West indies vs India 3rd ODI: વેસ્ટ ઇન્ડિઝ સામે ભારત 2-1 થી વન ડે શ્રેણી જીત્યું, ઇશાન, ગિલ, સંજૂ અને હાર્દિક પંડ્યાની ફિફ્ટી

West indies vs India 3rd ODI live score updates: વેસ્ટ ઇન્ડિઝ અને ભારત વચ્ચેની ત્રણ મેચની વન ડે સીરીઝમાં 3જી મેચમાં ભારતે મોટી જીત મેળવી શ્રેણી 2-1 થી જીતી વેસ્ટ ઇન્ડિઝને એની જ ધરતી પર પરાજિત કર્યું.

Written by Haresh Suthar
August 02, 2023 02:25 IST
West indies vs India 3rd ODI: વેસ્ટ ઇન્ડિઝ સામે ભારત 2-1 થી વન ડે શ્રેણી જીત્યું, ઇશાન, ગિલ, સંજૂ અને હાર્દિક પંડ્યાની ફિફ્ટી
WI vs IND: વેસ્ટ ઇન્ડિઝ વિરૂધ્ધની 3જી વન ડેમાં ભારતની મોટી જીત

West indies vs India 3rd ODI live score: ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ત્રણ મેચની વન ડે સીરીઝનો નિર્ણાયક મુકાબલો ત્રિનિદાદના બ્રાયન લારા સ્ટેડિયમ ખાતે મંગળવારે રમાયો. વેસ્ટ ઇન્ડિઝે ટોસ જીતી પહેલા બોલિંગ લેવાનો નિર્ણય લીધો. પહેલા બેટિંગ કરતાં ભારતીય ટીમે મજબૂત રમત બતાવી અને 50 ઓવરમાં 5 વિકેટ પર 351 રન બનાવ્યા. ભારતે વેસ્ટ ઇન્ડિઝને 151 રનમાં ઓલ આઉટ કરી દેતાં 200 રનથી ભવ્ય જીત મેળવી.

ટીમ ઇન્ડિયાનો હાઇએસ્ટ સ્કોર

ભારતીય ટીમનો વન ડે ઇતિહાસમાં વેસ્ટ ઇન્ડિઝ ધરતી પર આ સૌથી મોટો સ્કોર છે. આ પહેલા વર્ષ 2019 માં કિંગ્સ્ટનમાં ભારતે વેસ્ટ ઇન્ડિઝ વિરૂધ્ધ 6 વિકેટ પર 339 રન બનાવ્યા હતા. ભારતીય ટીમના આ મોટા સ્કોરમાં ટીમ ઇન્ડિયાના ચાર બેટ્સમેન ઇશાન કિશન, શુભમન ગિલ, સંજૂ સૈમસન, હાર્દિક પંડ્યાએ ફિફ્ટી ફટકારી ટીમને મોટો સ્કોર આપ્યો.

ઇશાન, ગિલ, સંજૂ અને હાર્દિકની ફિફ્ટી

ઇશાન કિશને 64 બોલમાં 77 રન, શુભમન ગિલ 92 બોલમાં 85 રન, સંજૂ સૈમસન 41 બોલમાં 51 રન અને હાર્દિક પંડ્યાએ 52 બોલમાં 70 રન બનાવી અણનમ રહ્યો. હાર્દિક પંડ્યાએ છેલ્લી ઓવરોમાં ધૂંઆધાર બેટિંગ કરી પ્રેક્ષકોના દિલ જીત્યા હતા. સૂર્યકુમાર યાદવે 30 બોલમાં 35 રનની સ્ફોટક બેટિંગ કરી હતી.

મુકેશ કુમારે બોલિંગમાં પાવર બતાવ્યો

ભારતીય બેટ્સમેનોની ધૂંઆધાર બેટિંગ બાદ ભારતીય બોલર્સ પણ મેદાનમાં કમાલ બતાવી ગયા. ભારતીય બોલરોએ શરુઆતથી જ વેસ્ટ ઇન્ડિઝ બેટ્સમેનો પર પકડ બનાવી રાખી અને શરૂઆતની ઓવર્સમાં જ વેસ્ટ ઇન્ડિઝની પારી લથડી ગઇ. ભારતીય યુવા બોલર મુકેશ કુમારે પહેલી ઓવરમાં જ બ્રાડોન કિંગને શૂન્ય રન પર આઉટ કરી પવેલિયન મોકલી દીધો.

વેસ્ટ ઇન્ડિઝના બેટ્સમેન ટકી ન શક્યા

મુકેશ કુમારે ફરી એકવાર વેસ્ટ ઇન્ડિઝને ત્રીજી ઓવરમાં બીજો ઝટકો આપ્યો. ત્રીજી ઓવરના આખરી બોલ પર કે માયર્સને ક્લિન બોલ્ડ કર્યો. વેસ્ટ ઇન્ડિઝ શરૂઆતની ત્રણ ઓવરમાં 7 રન પર ત્રણ વિકેટ ગુમાવી ચૂક્યુ. ત્યારે બાદ સાતમી ઓવરમાં હોપ, 11મી ઓવરમાં કે કાર્ટી, 12મી ઓવરમાં હેટમાયર, 14મી ઓવરમાં શેફર્ડ, 22મી ઓવરમાં એથાન્ઝે અને 24મી ઓવરમાં વાય કેરીયાહની વિકેટ પડી. નવમી વિકેટની ભાગીદારી થોડી જામી હતી જોકે 34મી ઓવરમાં શાર્દુલ ઠાકુરના બોલ પર જોસેફ આઉટ થયો. 36મી ઓવરમાં શાર્દુલ ઠાકુરે જયદેન સિલ્સને બોલ્ડ કર્યો.

ભારતે 2-1 થી વન ડે શ્રેણી જીતી

ભારત તરફતી બોલિંગ કરતાં મુકેશ કુમારે ત્રણ વિકેટ ઝડપી. જ્યારે શાર્દુલ ઠાકુર ચાર, કુલદીપ યાદવ બે અને જયદેવ ઉનડકટને એક વિકેટ મળી હતી. ભારતે વેસ્ટ ઇન્ડિઝને કારમો પરાજય આપી ત્રણ વન ડે મેચની સીરીઝ જીતી વિદેશની ધરતી પર વધુ એક શ્રેણી જીતી પોતાનો દબદબો યથાવત રાખ્યો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ