/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/06/virat-kohli-retires-from-t20i-cricket.jpg)
વિરાટ કોહલીએ ચેમ્પિયન બનતાની સાથે જ ટી 20માંથી નિવૃત્તિની જાહેરાત કરી (તસવીર - આઈસીસી)
virat kohli retires from t20i cricket : રોહિત શર્માની કેપ્ટનશિપમાં ભારતીય ક્રિકેટ ટીમે ટી 20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવીને બીજી વખત ટી 20 વર્લ્ડ ચેમ્પિયન બનવાની સિદ્ધિ મેળવી છે. ફાઇનલ મેચમાં ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ટીમ માટે 76 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી અને તેની આ ઇનિંગ માટે તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. ભારતના ચેમ્પિયન બન્યા બાદ વિરાટ કોહલીએ ટી 20ના ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.
કોહલીએ ટી 20માંથી નિવૃત્તિની જાહેરાત કરી
ભારત બીજી વખત ટી-20 વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે ત્યારે કોહલીએ મેચ પછી ટી 20માંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. કોહલીએ કહ્યું કે આ મારો છેલ્લો ટી 20 વર્લ્ડ કપ હતો અને અમે જેમ ઇચ્છતા હતા તે પ્રમાણે જ થયું છે. ભારત માટે પણ આ મારી છેલ્લી ટી 20 મેચ હતી.
કોહલીએ વધુમાં કહ્યું કે આગામી પેઢી માટે ટી-20 રમતને આગળ વધારવાનો સમય આવી ગયો છે. આઈસીસીનું ટાઇટલ જીતવા માટે લાંબા સમયથી રાહ જોઇ છે. જો તમે રોહિત શર્મા પર નજર નાખો તો તે નવ ટી 20 વર્લ્ડ કપ રમ્યો છે અને મારા માટે આ છઠ્ઠો ટી 20 વર્લ્ડ કપ હતો અને તે જીતવાનો હકદાર હતો.
આ પણ વાંચો - ભારત ટી 20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન, દક્ષિણ આફ્રિકા ફરી ચોકર્સ, સપનું રોળાયું
વિરાટ કોહલીની ટી 20 ક્રિકેટ કારકિર્દી
વિરાટ કોહલીના ટી 20 ક્રિકેટ કારકિર્દીની વાત કરીએ તો તેણે 125 મેચની 117 ઇનિંગ્સમાં 48.69ની એવરેજ સાથે 4188 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે એક સદી અને 38 અડધી સદી ફટકારી હતી. વિરાટ કોહલીનો આ ફોર્મેટમાં સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 122 રન હતો. વિરાટ કોહલી 31 વખત અણનમ રહ્યો છે. તેણે 369 ફોર અને 124 સિક્સર ફટકારી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us