Womens Asia Cup, Ind vs Ban Highlights : મહિલા એશિયા કપ, ભારતનો ફાઇનલમાં પ્રવેશ, બાંગ્લાદેશ સામે વિજય મેળવ્યો

Ind vs Ban Score Women’s Asia Cup Semi Final: મહિલા એશિયા કપની સેમિ ફાઇનલમાં ભારતનો 10 વિકેટે વિજય, સ્મૃતિ મંધાનાની અણનમ અડધી સદી, રેણુકા સિંહ, રાધા યાદવની 3-3 વિકેટ

Ind vs Ban Score Women’s Asia Cup Semi Final: મહિલા એશિયા કપની સેમિ ફાઇનલમાં ભારતનો 10 વિકેટે વિજય, સ્મૃતિ મંધાનાની અણનમ અડધી સદી, રેણુકા સિંહ, રાધા યાદવની 3-3 વિકેટ

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
India vs Bangladesh Live Score, ind women vs ban women, Women’s Asia Cup Semi Final

India vs Bangladesh Score Women’s Asia Cup Semi Final: મહિલા એશિયા કપની સેમિ ફાઇનલમાં ભારતે બાંગ્લાદેશ સામે 10 વિકેટે વિજય મેળવ્યો (તસવીર - @BCCIWomen)

India vs Bangladesh Highlights Women’s Asia Cup Semi Final: રાધા યાદવ અને રેણુકા સિંહની શાનદાર બોલિંગ પછી સ્મૃતિ મંધાનાની અણનમ અડધી સદી (55)ની મદદથી ભારતની મહિલા ટીમે એશિયા કપની સેમિ ફાઇનલમાં બાંગ્લાદેશની મહિલા ટીમ સામે 10 વિકેટે વિજય મેળવ્યો છે. આ જીત સાથે ભારતીય ટીમ મહિલા એશિયા કપની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. બાંગ્લાદેશે 20 ઓવરમાં 8 વિકેટે 80 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 11 ઓવરમાં વિના વિકેટે પડકાર મેળવી લીધો હતો.

Advertisment

ભારત ઇનિંગ્સ

-સ્મૃતિ મંધાનાના 39 બોલમાં 9 ફોર 1 સિક્સર અણનમ 55 રન.

-શેફાલી વર્માના 28 બોલમાં 2 ફોર સાથે અણનમ 26 રન.

-સ્મૃતિ મંધાનાએ 38 બોલમાં 8 ફોર 1 સિક્સર સાથે અડધી સદી ફટકારી.

-ભારતે 7.1 ઓવરમાં 50 રન પુરા કર્યા.

બાંગ્લાદેશ ઇનિંગ્સ

-ભારત તરફથી રેણુકા સિંહ, રાધા યાદવે 3-3 વિકેટ ઝડપી. પૂજા વસ્ત્રાકર અને દિપ્તી શર્માએ 1-1 વિકેટ ઝડપી.

-શોર્ના અક્ટર 18 બોલમાં 2 ફોર સાથે 19 રન બનાવી અણનમ.

-નાહિદા અક્તર 2 બોલમાં ખાતું ખોલાયા વિના રાધા યાદવની ઓવરમાં બોલ્ડ.

-કેપ્ટન નિગર સુલતાના 51 બોલમાં 2 ફોર સાથે 31 રન બનાવી રાધા યાદવની ઓવરમાં કેચ આઉટ.

-રિતુ મોની 6 બોલમાં 5 રન બનાવી દિપ્તી શર્માની ઓવરમાં સ્ટમ્પિંગ આઉટ.

-રાયેબા ખાન 7 બોલમાં 1 રન બનાવી પૂજા વસ્ત્રાકરની ઓવરમાં કેચ આઉટ થઇ.

આ પણ વાંચો - બોલરો ઘણા સ્માર્ટ હોય છે, ટીમ ઇન્ડિયાની કેપ્ટનશિપ કરવાના સવાલ પર બુમરાહે શું કહ્યું

Advertisment

-બાંગ્લાદેશે 15.3 ઓવરમાં 50 રન પુરા કર્યા.

-રુમાના અહમદ 11 બોલમાં 1 રન બનાવી રાધા યાદવની ઓવરમાં બોલ્ડ થઇ.

-મુર્શિદા ખાતુન 9 બોલમાં 4 રન બનાવી રેણુકા સિંહનો ત્રીજા શિકાર બની.

-ઇશ્મા તંજીમ 10 બોલમાં 2 ફોર સાથે 8 રન બનાવી રેણુકા સિંહનો શિકાર બની.

-દિલારા અક્ટર 4 બોલમાં 1 સિક્સર ફટકારી 6 રને રેણુકા સિંહની ઓવરમાં કેચ આઉટ થઇ.

-બાંગ્લાદેશની કેપ્ટન નિગાર સુલતાનાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

બન્ને ટીમો આ પ્રમાણે છે

ભારત : શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના, ઉમા ચેત્રી, હરમનપ્રીત કૌર (કેપ્ટન), જેમિમાહ રોડ્રિગ્સ, રિચા ઘોષ, દીપ્તિ શર્મા, પૂજા વસ્ત્રાકર, રાધા યાદવ, તનુજા કંવર, રેણુકા સિંહ.

બાંગ્લાદેશ : દિલારા અક્ટર, મુર્શિદા ખાતુન, નિગાર સુલતાના (કેપ્ટન), રૂમાના અહેમદ, ઈશ્મા તંજીમ, રિતુ મોની, રાબેયા ખાન, શોર્ના અક્ટર, નાહિદા અક્તર, જહાનારા આલમ, મારુફા અક્તર.

મહિલા એશિયા કપ 2024 સ્પોર્ટ્સ