Virat Kohli Greatest Cricket Of 21st Century List: ક્રિકેટ ઇતિહાસમાં એક થી ચઢીયાતા એક ખેલાડી છે જેમણે પોતાની રમતના આધારે ક્રિકેટના મેદાન પર ઘણું નામ કમાવ્યું અને ક્રિકેટ ચાહકોનું જોરદાર મનોરંજન કર્યું, પરંતુ જ્યારે 21મી સદીનો સમય આવે છે ત્યારે એવા ક્રિકેટરોની કમી નથી જેમણે પોતાની ટીમ માટે સારું પ્રદર્શન કર્યું હોય તેમજ પોતાની રમતના આધારે દુનિયામાં એક મહત્વપૂર્ણ સ્થાન બનાવ્યું હોય. એક સર્વે કરવામાં આવ્યો છે જેમાં 21મી સદીના ટોપ 10 મહાન ક્રિકેટરોની પસંદગી કરવામાં આવી હતી. આ ટોપ 10 મહાન ક્રિકેટરોની યાદીમાં 3 ભારતીય છે, પરંતુ ટી-20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઇન્ડિયાને વિજેતા બનાવનાર રોહિત શર્માનું નામ તેમા સામેલ નથી.
વિરાટ કોહલી 21મી સદીનો નંબર 1 મહાન ક્રિકેટર, પરંતુ રોહિત શર્મા યાદી માંથી ગાયબ
હકીકતમાં SABC SPORT દ્વારા એક સર્વે કરવામાં આવ્યો હતો જેમાં ક્રિકેટ ચાહકો અને ક્રિકેટ એક્સપર્ટ્સે ભાગ લીધો હતો. આ તમામે વોટિંગ દ્વારા 21મી સદીના ટોપ 10 ક્રિકેટરોની પસંદગી કરી હતી અને તેમાં વિરાટ કોહલીને પ્રથમ સ્થાન મળ્યું હતું. એટલે કે આ સર્વે અનુસાર વિરાટ કોહલી 21મી સદીના મહાન ક્રિકેટરોની યાદીમાં પ્રથમ નંબર પર છે. ટોપ 10 યાદીમાં વિરાટ કોહલી ઉપરાંત ભારતના જસપ્રિત બુમરાહ 8માં સ્થાને છે, જ્યારે ટીમ ઇન્ડિયા માટે બે વર્લ્ડ કપ ટાઇટલ જીતનાર પૂર્વ કેપ્ટન એમએસ ધોની આ યાદીમાં 10મા ક્રમે છે. આશ્ચર્યની વાત એ છે કે રોહિત શર્મા આ સર્વે દ્વારા પસંદ કરવામાં આવેલા ટોપ 10 યાદીમાં સામેલ નથી.
આ યાદીમાં વિરાટ કોહલી બાદ બીજા નંબરે દક્ષિણ આફ્રિકાના પૂર્વ ખેલાડી એબી ડિવિલિયર્સ છે, જે કોહલી સાથે આઈપીએલમાં આરસીબી તરફથી રમી ચૂક્યા છે. ઈંગ્લેન્ડના પૂર્વ ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન ત્રીજા નંબર પર છે, તો શ્રીલંકાના પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન કુમાર સંગાકારા ચોથા સ્થાન પર છે. આ યાદીમાં દક્ષિણ આફ્રિકાનો પૂર્વ ફાસ્ટ બોલર ડેલ સ્ટેન પાંચમાં નંબર પર છે, જ્યારે ઓસ્ટ્રેલિયાનો સ્ટાર બેટ્સમેન સ્ટીવ સ્મિથ છઠ્ઠા નંબર પર છે. આ લિસ્ટમાં જો રૂટ સાતમાં નંબર પર છે, જ્યારે હાશિમ અમલા 9માં નંબર પર છે.
SABC SPORT દ્વારા પસંદ કરાયેલા 21મી સદીના મહાન ક્રિકેટર
- વિરાટ કોહલી (ભારત)
- એબી ડિવિલિયર્સ (સાઉથ આફ્રિકા)
- જેમ્સ એન્ડરસન (ઇંગ્લેન્ડ)
- કુમાર સંગાકારા (શ્રીલંકા)
- ડેલ સ્ટેન (સાઉથ આફ્રિકા)
- સ્ટીવ સ્મિથ (ઓસ્ટ્રેલિયા)
- જો રૂટ
- જસપ્રિત બુમરાહ (ભારત)
- હાશિમ અમલા
- એમએસ ધોની (ભારત)





