મહિલા ટી 20 વર્લ્ડ કપ 2024 | ભારતનો પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે પરાજય

Women T20 World Cup 2024, IND vs NZ Score updates: ન્યૂઝીલેન્ડની ટીમે 20 ઓવરમાં 4 વિકેટે 160 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ 19 ઓવરમાં 102 રનમાં ઓલઆઉટ થઇ ગઇ

Written by Haresh Suthar
Updated : October 04, 2024 23:14 IST
મહિલા ટી 20 વર્લ્ડ કપ 2024 | ભારતનો પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે પરાજય
IND vs NZ: મહિલા વિશ્વ કપ 2024 શુક્રવારે ભારત વિ ન્યુઝીલેન્ડ મુકાબલો (ફોટો ક્રેડિટ સોશિયલ)

India Women vs New Zealand Women ICC T20 World Cup 2024 Score : મહિલા ટી 20 વર્લ્ડ કપની પ્રથમ મેચમાં ભારતીય મહિલા ટીમનો 58 રને પરાજય થયો છે. દુબઈના દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં મહિલા ટી-20 વર્લ્ડ કપ 2024ની આ મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ રમતાં ન્યૂઝીલેન્ડની ટીમે 20 ઓવરમાં 4 વિકેટે 160 રન બનાવ્યા હતા અને ભારતને જીતવા માટે 161 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ભારતીય ટીમ 19 ઓવરમાં 102 રનમાં ઓલઆઉટ થઇ ગઈ હતી. આ જીત બાદ ન્યૂઝીલેન્ડને 2 પોઈન્ટ મળ્યા હતા.

ભારત તરફથી હરમનપ્રીત કૌરે સૌથી વધુ 15 રન બનાવ્યા હતા. જેમિમાહ 13 અને સ્મૃતિ મંધાના 12 રન બનાવી આઉટ થઇ હતી. ન્યૂઝીલેન્ડની સોફી ડિવાઇને ન્યૂઝીલેન્ડ માટે ખૂબ જ સારી ઇનિંગ રમી હતી અને પોતાની ટીમ માટે અણનમ અડધી સદી ફટકારી હતી. તે ટીમનો સર્વશ્રેષ્ઠ સ્કોરર પણ રહી હતી અને તેણે 35 બોલમાં અણનમ 57 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો | મહિલા વર્લ્ડ કપ 2024 પુરસ્કારમાં કરાયો ફેરફાર, જાણો

લાઇવ સ્ટ્રિમિંગ ક્યાં જોઇ શકાશે?

ભારત વિ ન્યુઝીલેન્ડ મેચનું લાઇવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર જોઇ શકાશે. ભારતમાં ડિઝની હોટસ્ટાર એપ અને વેબસાઇટ પર આ મેચનું ઓનલાઇન લાઇવ સ્ટ્રિમિંગ જોઇ શકાશે.

ભારત વિ ન્યુઝીલેન્ડ હેડ ટુ હેડ

ભારત અને ન્યુઝીલેન્ડ મહિલા ટી20 વિશ્વ કપ મુકાબલાની વાત કરીએ તો ભારત સામે ન્યુઝીલેન્ડ ભારે સાબિત થયું છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે અત્યાર સુધી 13 મેચ રમાઇ છે. જેમાં ન્યુઝીલેન્ડ 9 મેચ જીત્યું છે જ્યારે ભારત માત્ર 4 મેચ જ જીતી શક્યું છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ