Virat Kohli Records: ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી નામ મુજબ જ ક્રિકેટ ઇતિહાસમાં વિરાટ છે. ટી 20 હોય કે ટેસ્ટ વિરાટ કોહલીનું બેટ બોલ્યા વગર રહે જ નહીં. ટૂંકા ગાળામાં અને ઓછી મેચમાં અનેક મોટા રેકોર્ડ પોતાને નામ કરનાર વિરાટ કોહલી પણ એક તબક્કે વિરાટ માંથી વામન થઇ ગયો હતો. જાણે કે એ અંદરથી તૂટી ગયો હોય અમે એનું બેટ બોલતું સાવ બંધ થઇ ગયું હતું. આ તબક્કો વિરાટ કોહલી માટે જાણે કરિયરનો સૌથી દુ:ખદાયક રહ્યો.
વિરાટ કોહલી ક્રિકેટ ઇતિહાસનું વિરાટ વ્યક્તિત્વ છે. શ્રીલંકા સામેની પ્રથમ વન ડે મેચમાં 87 બોલમાં 113 રન કરી વિરાટે 45 મી સદી કરી ટીકા કરનારાઓની બોલતી બંધ કરી. આ સદી સાથે વિરાટ કોહલી વન ડે વર્લ્ડ રેકોર્ડમાં વધુ સદી કરવા મામલે બીજા સ્થાને આવી ગયો. પરંતુ એક તબક્કો એવો રહ્યો હતો કે ભારતનો આ મહાન ખેલાડી વિરાટ માંથી વામન લાગતો હતો.
વિરાટ કોહલી માટે વન ડે ક્રિકેટમાં ડેબ્યુ કર્યાના વર્ષ 2008 પછીના દરેક વર્ષમાં એણે સદી નોંધાવી છે અને એકંદરે સારો દેખાવ કર્યો છે. પરંતુ વર્ષ 2020 અને 2021 વિરાટ કોહલીની કરિયરના સૌથી ખરાબ વર્ષ રહ્યા છે. જાણે કે આ સમયગાળા દરમિયાન વિરાટનું બેટ શાંત થઇ ગયું હતું. આ બે વર્ષ દરમિયાન વિરાટે એક પણ સદી નોંધાવી ન હતી.
વર્ષ ઇનિંગ્સ રન બોલ સરેરાશ સ્ટ્રાઇક રેટ હાઇએસ્ટ 50 100 4s 6s 2008 5 159 239 31.8 66.5 54 1 0 21 1 2009 8 325 385 54.2 84.4 107 2 1 36 3 2010 23 995 1,169 47.4 85.1 118 7 3 90 4 2011 34 1,381 1,614 47.6 85.6 117 8 4 127 7 2012 17 1,026 1,094 68.4 93.8 183 3 5 92 7 2013 30 1,268 1,300 52.8 97.5 115 7 4 138 20 2014 20 1,054 1,058 58.6 99.6 139 5 4 94 20 2015 20 623 773 36.6 80.6 138 1 2 44 8 2016 10 739 739 92.4 100 154 4 3 62 8 2017 26 1,460 1,473 76.8 99.1 131 7 6 136 22 2018 14 1,202 1,172 133.6 102.6 160 3 6 123 13 2019 25 1,377 1,429 59.9 96.4 123 7 5 133 8 2020 9 431 467 47.9 92.3 89 5 0 35 5 2021 3 129 149 43 86.6 66 2 0 10 1 2022 11 302 347 27.5 87 113 2 1 32 2 2023 1 113 87 113 129.9 113 0 1 12 1 ટોટલ 256 12584 13495 57.7 93.2 183 64 45 1185 130
વિરાટ કોહલી માટે 2021 સૌથી ખરાબ
વર્ષ 2020 માં કુલ 431 રન કર્યા હતા. જ્યારે વર્ષ 2021 તો જાણે એકદમ ખરાબ રહ્યું હતું અને માંડ 129 રન જ કરી શક્યો હતો. આ વર્ષે સ્ટ્રાઇક રેટ પણ અગાઉના વર્ષોની સરખામણીએ સૌથી ઓછો 86.6 ટકા જ રહ્યો હતો. આખા વર્ષ દરમિયાન માંડ એક સિક્સ ફટકારી હતી અને 10 ફોર લગાવી હતી.

વિરાટ કોહલી માટે 2017 રહ્યું બેસ્ટ
વિરાટ કોહલી માટે વર્ષ 2017 સૌથી બેસ્ટ રહ્યું હતું. 26 ઇનિંગ્સમાં 99.1 સ્ટ્રાઇક રેટ સાથે 1460 રન કર્યા હતા. સાથોસાથ આ વર્ષમાં વિરાટ કોહલીએ સૌથી વધુ 6 સદી ફટકારી હતી. આ વર્ષ દરમિયાન વિરાટે સૌથી વધુ 22 સિક્સ લગાવી હતી. જ્યારે 136 ફોર મારી હતી. આ વર્ષ દરમિયાન વિરાટનો હાઇએસ્ટ સ્કોર પણ 131 રન રહ્યો હતો અને 7 અર્ધ સદી પણ નોંધાવી હતી.
વિરાટ કોહલી 45 સદી સાથે બીજા સ્થાને
વન ડે ક્રિકેટમાં શ્રીલંકા ખાતેથી વર્ષ 2008 માં પ્રથમ એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમ્યો હતો. સમયની સાથે વિરાટનું બેટ બોલતું ગયું અને એક પછી એક રેકોર્ડ વિરાટને નામ થતા ગયા. વન ડે ક્રિકેટની વાત કરીએ તો વિરાટે અત્યાર સુધીમાં 267 મેચ રમ્યો છે. જેમાં 39 વખત નોટ આઉટ રહ્યો છે અને 93.25 સ્ટ્રાઇક રેટથી 12584 રન બનાવ્યા છે. જેમાં વિરાટે 45 સદી ફટકારી છે અને 64 હાફ સદી કરી છે.





