scorecardresearch

Virat Kohli ODI Records: વિરાટ કોહલી વન ડે ક્રિકેટનો કિંગ, પરંતુ વર્ષ 2021 વિરાટ માટે વામન, આખા વરસમાં માત્ર 129 રન

Virat Kohli News in Gujarati: વિરાટ કોહલી ભારતીય ક્રિકેટનો વિરાટ ખેલાડી છે. ટી-20, વન ડે હોય કે ટેસ્ટ મેચ વિરાટ કોહલીના નામ અનેક રેકોર્ડ છે. પરંતુ વિરાટ માટે છેલ્લા બે વર્ષ ઘણા કઠીન રહ્યા.

Virat Kohli ODI Records: વિરાટ કોહલી વન ડે ક્રિકેટનો કિંગ, પરંતુ વર્ષ 2021 વિરાટ માટે વામન, આખા વરસમાં માત્ર 129 રન
વિરાટ કોહલીએ 87 બોલમાં 12 ફોર અને 1 સિક્સરની મદદથી 113 રન બનાવ્યા (તસવીર – ટ્વિટર)

Virat Kohli Records: ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી નામ મુજબ જ ક્રિકેટ ઇતિહાસમાં વિરાટ છે. ટી 20 હોય કે ટેસ્ટ વિરાટ કોહલીનું બેટ બોલ્યા વગર રહે જ નહીં. ટૂંકા ગાળામાં અને ઓછી મેચમાં અનેક મોટા રેકોર્ડ પોતાને નામ કરનાર વિરાટ કોહલી પણ એક તબક્કે વિરાટ માંથી વામન થઇ ગયો હતો. જાણે કે એ અંદરથી તૂટી ગયો હોય અમે એનું બેટ બોલતું સાવ બંધ થઇ ગયું હતું. આ તબક્કો વિરાટ કોહલી માટે જાણે કરિયરનો સૌથી દુ:ખદાયક રહ્યો.

વિરાટ કોહલી ક્રિકેટ ઇતિહાસનું વિરાટ વ્યક્તિત્વ છે. શ્રીલંકા સામેની પ્રથમ વન ડે મેચમાં 87 બોલમાં 113 રન કરી વિરાટે 45 મી સદી કરી ટીકા કરનારાઓની બોલતી બંધ કરી. આ સદી સાથે વિરાટ કોહલી વન ડે વર્લ્ડ રેકોર્ડમાં વધુ સદી કરવા મામલે બીજા સ્થાને આવી ગયો. પરંતુ એક તબક્કો એવો રહ્યો હતો કે ભારતનો આ મહાન ખેલાડી વિરાટ માંથી વામન લાગતો હતો.

વિરાટ કોહલી માટે વન ડે ક્રિકેટમાં ડેબ્યુ કર્યાના વર્ષ 2008 પછીના દરેક વર્ષમાં એણે સદી નોંધાવી છે અને એકંદરે સારો દેખાવ કર્યો છે. પરંતુ વર્ષ 2020 અને 2021 વિરાટ કોહલીની કરિયરના સૌથી ખરાબ વર્ષ રહ્યા છે. જાણે કે આ સમયગાળા દરમિયાન વિરાટનું બેટ શાંત થઇ ગયું હતું. આ બે વર્ષ દરમિયાન વિરાટે એક પણ સદી નોંધાવી ન હતી.

વર્ષઇનિંગ્સરનબોલસરેરાશસ્ટ્રાઇક રેટહાઇએસ્ટ501004s6s
2008515923931.866.55410211
2009832538554.284.410721363
2010239951,16947.485.111873904
2011341,3811,61447.685.6117841277
2012171,0261,09468.493.818335927
2013301,2681,30052.897.51157413820
2014201,0541,05858.699.6139549420
20152062377336.680.613812448
20161073973992.410015443628
2017261,4601,47376.899.11317613622
2018141,2021,172133.6102.61603612313
2019251,3771,42959.996.4123751338
2020943146747.992.38950355
202131291494386.66620101
20221130234727.58711321322
2023111387113129.911301121
ટોટલ256125841349557.793.218364451185130
વિરાટ કોહલી વન ડે કરિયર ઇન્ફો

વિરાટ કોહલી માટે 2021 સૌથી ખરાબ

વર્ષ 2020 માં કુલ 431 રન કર્યા હતા. જ્યારે વર્ષ 2021 તો જાણે એકદમ ખરાબ રહ્યું હતું અને માંડ 129 રન જ કરી શક્યો હતો. આ વર્ષે સ્ટ્રાઇક રેટ પણ અગાઉના વર્ષોની સરખામણીએ સૌથી ઓછો 86.6 ટકા જ રહ્યો હતો. આખા વર્ષ દરમિયાન માંડ એક સિક્સ ફટકારી હતી અને 10 ફોર લગાવી હતી.

વિરાટ કોહલી વન ડે કરિયર – કયા વર્ષમાં કેટલા રન કર્યા?

વિરાટ કોહલી માટે 2017 રહ્યું બેસ્ટ

વિરાટ કોહલી માટે વર્ષ 2017 સૌથી બેસ્ટ રહ્યું હતું. 26 ઇનિંગ્સમાં 99.1 સ્ટ્રાઇક રેટ સાથે 1460 રન કર્યા હતા. સાથોસાથ આ વર્ષમાં વિરાટ કોહલીએ સૌથી વધુ 6 સદી ફટકારી હતી. આ વર્ષ દરમિયાન વિરાટે સૌથી વધુ 22 સિક્સ લગાવી હતી. જ્યારે 136 ફોર મારી હતી. આ વર્ષ દરમિયાન વિરાટનો હાઇએસ્ટ સ્કોર પણ 131 રન રહ્યો હતો અને 7 અર્ધ સદી પણ નોંધાવી હતી.

વિરાટ કોહલી 45 સદી સાથે બીજા સ્થાને

વન ડે ક્રિકેટમાં શ્રીલંકા ખાતેથી વર્ષ 2008 માં પ્રથમ એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમ્યો હતો. સમયની સાથે વિરાટનું બેટ બોલતું ગયું અને એક પછી એક રેકોર્ડ વિરાટને નામ થતા ગયા. વન ડે ક્રિકેટની વાત કરીએ તો વિરાટે અત્યાર સુધીમાં 267 મેચ રમ્યો છે. જેમાં 39 વખત નોટ આઉટ રહ્યો છે અને 93.25 સ્ટ્રાઇક રેટથી 12584 રન બનાવ્યા છે. જેમાં વિરાટે 45 સદી ફટકારી છે અને 64 હાફ સદી કરી છે.

Web Title: Virat kohli world record with 45 centuries in odi cricket but the year 2021 was bad

Best of Express