇ પણ વ્યક્તિ પોતાની ફિટનેસને હાઇએસ્ટ લેવલ પર લઇ જઇ શકે છે. વિરાટ કોહલીની ફિટનેસના કેટલાક મુખ્ય બિન્દુ અહીં રજૂ કરવામાં આવ્યા છે. વિરાટ કોહલીને મેદાનની અંદર અને મેદાનની બહાર શું પ્રેરિત કરે છે.
કોહલીએ પોતાની ફિટનેસ જર્સીને લઇને સ્ટાર સ્પોર્ટ્સને કહ્યું હતું કે ફિટનેસની દ્રષ્ટિએ મને જે મુખ્ય પડકાર લાગ્યો તે ભોજન છે. તમે જીમમાં જઈ શકો છો. તમે સખત મહેનત કરી શકો છો પણ ભોજનના કિસ્સામાં તે ખૂબ જ અલગ છે. તમારે સ્વાદ પણ લેવાનો છે. તે તમારા પોતાના મન સાથે જોડાયેલું છે કે તમારે કશુંક જોઈએ છે અને કશુંક ઇત્છતા નથી. હું 6 મહિના સુધી દિવસમાં 3 વખત એક જ વસ્તુ ખાઈ શકું છું. મને કોઈ સમસ્યા નથી.
શાકાહારી બનવુું
વર્ષ 2018માં સાઉથ આફ્રિકાના પ્રવાસ પર વિરાટ કોહલીને ગંભીર એસિડિટી અને યુરિક એસિડના સ્તરમાં વધારો જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. તેના હાડકામાં કેલ્શિયમની કમી હતી. આ કારણે તેને નબળાઈ અને બેચેની અનુભવાતી હતી. તેથી તેણે પોતાના આહારમાંથી માંસાહારને દૂર કરવાનું નક્કી કર્યું અને શાકાહારી બની ગયો હતો.
આ પણ વાંચો – ટી 20 વર્લ્ડ કપ 2024 : રોહિત શર્માએ બાર્બાડોસની પીચની માટી કેમ ખાધી હતી, હિટમેને કર્યો ખુલાસો
વિરાટ કોહલીના ડાયેટમાં શું સામેલ છે?
કોહલી પુષ્કળ શાકભાજી, ક્વિનોઆ અને પાલક ભરપૂર માત્રા લે છે. તેનું ભોજન સામાન્ય રીતે બાફેલું કે ભાપથી પકાવવામાં આવે છે. તેમાં કાળા મરી, મીઠું અને લીંબુનો રસ ઉમેરવામાં આવે છે. તે મુખ્યત્વે ચોખાની વાનગીઓ, દાળ અને વિવિધ પ્રકારના લીલા શાકભાજી ખાય છે. તેને પોતાનું ભોજન સાદુ રાખવું ગમે છે. કેટલીકવાર તે ઢોસાનો આનંદ માણે છે, પરંતુ ફક્ત ક્યારેક જ લેશે.
વિયોનના જણાવ્યા અનુસાર કોહલી ગ્લુટેન-ફ્રી બ્રેડ પર નટ બટરની મજા માણે છે. તેને આખો દિવસ લીંબુના રસ સાથે 3-4 કપ ગ્રીન ટી પીવી ગમે છે. તેના લંચમાં સામાન્ય રીતે વેજિટેબલ સૂપ અને શોરબા, ઘણી સારી ગ્રિલ્ડ શાકભાજી, બીટરૂટ અને પાલકનો સમાવેશ થાય છે. લંચની જેમ વિરાટ કોહલીના ડિનરમાં પણ ગ્રીલ્ડ વેજિટેબલ્સથી ભરપૂર હોય છે અને તેમાં સૂપનો એક ભાગ પણ સામેલ હોય છે.
વિરાટ કોહલીની ફિટનેસનું રહસ્ય
- વિરાટ કોહલી શુદ્ધ શાકાહારી છે. તે પોતાના ડાયેટમાં પ્રોટીન, ફાઇબર અને વિટામિન્સ પર ખાસ ધ્યાન આપે છે. તેના આહારમાં તાજા ફળો અને શાકભાજી, કઠોળ અને અનાજ, બદામ અને બીજ, પ્રોટીન શેકનો સમાવેશ થાય છે.
- વિરાટ કોહલીનું વર્કઆઉટ રૂટીન એકદમ અઘરું છે. તેમાં કાર્ડિયો એક્સરસાઇઝ જેવી કે રનિંગ અને સાઇકલિંગ, વેઇટ ટ્રેનિંગ અને સ્ટ્રેન્થ ટ્રેનિંગ, ફ્લેક્સિબિલિટી માટે યોગ અને સ્ટ્રેચિંગ એક્સરસાઇઝનો સમાવેશ થાય છે.
- કોહલી આખો દિવસ ખૂબ પાણી પીવે છે અને હાઇડ્રેટેડ રહે છે. આ સિવાય તેઓ ઇલેક્ટ્રોલાઇટ ડ્રિંક્સ અને નાળિયેર પાણીનું પણ સેવન કરે છે.
- વિરાટ કોહલી પોતાના શરીરને આરામ આપવા માટે સમય કાઢે છે. પૂરતી ઊંઘ તેમની તંદુરસ્તી અને પ્રદર્શનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
- વિરાટ કોહલી માનસિક તંદુરસ્તી માટે ધ્યાન અને મેડિટેશનનો સહારો લે છે. માનસિક શાંતિ અને એકાગ્રતા જાળવવી જરૂરી છે.
- વિરાટ કોહલી પોતાની ફિટનેસ રૂટિન અને ડાયેટને લઈને ખૂબ જ કડક છે અને તેને કોઈ પણ હાલતમાં છોડતો નથી.
- વિરાટ કોહલીએ કહ્યું હતું કે મારું 90 ટકા ફૂડ બાફેલું છે. કોઈ મસાલા નથી. માત્ર મીઠું, કાળા મરી અને લીંબુ. હું આ રીતે જમું છું. હું ખોરાકના સ્વાદનો મોટો ચાહક નથી. મને સ્વાદની પરવા નથી. હું તો દાળ જ ખાઉં છું પણ મસાલા કરી ખાતો નથી. જોકે હું રાજમા અને લોબિયા ખાઉં છું. ’
વિરાટ કોહલી આ વસ્તુઓથી રહે છે દૂર
વિરાટ કોહલી પોતાની ફિટનેસ અને પ્રદર્શનને જાળવી રાખવા માટે ભોજનમાં કેટલીક વસ્તુઓને ટાળે છે. વિરાટ કોહલી જે વસ્તુઓથી દૂર રહે છે તેની યાદી અહીં આપવામાં આવી છે.
પ્રોસેસ્ડ ફૂડઃ ચિપ્સ, સ્નેક્સ અને અન્ય પ્રોસેસ્ડ સ્નેક્સ. ઇન્સ્ટન્ટ નૂડલ્સ અને અન્ય પેકેજ્ડ ફૂડ.
જંક ફૂડઃ ફાસ્ટ ફૂડ જેવા કે બર્ગર, પિઝા અને ફ્રેન્ચ ફ્રાઈઝ.
ખાંડ અને મીઠી વસ્તુઓ: ઠંડા પીણા, સોડા અને પેકેજ્ડ જ્યુસ. કેક, પેસ્ટ્રી અને અન્ય મીઠાઈઓ.
આલ્કોહોલઃ દારુ અને અન્ય આલ્કોહોલિક પીણા
ડીપ ફ્રાઇડ ફૂડઃ ડીપ ફ્રાઇડ સ્નેક્સ અને તળેલી વસ્તુઓ.
રેડ મીટ : હવે તે સંપૂર્ણપણે શાકાહારી હોવાથી તે કોઈ પણ પ્રકારનું માંસ ટાળે છે.
આ બાબતોનું રાખે છે ખાસ ધ્યાન
અનુશાસિત દિનચર્યા : વિરાટ નિયમિત વ્યાયામ કરે છે, જેમાં જિમ, યોગા અને વિવિધ પ્રકારની રમતોનો સમાવેશ થાય છે.
સંતુલિત આહારઃ તે ફળો, શાકભાજી, આખા ધાન અને પાતળા પ્રોટીન સહિત તંદુરસ્ત અને પૌષ્ટિક આહાર લે છે.
માનસિક મજબૂતી: વિરાટની માનસિકતા મજબૂત છે જે તેને મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ પ્રેરિત રહેવામાં મદદ કરે છે.
વિરાટ કોહલી પાસેથી પ્રેરણા કેવી રીતે મેળવશો?
નાની શરૂઆત કરોઃ ધીરે-ધીરે પોતાની એક્ટિવિટી વધારતા નિયમિત કસરત કરો.
આરોગ્યપ્રદ આહાર પસંદ કરોઃ પ્રોસેસ્ડ ફૂડ અને શર્કરાનું પ્રમાણ ઓછું કરો અને તાજા ફળો, શાકભાજી અને આખા ધાન્ય ખાઓ.
તમારા ધ્યેય પર ધ્યાન કેન્દ્રિત કરોઃ પ્રેરણા જાળવવા માટે પોતાના ફિટનેસ લક્ષ્યાંકો નક્કી કરો અને તેના પર ધ્યાન કેન્દ્રિત કરો.
સ્વ-શિસ્ત વિકસાવોઃ તમારાં ધ્યેયો હાંસલ કરવા શિસ્તબદ્ધ અને સમર્પિત બનો.





