વિઝડને 21મી સદીની વર્લ્ડ ટેસ્ટ ઇલેવન પસંદગી કરી, સચિન, લારા, કોહલીને સ્થાન નહીં

Wisden world test XI of 21st century : એશિયા કપ 2025ની વચ્ચે વિઝડને પોતાની બેષ્ટ 21મી સદીની વર્લ્ડ ટેસ્ટ ઈલેવનની પસંદગી કરી છે જેમાં ભારતના માત્ર બે ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે

Written by Ashish Goyal
September 11, 2025 22:05 IST
વિઝડને 21મી સદીની વર્લ્ડ ટેસ્ટ ઇલેવન પસંદગી કરી, સચિન, લારા, કોહલીને સ્થાન નહીં
સચિન તેંડુલકર અને વિરાટ કોહલી (Express Photo by Kevin D'Souza)

Wisden picks the world test XI of the 21st century : એશિયા કપ 2025ની વચ્ચે વિઝડને પોતાની બેષ્ટ 21મી સદીની વર્લ્ડ ટેસ્ટ ઈલેવનની પસંદગી કરી છે જેમાં ભારતના માત્ર બે ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. સચિન તેંડુલકર, વિરાટ કોહલી અને બ્રાયન લારાને આ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી, જે એકદમ ચોંકાવનારું છે.

સેહવાગ-સ્મિથને ઓપનર બનાવ્યા

આ સિવાય વિઝડને તેની ટીમમાં કોઈ પાકિસ્તાની ખેલાડીને સામેલ કર્યો નથી. વિઝડને તેમની ટીમમાં ઓપનર તરીકે ભારતના ભૂતપૂર્વ ખેલાડી વીરેન્દ્ર સેહવાગ અને સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ ખેલાડી ગ્રીમ સ્મિથને સામેલ કર્યા છે. ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ લેજન્ડ રિકી પોન્ટિંગને આ ટીમમાં ત્રીજા ક્રમે સ્થાન આપવામાં આવ્યું છે.

વિઝડને બેટીંગ ઓર્ડરમાં ચોથા ક્રમે હાલમાં ટેસ્ટ ક્રિકેટમાં સક્રિય સ્ટીવ સ્મિથનો સમાવેશ કર્યો છે. સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર જેક કાલીસને આ ટીમમાં પાંચમા ક્રમે રાખવામાં આવ્યો છે, જે ઓલરાઉન્ડર છે. સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ ખેલાડી એબી ડી વિલિયર્સને છઠ્ઠા ક્રમે બેટીંગ ક્રમમાં મૂકવામાં છે, જ્યારે આ ટીમમાં એડમ ગિલક્રિસ્ટને વિકેટકિપર તરીકે રાખવામાં આવ્યો હતો.

આ પણ વાંચો – ક્રિકેટર રિંકુ સિંહે જણાવ્યું કે પ્રિયા સરોજ સાથે કેવી રીતે થઇ હતી પ્રેમની શરૂઆત, જુઓ VIDEO

ભૂતપૂર્વ કાંગારુ લેજન્ડ શેન વોર્નને વિઝડનની ટીમમાં સ્પિનર તરીકે સામેલ કરવામાં છે. જ્યારે ત્રણ ખેલાડીઓને ફાસ્ટ બોલર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા, જેમાં ડેલ સ્ટેન, પેટ કમિન્સ અને જસપ્રીત બુમરાહનો સમાવેશ થાય છે. આ ટીમમાં ચાર ફાસ્ટ બોલર અને એક સ્પિનરને રાખવામાં આવ્યા છે જ્યારે સ્પિન ઓલરાઉન્ડર તરીકે કોઈને સ્થાન આપવામાં આવ્યું નથી.

વિઝડનની 21મી સદીની વર્લ્ડ ટેસ્ટ ઇલેવન

વિરેન્દ્ર સહેવાગ, ગ્રીમ સ્મિથ, રિકી પોન્ટિંગ, સ્ટીવ સ્મિથ, જેક કાલિસ, એબી ડી વિલિયર્સ, એડમ ગિલક્રિસ્ટ, શેન વોર્ન, ડેલ સ્ટેન, પેટ કમિન્સ, જસપ્રીત બુમરાહ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ