આઈસીસી એવોર્ડ્સ : વિરાટ કોહલી બન્યો 2023નો વન-ડે કિંગ, ICC વન-ડે ક્રિકેટર ઓફ ધ યર જાહેર

Virat Kohli Award : વિરાટ કોહલીએ શુભમન ગિલ, મોહમ્મદ શમી અને ન્યૂઝીલેન્ડના ડેરિલ મિશેલને પાછળ રાખીને આ એવોર્ડ્સ જીત્યો છે

Written by Ashish Goyal
January 25, 2024 18:44 IST
આઈસીસી એવોર્ડ્સ : વિરાટ કોહલી બન્યો 2023નો વન-ડે કિંગ, ICC વન-ડે ક્રિકેટર ઓફ ધ યર જાહેર
વિરાટ કોહલી (Express photo by Partha Paul)

ICC Award : ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીને વર્ષ 2023 માટે આઇસીસી વન-ડે મેન્સ ક્રિકેટર ઓફ ધ યર જાહેર કરવામાં આવ્યો છે. વિરાટ કોહલીના સુપર પર્ફોર્મન્સને કારણે તેને આ સન્માન છે. કોહલીની સાથે ભારતીય ખેલાડીઓ શુભમન ગિલ અને મોહમ્મદ શમી આ એવોર્ડ્સની રેસમાં હતા, જ્યારે ન્યૂઝીલેન્ડના ડેરિલ મિશેલને પણ તેના માટે નોમિનેટ કરવામાં આવ્યો હતો. કોહલીએ આ ત્રણેયને પાછળ છોડીને આ સન્માનને પોતાના નામે કરવા સફળ રહ્યો છે.

વિરાટ કોહલીએ ચોથી વખત આ એવોર્ડ જીત્યો

કોહલી તેની ક્રિકેટ કારકિર્દીમાં ચોથી વખત આઇસીસી મેન્સ ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ જીતવામાં સફળ રહ્યો હતો. તે 2012માં પ્રથમ વખત આ ટાઇટલ જીતવામાં સફળ રહ્યો હતો અને તે પછી તેણે 2017માં અને ફરી 2018માં સતત ટાઇટલ પોતાના નામે કર્યું છે. આ પછી હવે 2023માં તેણે ચોથી વખત આ સફળતા મેળવી હતી. આ વખતે વિરાટ કોહલી પોતાના બે સાથી ખેલાડીઓ ગિલ અને શમી સાથે સ્પર્ધા કરી રહ્યો હતો, જ્યારે કિવી ખેલાડી ડેરિલ મિશેલ પણ રેસમાં હતો.

આ પણ વાંચો – વિરાટ કોહલી ટેસ્ટ મેચ રમે કે ન રમે ટીમ ઇન્ડિયાની હાર-જીતમાં કંઇ ફરક પડતો નથી, આંકડામાં સમજો

2023માં વન-ડેમાં કોહલીનું પ્રદર્શન

વિરાટ કોહલીએ વર્ષ 2023માં વન-ડેમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને તેણે 27 મેચોની 24 ઇનિંગ્સમાં 72.47ની એવરેજ સાથે 1377 રન બનાવ્યા હતા. જેમાં 6 સદી અને 8 અડધી સદી સામેલ છે. આ વર્ષે તેનો શ્રેષ્ઠ સ્કોર અણનમ 166 રન હતો. આ વર્ષે રન બનાવવાના મામલે તે શુભમન ગિલ પછી બીજા નંબરે રહ્યો હતો. ગિલે 2023માં વનડેમાં સૌથી વધુ રન બનાવ્યા છે, તેણે 29 મેચમાં 1584 રન બનાવ્યા હતા. જોકે વનડે વર્લ્ડ કપ 2023માં કોહલીના પ્રદર્શને કદાચ બધાને પાછળ રાખવામાં મોટી ભૂમિકા ભજવી હતી.

વનડે વર્લ્ડ કપ 2023 માં વિરાટ કોહલીએ શાનદાર બેટિંગ કરી અને આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બન્યો હતો. આ વર્લ્ડ કપમાં તેણે 11 મેચની 11 ઇનિંગ્સમાં 3 સદી અને 6 અડધી સદીની મદદથી 95.62ની એવરેજથી 765 રન બનાવ્યા હતા. તે વર્લ્ડ કપની એક સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ બન્યો હતો. તેણે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ