Women’s Asia Cup Final, Ind vs SL Highlights : મહિલા એશિયા કપ 2024, શ્રીલંકા ચેમ્પિયન, પ્રથમ વખત ટ્રોફી જીતી ઇતિહાસ રચ્યો

Women’s Asia Cup Final, Ind vs SL Highlights : કેપ્ટન ચમારી અટ્ટાપટ્ટુ (61) અને હર્ષિતા સમરવિક્રમાની (અણનમ 69) અડધી સદી, ફાઇનલમાં ભારતનો 8 વિકેટે પરાજય

Women’s Asia Cup Final, Ind vs SL Highlights : કેપ્ટન ચમારી અટ્ટાપટ્ટુ (61) અને હર્ષિતા સમરવિક્રમાની (અણનમ 69) અડધી સદી, ફાઇનલમાં ભારતનો 8 વિકેટે પરાજય

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
IND vs SL Womens Asia Cup Final, IND vs SL Womens, Asia Cup Final 2024

મહિલા એશિયા કપ 2024માં શ્રીલંકાની ટીમ ચેમ્પિયન બની (તસવીર - @OfficialSLC)

India vs Sri Lanka Score Women’s Asia Cup Final, મહિલા એશિયા કપ ફાઇનલ 2024 : મહિલા એશિયા કપ 2024માં શ્રીલંકાની ટીમ ચેમ્પિયન બની છે. કેપ્ટન ચમારી અટ્ટાપટ્ટુ (61) અને હર્ષિતા સમરવિક્રમાની (અણનમ 69) અડધી સદીની મદદથી શ્રીલંકાની મહિલા ક્રિકેટ ટીમે એશિયા કપની ફાઇનલમાં ભારતને મહિલા ક્રિકેટ ટીમ સામે 8 વિકેટે વિજય મેળવ્યો હતો. ભારતે 20 ઓવરમાં 6 વિકેટે 165 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાએ 18.4 ઓવરમાં 2 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. શ્રીલંકાની મહિલા ટીમ પ્રથમ વખત એશિયા કપમાં ચેમ્પિયન બનવા સફળ રહી છે.

Advertisment

શ્રીલંકા ઇનિંગ્સ

-ભારત તરફથી દિપ્તી શર્માએ 1 વિકેટ ઝડપી.

-કવિશા દિલહારીના 16 બોલમાં 1 ફોર 2 સિક્સરની મદદથી અણનમ 30 રન.

-હર્ષિતા સમરવિક્રમાના 51 બોલમાં 6 ફોર 2 સિક્સરની મદદથી અણનમ 69 રન.

-શ્રીલંકાએ 17.2 ઓવરમાં 150 રન પુરા કર્યા

-હર્ષિતા સમરવિક્રમાએ 43 બોલમાં 4 ફોર 1 સિક્સરની મદદથી અડધી સદી ફટકારી.

-શ્રીલંકાએ 13.1 ઓવરમાં 100 રન પુરા કર્યા.

-ચમારી અટ્ટાપટ્ટુ 43 બોલમાં 9 ફોર 2 સિક્સર સાથે 61 રન બનાવી દિપ્તી શર્માની ઓવરમાં બોલ્ડ.

-ચમારી અટ્ટાપટ્ટુએ 33 બોલમાં 7 ફોર 2 સિક્સર સાથે અડધી સદી ફટકારી.

-શ્રીલંકાએ 6.5 ઓવરમાં 50 રન પુરા કર્યા.

-વિશ્મી ગુણારત્ને 3 બોલમાં 1 રન બનાવી રન આઉટ.

આ પણ વાંચો - બોલરો ઘણા સ્માર્ટ હોય છે, ટીમ ઇન્ડિયાની કેપ્ટનશિપ કરવાના સવાલ પર બુમરાહે શું કહ્યું

ભારત ઇનિંગ્સ

-ભારતના 20 ઓવરમાં 6 વિકેટે 165 રન.

-રિચા ઘોષના 14 બોલમાં 4 ફોર 1 સિક્સર સાથે 30 રને પ્રબોધનીની ઓવરમાં આઉટ.

Advertisment

-સ્મૃતિ મંધાના 47 બોલમાં 10 ફોર સાથે 60 રન બનાવી દિલહારીનો શિકાર બની.

-ભારતે 18.4 ઓવરમાં 150 રન પુરા કર્યા

-જેેમિમાહ રોડ્રિગ્સ 16 બોલમાં 3 ફોર 1 સિક્સર સાથે 29 રન બનાવી રન આઉટ.

-ભારતે 14 ઓવરમાં 100 રન પુરા કર્યા.

-સ્મૃતિ મંધાનાએ 36 બોલમાં 9 ફોર સાથે અડધી સદી ફટકારી.

-હરમનપ્રીત કૌર 11 બોલમાં 1 ફોર સાથે 11 રન બનાવી નિશાનસાલાની ઓવરમાં કેચ આઉટ.

-ઉમા ચેત્રી 7 બોલમાં 1 ફોર સાથે 9 રન બનાવી અટ્ટાપટ્ટુની ઓવરમાં એલબી આઉટ.

-ભારતે 7.2 ઓવરમાં 50 રન પુરા કર્યા.

-શેફાલી વર્મા 19 બોલમાં 2 ફોર સાથે 16 રન બનાવી કવિશા દિલહારીની ઓવરમાં એલબી આઉટ.

-ભારતની કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

બન્ને ટીમો આ પ્રમાણે છે

ભારત મહિલા ક્રિકેટ ટીમ: શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના, ઉમા ચેત્રી, હરમનપ્રીત કૌર (કેપ્ટન), જેમિમાહ રોડ્રિગ્સ, રિચા ઘોષ, દીપ્તિ શર્મા, પૂજા વસ્ત્રાકર, રાધા યાદવ, તનુજા કંવર, રેણુકા સિંહ.

શ્રીલંકા મહિલા ક્રિકેટ ટીમ : વિશ્મી ગુણારત્ને, ચમારી અટ્ટાપટ્ટુ (કેપ્ટન), હર્ષિતા સમરવિક્રમા, કવિશા દિલહારી, નીલાક્ષી ડી સિલ્વા, અનુષ્કા સંજીવની, હસિની પરેરા, સુગાંદિકા કુમારી, ઈનોશી પ્રિયદર્શની, ઉદેશિકા પ્રબોધની, સચિની નિશાનસાલા.

મહિલા એશિયા કપ 2024 ભારત ક્રિકેટ ટીમ શ્રીલંકા ક્રિકેટ ટીમ સ્પોર્ટ્સ