80 કરોડનો બંગલો, 10 કરોડની ઘડિયાળો, લક્ઝરી કારનો કાફલો, વિરાટ કોહલીનો છે રાજાઓ જેવો ઠાઠ

Virat Kohli Luxury Lifestyle : વિરાટ કોહલીએ 12 મેના રોજ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. સ્ટોક ગ્રોના જણાવ્યા અનુસાર વિરાટ કોહલીની નેટવર્થ હાલ 1,050 કરોડ રૂપિયા છે. જાણો કેવી છે તેની લક્ઝરી લાઇફસ્ટાઇલ

Written by Ashish Goyal
May 14, 2025 23:26 IST
80 કરોડનો બંગલો, 10 કરોડની ઘડિયાળો, લક્ઝરી કારનો કાફલો, વિરાટ કોહલીનો છે રાજાઓ જેવો ઠાઠ
વિરાટ કોહલીને મોંઘીદાટ કારનો પણ શોખ છે (Source: X/@ViratFanTeam)

Luxury Lifestyle Of Virat Kohli: વિરાટ કોહલીએ 12 મેના રોજ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. તેણે આ જાણકારી ઇન્સ્ટાગ્રામ પર આપી હતી. તેણે પોતાની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ટેસ્ટ ક્રિકેટમાં પહેલી વખત બેગી બ્લુ જર્સી પહેરવાને 14 વર્ષ થયા ગયા છે. ઇમાનદારીથી કહું તો મેં ક્યારેય વિચાર્યું ન હતું કે આ ફોર્મેટ મને કઈ સફર પર લઈ જશે. તેણે મારી પરીક્ષા લીધી, મને આકાર આપ્યો અને મને એવા પાઠ શીખવ્યા જે હું આખી જિંદગી મારી સાથે રાખીશ.

વિરાટ કોહલીની સંપત્તિ કેટલી છે?

વિરાટ કોહલી ક્રિકેટના મેદાન પર જે આક્રમકતાથી બેટિંગ કરે છે તેનાથી વિપરીત તે મેદાનની બહાર એકદમ શાંત છે. આ જ કારણ છે કે તેની સ્ટાઇલ અને વ્યક્તિત્વની ખૂબ પ્રશંસા કરવામાં આવે છે. સ્ટોક ગ્રોના જણાવ્યા અનુસાર વિરાટ કોહલીની નેટવર્થ હાલ 1,050 કરોડ રૂપિયા છે.

કોહલીને ફેશનનો શોખ છે

વિરાટ કોહલીને ફેશનનો પણ શોખ છે. કેટલીકવાર તેને લુઇ વુઇટન લગેજ સાથે જોવા મળે છે. તેમની પાસે લક્ઝરી કારથી લઈને મોંઘી ઘડિયાળોનો સ્ટોક છે. કોહલી પણ રાજા-મહારાજાની જેમ વૈભવી જીવનશૈલી જીવે છે. જો કે વિરાટ કોહલી પોતાની પત્ની અને બોલીવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે ઘણી વખત સિમ્પલ સ્ટાઇલમાં પણ જોવા મળે છે.

મોંઘીદાટ કારનો માલિક છે કોહલી

લક્ઝરી લાઈફસ્ટાઈલ જીવતા કોહલીને મોંઘીદાટ કાર્સનો પણ શોખ છે. આમ તો તેની પાસે ઘણી ગાડીઓ છે પણ તેમાં ઓડીનું કલેક્શન એકદમ ખાસ છે, જેમાં 2 ઓડી આર 8એસ, લગભગ 2.97 કરોડની ઓડી આર 8 એલએમએક્સ અને લગભગ ત્રણ કરોડની ઓડી આર 8 વી 10 પ્લસનો સમાવેશ થાય છે. વિરાટ પાસે 3-4 કરોડ રૂપિયાની બેન્ટલી કોન્ટિનેન્ટલ જીટી (Bentley Continental GT) અને લગભગ 3.41 કરોડ રૂપિયાની બેન્ટલી ફ્લાઇંગ સ્પર (Bentley Flying Spur) પણ છે, જે વિશ્વની સૌથી લક્ઝુરિયસ કાર્સમાં સામેલ છે. તેની પાસે રેન્જ રોવર કાર પણ છે, જે તેણે 2.11 કરોડ રૂપિયામાં ખરીદી હતી.

ઘડિયાળોનો પણ ખજાનો છે

વિરાટ કોહલી પાસે મોંઘી ઘડિયાળોની પણ સંપત્તિ છે, જેમાં પેટેક ફિલિપે રોઝ ગોલ્ડની (Patek Philippe Rose Gold) કિંમત 87 લાખ રૂપિયા, પરપેચ્યુઅલ કેલેન્ડર ગ્રીન વોચ (Perpetual Calendar Green Watch) 2 કરોડ રૂપિયા, યલો ગોલ્ડ રોલેક્સ ડેટોના (Yellow Gold Rolex Daytona)1 કરોડ રૂપિયાની, ઔડેમાર્સ પિગુએટની (Audemars Piguet) કિંમત 1.2 કરોડ રૂપિયા છે. સાથે જ જો તમે સૌથી મોંઘી ઘડિયાળની વાત કરીએ તો કોહલી પાસે 4.6 કરોડની કિંમતની રોલેક્સ ડેટોના રેઈનબો વોચ (Rolex Daytona Rainbow Watch) પણ છે.

આ પણ વાંચો – વિરાટ કોહલીના એવા રેકોર્ડ્સ, જેને તોડવા અશક્ય છે, આ છે આખું લિસ્ટ

પ્રીમિયમ જગ્યાએ છે ઘર

વિરાટ કોહલીએ ઘણી પ્રીમિયમ જગ્યાઓ પર રિયલ એસ્ટેટમાં પણ રોકાણ કર્યું છે. તે દિલ્હી અને મુંબઇ સહિત ઘણી જગ્યાએ મકાનો અને કેટલીક વૈભવી મિલકતો પણ ધરાવે છે.

મુંબઈના વર્લીમાં સી-ફેસિંગ એપાર્ટમેન્ટ્સ

વિરાટ કોહલી પાસે મુંબઈના વર્લીમાં સી-ફેસિંગ એપાર્ટમેન્ટમાં એક આલીશાન ફ્લેટ પણ છે, જેની કિંમત લગભગ 34 કરોડ રૂપિયા છે. અહીંથી અરબી સમુદ્રનો અદભૂત નજારો જોવા મળે છે. આ ફ્લેટ મુંબઈના ઘોંઘાટીયા ટ્રાફિકથી ઘણો દૂર છે.

ગુરુગ્રામમાં 80 કરોડ રૂપિયાનો બંગલો

વિરાટ કોહલીનો ગુરુગ્રામમાં એક આલીશાન બંગલો પણ છે, જેની કિંમત 80 કરોડ રૂપિયાથી પણ વધારે છે. તેમાં સ્વિમિંગ પૂલ, બાર સહિત વિવિધ પ્રકારની પેઇન્ટિંગ્સ અને અન્ય કલાકૃતિઓ પણ છે, જે આ સ્થળને વધુ સુંદર બનાવે છે.

મુંબઈના અલીબાગમાં હોલિડે હોમ

વિરાટ કોહલીનું મુંબઈના અલીબાગમાં એક વિશાળ અને આલીશાન ઘર પણ છે, જેમાં ચાર બેડરૂમની સાથે સાથે વેલનેસ સેન્ટર અને સ્પા પણ છે.

કોહલી આ કંપનીનો કો-ફાઉન્ડર છે

વિરાટ કોહલીએ ફેશન ઇન્ડસ્ટ્રીની સાથે સાથે રિટેલમાં પણ હાથ અજમાવ્યો છે. તે WROGN નો કો-ફાઉન્ડર હોવાની સાથે-સાથે વન8 રેસ્ટોરન્ટનો પણ સહ-સ્થાપક છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ