scorecardresearch

કોહલીએ ગેલને પછાડ્યો, હવે જયવર્ધનનો રેકોર્ડ તોડવાનો બાકી, રોહિત શર્માએ પણ તેંડુલકરની કરી બરાબરી

T20 World Cup, India vs Netherlands: ટી-20 વર્લ્ડ કપમાં ભારત અને નેધરલેન્ડ વચ્ચેની મેચમાં વિરાટ કોહલી (Virat kohli) એ ક્રિસ ગેઈલ (Chris Gayle) નો રેકોર્ડ (Record) તોડ્યો, તો રોહિત શર્મા (Rohit Sharma) એ સચિન તેંડુલકર (sachin tendulkar) ના રેકોર્ડની કરી બરાબરી.

કોહલીએ ગેલને પછાડ્યો, હવે જયવર્ધનનો રેકોર્ડ તોડવાનો બાકી, રોહિત શર્માએ પણ તેંડુલકરની કરી બરાબરી
ટી-20 વર્લ્ડ કપમાં વિરાટ કોહલી અને રોહિત શર્માએ રેકોર્ડ બનાવ્યો (સોર્સ – ટ્વીટર/@T20WorldCup)

T20 World Cup, India vs Netherlands: સ્ટાર ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીએ T20 વર્લ્ડ કપ 2022 ની 23મી મેચમાં નેધરલેન્ડ સામે 62 રનની અણનમ ઇનિંગ રમી હતી. જેમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે. કોહલીએ આ વર્લ્ડ કપમાં સતત બીજી અડધી સદી ફટકારી હતી. તેની શાનદાર ઇનિંગ્સને કારણે, તેણે 2019 પછી પ્રથમ વખત એક કેલેન્ડર વર્ષમાં 1000 આંતરરાષ્ટ્રીય રનનો આંકડો પાર કર્યો. બીજી તરફ રોહિત શર્માએ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના રેકોર્ડની બરાબરી કરી લીધી છે.

2022માં, વિરાટ કોહલીએ હવે 28 મેચની 31 ઇનિંગ્સમાં 39.38ની એવરેજથી 1,024 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટથી એક સદી અને નવ અડધી સદી ફટકારવામાં આવી છે. આમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 122 રન હતો. વિરાટ કોહલી વર્ષ 2020 અને 2021માં 1000 આંતરરાષ્ટ્રીય રનના આંકડા સુધી સ્પર્શી શક્યો ન હતો. આ દરમિયાન તે ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો હતો.

એટલું જ નહીં નેધરલેન્ડ સામેની મેચમાં વિરાટ કોહલીએ ક્રિસ ગેલને પણ પાછળ છોડી દીધો હતો. તો, ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન રોહિત શર્મા પણ T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં ચોથા નંબર પર પહોંચી ગયો છે. તેણે શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર તિલકરત્ને દિલશાનને પાછળ છોડી દીધો. રોહિત શર્માના હવે 35 મેચમાં 904 રન છે. તેણે ICC ટૂર્નામેન્ટમાં 23મી વખત અડધી સદી ફટકારી અને સચિન તેંડુલકરના રેકોર્ડની બરાબરી કરી. વિરાટ કોહલી 25 અડધી સદી સાથે ટોચ પર છે.

આ મામલામાં વિરાટ કોહલીએ હવે વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ક્રિકેટર ક્રિસ ગેલને પછાડીને હવે બીજા નંબર પર પહોંચી ગયો છે. વિરાટ કોહલીના હવે T20 વર્લ્ડ કપમાં 23 મેચમાં 989 રન છે. વિરાટ કોહલી હવે ટોચના ક્રમાંકિત શ્રીલંકાના મહેલા જયવર્દને કરતાં માત્ર 27 રન પાછળ છે. મહેલા જયવર્દને તેની કારકિર્દી દરમિયાન T20 વર્લ્ડ કપમાં 31 મેચ રમી હતી. જેમાં તેણે 1016 રન બનાવ્યા હતા.

સિડનીના સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 27 ઓક્ટોબર 2022 ના રોજ ભારત અને નેધરલેન્ડ્સ સામેની મેચ વિશે વાત કરતા, રોહિત શર્માએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. ટીમ ઈન્ડિયાએ રોહિત શર્મા, વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવની અડધી સદીની મદદથી 20 ઓવરમાં 2 વિકેટે 179 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી નેધરલેન્ડની ટીમ 20 ઓવરમાં નવ વિકેટે 123 રન જ બનાવી શકી હતી.

Web Title: Virat kohli t20 world cup record chris gayle mahela jayawardene rohit sharma sachin tendulkar

Best of Express