/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/06/Virat-kohli-record-in-t20-world-cup.jpg)
ટી20 વર્લ્ડકપમાં વિરાટ કોહલીના રેકોર્ડ photo - X, @imVkohli
IND vs PAK, T20 વર્લ્ડકપમાં વિરાટ કોહલી રેકોર્ડ : ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ક્રિકેટ સ્ટેડિયમમાં રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 વર્લ્ડ કપની ગ્રુપ Aની મેચ રમાવાની છે. જ્યારે ભારતે આયર્લેન્ડને હરાવીને ટૂર્નામેન્ટની જીતની શરૂઆત કરી હતી, ત્યારે પાકિસ્તાનને સહ યજમાન અમેરિકાના હાથે શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. હવે બંને ટીમો એકબીજા સામે ટકરાશે. વિરાટ કોહલીનું બેટ કટ્ટર હરીફ પાકિસ્તાન સામે બોલે છે. ફરી એકવાર કોહલી પાસેથી બધાને અપેક્ષાઓ હશે. તે જ સમયે, કોહલી આ ટીમ સામે એક ખાસ રેકોર્ડ હાંસલ કરવાની નજીક છે.
વિરાટ કોહલી રેકોર્ડ : પાંચ મેચમાં ચાર અડધી સદી
વિરાટ કોહલી 2007 T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો ભાગ નહોતો. ત્યારથી તે દરેક એડિશનમાં પાકિસ્તાન સામેની મેચોમાં રમ્યો છે. તેણે પાકિસ્તાન ટીમ સામે પાંચ ઇનિંગ્સમાં 308 રન બનાવ્યા છે. કોહલી 2012થી ટી20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની દરેક મેચ રમ્યો છે. આ ટીમ સામે તેનો રેકોર્ડ શાનદાર રહ્યો છે.
આ ટીમ સામે T20 વર્લ્ડ કપમાં કોહલી અલગ જ લયમાં જોવા મળી રહ્યો છે. કોહલીએ 2012 T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે 78 રન બનાવ્યા હતા, જ્યારે તેણે 2014માં અણનમ 36, 2016માં 55 અણનમ, 2021માં 57 રન અને 2022 T20 વર્લ્ડ કપમાં અણનમ 82 રન બનાવ્યા હતા. એટલે કે કોહલીએ ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે છેલ્લી પાંચ ઇનિંગ્સમાં ચાર અડધી સદી ફટકારી છે. એટલું જ નહીં, કોહલી ચાર મેચમાં અજેય વાપસી કરી ચૂક્યો છે અને જ્યારે પણ તે અપરાજિત રહ્યો છે ત્યારે ભારતીય ટીમે તે મેચ જીતી છે.
આ પણ વાંચોઃ-આઉટ થયા પછી પ્રશંસકોની કોમેન્ટ પર ભડક્યો પાકિસ્તાન ક્રિકેટર આઝમ ખાન, જુઓ VIDEO
પાકિસ્તાન સામે 500 રન પૂરા કરવાથી 12 રન દૂર છે
કોહલી પાકિસ્તાન સામે T20માં 500 રન પૂરા કરવાથી માત્ર 12 રન દૂર છે. જો કોહલી રવિવારે 12 રન બનાવવામાં સફળ રહે છે તો તે આ ટીમ સામે ટી20માં 500 રન પૂરા કરનાર પ્રથમ ખેલાડી બની જશે. પાકિસ્તાન ચોથો દેશ હશે જેની સામે કોહલી T20માં 500 રન બનાવવાની સિદ્ધિ હાંસલ કરશે. ભારતીય ટીમના આ પૂર્વ કેપ્ટને ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ સામે આ કારનામું કર્યું છે. કોહલીએ અત્યાર સુધી પાકિસ્તાન વિરૂદ્ધ 10 T20 મેચમાં 488 રન બનાવ્યા છે.
મેલબોર્નમાં કોહલીએ હિંમતભરી ઇનિંગ રમી હતી
જ્યારે પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 વર્લ્ડ કપની મેચની વાત થાય છે, ત્યારે 2022માં મેલબોર્નમાં રમાયેલી ઐતિહાસિક ઇનિંગ્સની ચર્ચા પહેલા કરવામાં આવશે. તે મેચમાં પાકિસ્તાને ભારતને 160 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ જવાબમાં ભારતીય ટીમનો દાવ સમેટાઈ ગયો હતો. તે સમયે કોહલીએ શાનદાર ઇનિંગ રમી હતી અને તે 53 બોલમાં 82 રન બનાવ્યા બાદ અણનમ રહ્યો હતો અને કોહલીએ ભારત માટે તે મેચ જીતી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us