who is sachin yadav : વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025માં ગુરુવારે નીરજ ચોપડાનું પ્રદર્શન સાધારણ રહ્યું હતું. બીજી તરફ બાગપતના ખેકડાના સચિન યાદવે શાનદાર પ્રદર્શન કર્યું હતું. 25 વર્ષીય સચિને ટોક્યોમાં યોજાયેલી ચેમ્પિયનશિપમાં પ્રથમ પ્રયાસમાં કારકિર્દીનો સર્વશ્રેષ્ઠ 86.27 મીટર થ્રો કર્યો હતો. 6 માંથી ચાર પ્રયાસોમાં તેણે 84 મીટરથી વધુના થ્રો કર્યા હતા. જોકે તે ભારતને મેડલ અપાવી શક્યો ન હતો. તે સહેજ માટે મેડલથી વંચિત રહ્યો હતો અને ચોથા ક્રમે રહ્યો હતો.
સચિને ભૂતપૂર્વ ચેમ્પિયન નીરજ કરતાં સારો દેખાવ કર્યો હતો. નીરજ ચોપડાએ પ્રથમ રાઉન્ડમાં 83.65 મીટર, બીજા રાઉન્ડમાં 84.03 મીટર, ત્રીજા રાઉન્ડમાં ફાઉલ થયો હતો. ચોથા રાઉન્ડમાં 82.86 મીટરનો થ્રો કર્યો હતો. પાંચમો અને આખરી પ્રયાસ ફાઉલ થયો હતો. સચિને પ્રથમ રાઉન્ડમાં 86.27 મીટર ફેંક્યો હતો. બીજો પ્રયાસ ફાઉલ હતો. ત્રીજો પ્રયાસ 85.71 મીટર હતો. ચોથો પ્રયાસ 84.90 મીટરનો હતો. પાંચમો પ્રયાસ 85.96 મીટર અને છઠ્ઠો પ્રયાસ 80.95 મીટરનો હતો. વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સચિનની સફર ખૂબ જ રસપ્રદ રહી છે.
સચિન યાદવ સરકારી નોકરીની તૈયારી કરતો હતો
2019 સુધી સચિન પોતાના ગામમાં ટેનિસ બોલ ક્રિકેટ રમતો હતો. તે સરકારી નોકરીની પરીક્ષા પાસ કરવા માટે કોચિંગ ક્લાસ કરતો હતો. 6 ફૂટ 4 ઇંચનો સચિન ફાસ્ટ બોલર અને ફ્લોટર બેટ્સમેન હતો. તે ટાઇમપાસ માટે ક્રિકેટ રમતો હતો. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ તેણે કહ્યું કે ક્રિકેટ માત્ર રવિવારે ટાઇમ પાસ માટે હતું. મને ઉચ્ચ સ્તરે રમવાની કોઈ ઇચ્છા ન હતી.
સચિન ટેનિસ બોલ ક્રિકેટથી જેવલિન થ્રોઅર બન્યો
સ્થાનિક જેવલીન થ્રો કોચ સંદીપ યાદવે સચિનની પ્રતિભાને ઓળખી હતી. સંદીપે સંયોગથી એક ટેનિસ બોલ ક્રિકેટ મેચ જોઇ હતી અને જેમાં સચિન રમી રહ્યો હતો. 6 ફૂટ 4 ઇંચ ઊંચા, સચિનની હાથની ગતિ શાનદાર હતી. સંદીપે આ વાત નોંધી અને થોડાક જ અઠવાડિયામાં સચિને ટેનિસ બોલને બદલે વાંસના ભાલાને અપનાવી લીધું હતું.
આ પણ વાંચો – વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં નીરજ ચોપડાનું નિરાશાજનક પ્રદર્શન, સચિન યાદવ થોડા માટે મેડલ ચુક્યો
વાંસના ભાલાથી પ્રથમ થ્રો
સચિનને જેવલિન થ્રોમાં લાવવા માટે સંદીપે સખત મહેનત કરવી પડી હતી. ખેકડની એક ખાનગી શાળાના મેદાનમાં સંદીપ કેટલાક ભાલા ફેંકનારાઓને તાલીમ આપતો હતો. સચિને અહીં વાંસના ભાલાથી પોતાનો પહેલો થ્રો ફેંક્યો હતો. તે 57 મીટર થ્રો હતો અને સંદીપ સરે મને કહ્યું કે તે એક શાનદાર શરૂઆત હતી.
સંદીપ વીડિયો દ્વારા ટ્રેનિંગ આપતા હતા
પછીના બે વર્ષ સુધી સચિને સ્કૂલના મેદાનમાં તાલીમ લીધી. ઉત્તર પ્રદેશ પોલીસમાં ફરજ બજાવતા સંદીપ જ્યારે ડ્યુટી પર હતો ત્યારે તે વીડિયો દ્વારા કોચિંગ આપતા હતા. સંદીપ ઇચ્છતો હતો કે સચિનને ખેકડાથી દૂર વધુ સારા ટ્રેનિંગ સેન્ટરમાં જવાની તક મળે. આ માટે તેમણે ટોક્યો પેરાલિમ્પિકના ગોલ્ડ મેડલ વિજેતા સુમિત અંતિલના કોચ નવલ સિંહનો સંપર્ક કર્યો. નવલ દિલ્હીના જેએલએન સ્ટેડિયમમાં એથ્લીટ્સને ટ્રેનિંગ આપતા હતો અને સચિન દિલ્હી ગયો હતો.





