/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/11/IND-vs-SA-LIVE-Score-1st-Test-Day-2.jpg)
India vs South Africa 1st Test Match 2025 Live Score in Gujarati : વિકેટની ઉજવણી કરતા ભારતીય પ્લેયર્સ (તસવીર - બીસીસીઆઈ)
IND vs SA ODI Series: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની 3 વન-ડે સિરીઝ સમાપ્ત થઇ ગઇ છે. કેએલ રાહુલની કેપ્ટન્સી હેઠળની વન ડે સિરિઝ ભારતે 2-1થી જીતી લીધી હતી. આ સિરિઝની બીજી મેચમાં ભારતને જબરજસ્ત હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ ટીમ ઈન્ડિયાએ શાનદાર વાપસી કરી અને છેલ્લી મેચમાં 9 વિકેટના મોટા અંતરથી જીત મેળવી હતી.
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી વન-ડે શ્રેણી અદભૂત રહી હતી અને બંને ટીમોએ દરેક મેચમાં રન બનાવ્યા હતા. આ વન ડે શ્રેણીમાં વિરાટ કોહલીનું બેટ સૌથી વધુ ચાલ્યું અને તે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન ન્યા, પરંતુ અન્ય બેટ્સમેનોએ પણ સારો દેખાવ કર્યો હતો. ચાલો જાણીએ કે આ વન-ડે શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનારા ટોપ 5 બેટ્સમેન કોણ હતા. તમને નવાઇ લાગશે, આ ટોપ 5 માં 4 ભારતીય બેટ્સમેન છે.
વિરાટ કોહલી 300 રન બનાવનાર એક માત્ર બેટ્સમેન
આ વન-ડે સિરીઝમાં વિરાટ કોહલી એ અદભુત બેટિંગ કરી હતી અને તેણે 3 મેચમાં 2 સદી અને એક અડધી સદી ફટકારી હતી. તેણે 151.00ની સરેરાશથી 302 રન બનાવ્યા હતા. આ સિરીઝ દરમિયાન કોહલીએ 24 ચોગ્ગા અને 12 છગ્ગા પણ ફટકાર્યા હતા અને તે સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટ્સમેન બન્યો હતો. તેનો બેસ્ટ સ્કોર 135 રનનો હતો, જ્યારે આ વન ડે શ્રેણીમાં સૌથી વધુ રન ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં સાઉથ આફ્રિકાનો મેથ્યુ બ્રીત્ઝકે બીજા ક્રમે હતો, જેમણે 3 મેચમાં 2 અડધી સદી સાથે 164 રન ફટકાર્યા હતા.
યશસ્વી જયસ્વાલે રોહિત શર્માને પાછળ છોડ્યો
ભારતીય ઓપનર યશસ્વી જયસ્વાલ આ વન ડે સિરીઝમાં સૌથી વધુ રન ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં ત્રીજા ક્રમે હતો, જેણે સદીની મદદથી 3 મેચમાં 156 રન ફટકાર્યા હતા અને તેની શ્રેષ્ઠ ઈનિંગ અણનમ 116 રન હતી. યશસ્વીએ તેની સદીના આધારે રોહિત કરતાં આગળ નીકળી ગયો હતો, જેણે 2 અડધી સદીની મદદથી 3 મેચમાં 146 રન બનાવ્યા હતા અને તેનો શ્રેષ્ઠ સ્કોર 75 રન હતો. તે જ સમયે, કેએલ રાહુલે 3 મેચમાં 126 રન બનાવ્યા હતા અને પાંચમા સ્થાને હતા.
ભારત-દક્ષિણ આફ્રિકા વન-ડે સિરીઝમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
- વિરાટ કોહલી - (302 રન)
- મેથ્યુ બ્રીત્ઝકે - (164 રન)
- યશસ્વી જયસ્વાલ - (156 રન)
- રોહિત શર્મા - (146 રન)
- કેએલ રાહુલ - (126 રન)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us