Punit Bisht: વિરાટ કોહલી સાથે રણજી ટ્રોફી રમનાર ક્રિકેટર પુનીત બિષ્ટે સંન્યાસ લીધો; કહ્યું – હવે ક્રિકેટમાં હાંસલ કરવા કંઇ બચ્યું નથી

Punit Bisht Rretirement From Cricket: તમને જણાવી દઈએ કે 37 વર્ષીય પુનીત બિષ્ટ એ જ ખેલાડી છે જેની સાથે વિરાટ કોહલીએ પિતા પ્રેમ કોહલીના નિધન બાદ જોડી જમાવીને રણજી ટ્રોફી મેચમાં સદી ફટકારી હતી.

Written by Ajay Saroya
August 03, 2023 17:29 IST
Punit Bisht: વિરાટ કોહલી સાથે રણજી ટ્રોફી રમનાર ક્રિકેટર પુનીત બિષ્ટે સંન્યાસ લીધો; કહ્યું – હવે ક્રિકેટમાં હાંસલ કરવા કંઇ બચ્યું નથી
પુનીત બિષ્ટ અને વિરાટ કોહલી (Photo: Virat Kohli_insta)

Virat Kohli Friend Punit Bisht Retirement Form Cricket: ક્રિકેટ પ્રેમીઓ માટે એક આઘાતજનક સમાચાર આવ્યા છે. ક્રિકેટર વિરાટ કોહલી સાથે સદી ફટકનાર અને દિલ્હીના પૂર્વ વિકેટકીપર – બેટ્સમેન પુનીત બિષ્ટે માત્ર કિકેટમાંથી સંન્યાસ લેવાની ઘોષણા કરી છે. પુનીત બિષ્ટે બુધવાર, 2 ઓગસ્ટ 2023ના રોજ તેની 17 વર્ષની લાંબી ક્રિકેટ કારકિર્દીને અલવિદા કહ્યું છે. તમને જણાવી દઈએ કે 37 વર્ષીય પુનીત બિષ્ટ એ જ ખેલાડી છે જેની સાથે વિરાટ કોહલીએ પિતા પ્રેમ કોહલીના નિધન બાદ જોડી જમાવીને રણજી ટ્રોફી મેચમાં સદી ફટકારી હતી. વર્ષ 2006માં જ્યારે પ્રેમ કોહલીનું અવસાન થયું ત્યારે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી માત્ર 17 વર્ષના હતો. પ્રેમ કોહલીને અડધી રાત્રે બ્રેઈન હેમરેજ થયું હતું, પરંતુ વિરાટ બીજા દિવસે પુનીત બિષ્ટ સાથે કર્ણાટક સામે બેટિંગ કરવા મેદાનમાં ઉતર્યો હતો.

પુનીત બિષ્ટે કુલ 272 મેચ રમી, સ્ટ્રાઇક રેટ અને રન-રેટ પણ ઘણો ઉંચો

પુનીત બિષ્ટે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં કુલ 272 મેચ રમી છે. તે 2007-08માં રણજી ચેમ્પિયનશિપ જીતનાર દિલ્હીની ટીમનો હિસ્સો હતો. પુનીત બિષ્ટ જમ્મુ-કાશ્મીર અને મેઘાલય તરફથી પણ ક્રિકેટ મેચ રમી ચૂક્યો છે. પુનીત બિષ્ટે 103 ફર્સ્ટ-ક્લાસ મેચોમાં 62.71ની સ્ટ્રાઇક રેટ અને 38.74ની એવરેજ સાથે 5231 રન બનાવ્યા હતા, જેમાં દસ સદીનો સમાવેશ થાય છે. પુનીત બિષ્ટે લિસ્ટ-એમાં 103 મેચોમાં 38.98ની એવરેજ અને 100.48ની સ્ટ્રાઈક રેટથી 2924 રન બનાવ્યા છે. તેમાં 6 સદીનો પણ સમાવેશ થાય છે.

પુનીત બિષ્ટનો ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 343 રનનો રેકોર્ડ બ્રેક સ્કોર

પુનીત બિષ્ટનો રેકોર્ડ ફર્સ્ટ-ક્લાસ વ્યક્તિગત સ્કોર (343 રન) મેઘાલય તરફથી સિક્કિમ સામે 2018-19 રણજી ટ્રોફીમાં બન્યો હતો. પુનીત બિષ્ટ 2021માં સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ટૂર્નામેન્ટમાં 51 બોલમાં 146 રનની તેની શાનદાર ઇનિંગ માટે પણ જાણીતો છે. પુનીતની ધમાકેદાર ઇનિંગ્સના આધારે મેઘાલયે મિઝોરમ સામે 130 રને શાનદાર વિજય મેળવ્યો હતો. પુનીતે પોતાની ઇનિંગ દરમિયાન 6 ફોર અને 17 સિક્સર ફટકારી હતી.

પુનીત બિષ્ટે કહ્યું, ‘મને લાગ્યું કે સ્પર્ધાત્મક ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો આ શ્રેષ્ઠ સમય છે. જો તમે મુશ્તાક અલી T20 ને ધ્યાનમાં લો, તો મેં પ્રથમ વર્ગ અને લિસ્ટ A બંને ફોર્મેટમાં 100 થી વધુ મેચો અને લગભગ 275 (272) સ્પર્ધાત્મક મેચ રમી છે. એક ખેલાડી તરીકે હાંસલ કરવા માટે બીજું કંઈ નથી.

ક્રિકેટમાંથી સંન્યાસ લેવા અંગે પુનીત બિષ્ટે કહી આ વાત

ક્રિકટ્રેકરની રિપોર્ટ અનુસાર પુનીત બિષ્ટે સંન્યાસ અંગે જણાવતા કહ્યુ કે, ‘ મને લાગે છે કે પ્રતિસ્પર્ધી ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનો આ યોગ્ય સમય છે. 37 વર્ષના ક્રિકેટરનું માનવુ છે કે, એક ખેલાડી તરીકે તેમની માટે હવે હાંસલ કરવા માટે કઇ પણ બચ્યુ નથી. તેમની સૌથી યાદગાર ઘટના રણજી ટ્રોફીની જીત છે.’

પુનિત બિષ્ટે કહ્યુ કે, ‘મેં વિચાર્યુ કે પ્રતિસ્પર્ધી ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનો આ યોગ્ય સમય છે. જો તમે મુશ્તાક અલી ટી20ને ધ્યાનમાં રાખો તો મે ફર્સ્ટ ક્લાસ અને લિસ્ટ-એ બંને ફોર્મેટમાં 100થી વધારે મેચ અને લગભગ 275 મેચ રમી છે. એક ખેલાડી તરીકે હાંસલ કરવા મારી માટે કંઇ બાકી રહ્યુ નથી.’

આ પણ વાંચો | ODI World Cup : પાકિસ્તાનની બે મેચોનું બદલાશે શેડ્યુલ, ભારત સામે 15ના બદલે 14 ઓક્ટોબરથી જ રમવા માટે થયું રાજી

પુનીત બિષ્ટએ કહ્યુ કે, ‘હું માનું છું કે ગુડબાય કહેવાનો આ યોગ્ય સમય છે. સૌથી યાદગાર ક્ષણ રણજી ટ્રોફીની જીત છે. હું આ યાત્રાનો ભાગ બનવા બદલ BCCI, DDCA, JKCA અને મેઘાલય CAનો આભાર માનું છું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ