WPL 2026 : વિમેન્સ પ્રીમિયર લીગ 2026 ની હરાજી પહેલાં, વિમેન્સ પ્રીમિયર લીગની તમામ ટીમોએ રિટન અને રિલીઝ કરેલા ખેલાડીઓની યાદી જાહેર કરી છે. આ વખતે મુંબઈ ઈન્ડિયન્સે વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટન હરમનપ્રીત કૌર સહિત 5 ખેલાડીઓને રિટેન કર્યા છે. જ્યારે આરસીબીએ સ્મૃતિ મંધાના સહિત 4 ખેલાડીઓને રિટેન કર્યા છે. વિમેન્સ પ્રીમિયર લીગ 2026 ની હરાજી 27 નવેમ્બરે યોજાશે.
હરમનપ્રીત કૌરને 2.5 કરોડ રૂપિયામાં રિટેન કરી
મુંબઈ ઈન્ડિયન્સે આગામી સિઝન માટે હરમનપ્રીત કૌરને રિટેન કરી છે અને તેની કિંમત રુપિયા 2.5 કરોડ છે, જ્યારે આરસીબીએ સ્મૃતિ મંધાનાને રુપિયા 3.5 કરોડમાં રિટેન કરી છે. સ્મૃતિની કેપ્ટન્સી હેઠળ RCB IPL 2024માં ટાઇટલ જીત્યું હતું. મુંબઈની ટીમે હરમનપ્રીત કૌર ઉપરાંત નેટ સિલ્વર બ્રન્ટને રુપિયા 3.5 કરોડમાં, હેલી મેથ્યૂસને 1.75 કરોડમાં, અમનજોત કૌરને રુપિયા 1 કરોડમાં અને જી કમલિનીને રુપિયા 50 લાખમાં રિટેન કર્યા છે. હવે ટીમના પર્સમાં 5.75 કરોડ રુપિયા બચ્યા છે.
આરસીબીએ મંધાનાને 3.5 કરોડમાં રિટેન કરી
આરસીબીની વાત કરીએ તો આ ટીમે સ્મૃતિ મંધાનાને 3.5 કરોડ રુપિયામાં રિટેન કરી હતી. તેના સિવાય આ ટીમે રિચા ઘોષને રુપિયા 2.75 કરોડમાં, એલિસા પેરીને રુપિયા 2 કરોડમાં અને શ્રેયંકા પાટિલને રુપિયા 60 લાખમાં રિટેન કરી છે. હવે આગામી હરાજી માટે આરસીબીના પર્સમાં 6.15 કરોડ રૂપિયા બચ્યા છે.
આ પણ વાંચો – પીએમ મોદી અને મહિલા ખેલાડીઓની રસપ્રદ વાતો આવી સામે, જુઓ VIDEO
BCCI એ દરેક ટીમો માટે હરાજીની રકમ 15 કરોડ રુપિયા નક્કી કરી હતી અને રિટેન્સન માટે અલગ અલગ રકમ નક્કી કરી હતી. પહેલા રીટેન્શનને 3.5 કરોડ રુપિયા, બીજા માચે 2.5 કરોડ રુપિયા, ત્રીજા માટે 1.75 કરોડ રુપિયા, ચોથા માટે 1 કરોડ રુપિયા અને જો કોઈ ટીમ પાંચમી ખેલાડીને રીટેન કરે તો ઓછામાં ઓછી 50 લાખ રુપિયાની પ્રાઈઝ નક્કી કરવામાં આવી છે.
રિટેન અને રિલીઝ કર્યા પછી કયા ફ્રેન્ચાઇઝીના પર્સમાં કેટલા પૈસા બચ્યા છે?
- આરસીબી – 6.15 કરોડ
- મુંબઈ ઈન્ડિયન્સ – 5.75 કરોડ
- દિલ્હી કેપિટલ્સ – 5.70 કરોડ
- ગુજરાત જાયન્ટ્સ – 9 કરોડ
- યુપી વોરિયર્સ – 14.5 કરોડ રૂપિયા
બે વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે આ વખતે રિટેન ખેલાડીઓની યાદીમાં બ્રન્ટને નંબર વન પર રાખી છે, જ્યારે હરમનપ્રીત કૌર બીજા ક્રમે છે. હરમનપ્રીત કૌરને બીજા ક્રમે સ્થાન આપવામાં આવતા આશ્ચર્ય થયું હતું પણ આઇએએનએસના જણાવ્યા અનુસાર તાજેતરમાં જ મહિલા વન ડે વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન હરમનપ્રીતનો નિર્ણય હતો કે બ્રન્ટને રિટેન્શન લિસ્ટમાં પ્રથમ સ્થાન આપવામાં આવે. હરમનપ્રીતે એક મજબૂત ટીમ બનાવવા માટે આ કર્યું જે ભવિષ્ય માટે સારું છે. તે ઇચ્છતી હતી કે બ્રન્ટ કોઈપણ રીતે ટીમમાં યથાવત્ રહે.





