મહિલા વર્લ્ડ કપ 2025 પ્રાઇઝ મની : ચેમ્પિયન બનનાર ટીમ પર થશે પૈસાનો વરસાદ, રનર્સ અપ પણ થશે માલામાલ

Womens World Cup 2025 Prize Money : વિમેન્સ વર્લ્ડ કપ 2025 ની વિજેતા ટીમ અત્યંત માલામાલ બનશે. કારણ કે આ વખતે પાછલી સિઝનની સરખામણીમાં ઇનામની રકમમાં 297 ટકાનો વધારો થયો છે. મેન્સ વર્લ્ડ કપ કરતા પણ ઇનામની રકમ વધારે છે

Written by Ashish Goyal
Updated : November 01, 2025 16:06 IST
મહિલા વર્લ્ડ કપ 2025 પ્રાઇઝ મની : ચેમ્પિયન બનનાર ટીમ પર થશે પૈસાનો વરસાદ, રનર્સ અપ પણ થશે માલામાલ
Womens World Cup 2025 Prize Money: આ વખતે વિમેન્સ વર્લ્ડ કપની વિજેતા ટીમ અત્યંત માલામાલ બનશે (તસવીર - સોશિયલ મીડિયા)

Women’s Cricket World Cup 2025 Prize Money Full Details : મહિલા વર્લ્ડ કપ 2025 હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે તારીખ 2 નવેમ્બરને રવિવારે ફાઇનલ મુકાબલો ખેલાશે. આ મેચ બાદ દુનિયાને મહિલા ક્રિકેટમાં એક નવો ચેમ્પિયન મળશે. કારણ કે ભારત અને દક્ષિણ આફ્રિકાની પહેલા ટીમ આ પહેલા ક્યારેય ચેમ્પિયન બની નથી. આ વખતે વિમેન્સ વર્લ્ડ કપની વિજેતા ટીમ અત્યંત માલામાલ બનશે. કારણ કે આ વખતે પાછલી સિઝનની સરખામણીમાં ઇનામની રકમમાં 297 ટકાનો વધારો થયો છે.

તમને જણાવી દઈએ કે છેલ્લી સિઝનમાં ઇનામની રકમ 1.32 મિલિયન અમેરિકન ડોલર (11.65 કરોડ રૂપિયા) હતી. પરંતુ આ વખતે તેમાં ઘણો મોટો વધારો થયો છે. આ વખતે રનર્સ અપ ટીમને પણ ઘણા પૈસા મળવાના છે. વિજેતા ટીમ તો માલામાલ બની જશે. જય શાહની અધ્યક્ષતામાં આઇસીસીએ સપ્ટેમ્બર 2025માં આ ઈનામી રકમની જાહેરાત કરી હતી.

મેન્સ વર્લ્ડ કપ કરતા પણ મહિલા વર્લ્ડ કપ 2025 આગળ

મહિલા વન ડે વર્લ્ડ કપ માટેની કુલ ઇનામી રકમ ICC મેન્સ વન ડે વર્લ્ડ કપ 2023ની ઇનામી રકમ કરતાં પણ ઘણી વધારે છે. મેન્સ વર્લ્ડ કપની કુલ ઈનામી રકમ 10 મિલિયન ડોલર (આશરે રુપિયા 88.26 કરોડ) હતી. વર્તમાન મહિલા વર્લ્ડ કપની કુલ ઈનામી રકમ 122 કરોડથી વધુ છે. એટલે કે આ વખતે ટૂર્નામેન્ટમાં 122 કરોડ રૂપિયાથી વધુની રકમ દાવ પર લાગેલી છે.

આ પણ વાંચો – મહિલા વર્લ્ડ કપ : ભારત વિ દક્ષિણ આફ્રિકા પ્રથમ વખત ફાઇનલમાં ટકરાશે, જાણો કઇ ટીમ છે મજબૂત

મહિલા વર્લ્ડ કપ 2025: કોને કેટલા રુપિયા મળશે?

  • વિજેતા ટીમ : 4.48 મિલિયન અમેરિકન ડોલર (39.77 કરોડ રૂપિયા)
  • રનર્સ અપ: 2.24 મિલિયન અમેરિકન ડોલર (19.88 કરોડ રૂપિયા)
  • સેમિ ફાઈનલમાં હારનારી ટીમો : 1.12 મિલિયન અમેરિકન ડોલર (રુપિયા 9.94 કરોડ)
  • પાંચમા અને છઠ્ઠા સ્થાને રહેનારી ટીમો : પ્રત્યેક ટીમને 7 લાખ યુએસ ડોલર (6.17 કરોડ રૂપિયા)
  • સાતમા અને આઠમા સ્થાને રહેલી ટીમો: દરેક ટીમને 2.80 લાખ યુએસ ડોલર (2.5 કરોડ રૂપિયા)
  • દરેક ટીમ માટે: 2.5 લાખ યુએસ ડોલર
  • તમામ ટીમોને અલગથી : 2.20 કરોડ રૂપિયા)
  • એક ગ્રુપ મેચ જીતવા પર : 34,314 યુએસ ડોલર (30 લાખ રુપિયા 30)

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ