લૌરા વોલ્વાર્ટે 169 રન ફટકારી રચ્યો ઇતિહાસ, દક્ષિણ આફ્રિકાનો મહિલા વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશ

Laura Wolvaardt Record Inning : મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025ની પ્રથમ સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકાની કેપ્ટન લૌરા વોલ્વાર્ટે ઇંગ્લેન્ડ સામે 143 બોલમાં 20 ફોર અને ચાર સિક્સરની મદદથી 169 રન ફટકાર્યા

Written by Ashish Goyal
Updated : October 29, 2025 22:21 IST
લૌરા વોલ્વાર્ટે 169 રન ફટકારી રચ્યો ઇતિહાસ, દક્ષિણ આફ્રિકાનો મહિલા વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશ
લૌરા વોલ્વાર્ટે વિમેન્સ વર્લ્ડ કપની નોકઆઉટ મેચમાં સદી ફટકારનારી સૌપ્રથમ કેપ્ટન બની (તસવીર - સોશિયલ મીડિયા)

Laura Wolvaardt Record Inning Women’s ODI World Cup 2025: મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025ની પ્રથમ સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકાની કેપ્ટન લૌરા વોલ્વાર્ટે ઇંગ્લેન્ડ સામે 169 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. તેણે આ ઇનિંગ્સમાં ઘણા રેકોર્ડ બનાવ્યા હતા. આ દરમિયાન તેણે ઇતિહાસ રચતા 5000 વનડે રન પૂરા કર્યા હતા અને સ્મૃતિ મંધાના અને મિતાલી રાજની વિશેષ ક્લબમાં સામેલ થઇ છે.

લૌરા વોલ્વાર્ટના 143 બોલમાં 169 રન

લૌરા વોલ્વાર્ટે વિમેન્સ વર્લ્ડ કપની નોકઆઉટ મેચમાં સદી ફટકારનારી સૌપ્રથમ કેપ્ટન બની ગઈ છે. આટલું જ નહીં, સાઉથ આફ્રિકાના મહિલા ક્રિકેટના ઈતિહાસમાં કોઈ પ્લેયરનો આ હાઈએસ્ટ વ્યક્તિગત સ્કોર પણ છે. આ સાથે તે આફ્રિકા માટે વન-ડેમાં 5000 રન બનાવનાર પ્રથમ મહિલા ક્રિકેટર બની છે. લૌરા વોલ્વાર્ટે આ મેચમાં 143 બોલમાં 20 ફોર અને ચાર સિક્સરની મદદથી 169 રન ફટકાર્યા હતા.

સ્મૃતિ મંધાના અને મિતાલી રાજ ક્લબમાં સામેલ

લૌરા વોલ્વાર્ટે વન-ડે ક્રિકેટમાં આ ઇનિંગ્સ દરમિયાન 5000 રન પૂરા કર્યા છે. તેણે 117મી ઈનિંગમાં આ આંકડો પાર કર્યો હતો. જ્યારે સ્મૃતિ મંધાનાએ 112મી ઈનિંગમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. સ્મૃતિ મંધાનાએ આ જ ટૂર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયા સામે આ સિદ્ધિ મેળવી હતી. આ સાથે તે વન ડેમાં પાંચ હજાર રન બનાવનાર છઠ્ઠી મહિલા ક્રિકેટર બની ગઈ છે. ભૂતપૂર્વ પ્લેયર મિતાલી રાજ મહિલા વન ડે ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. લૌરાએ મહિલા વન-ડે ક્રિકેટમાં 10મી સદી ફટકારી હતી. આ સાથે તે સૌથી વધુ સદી ફટકારનારી પાંચમી ક્રિકેટર બની ગઇ છે.

આ પણ વાંચો – મહિલા વર્લ્ડ કપ 2025 : સ્મૃતિ મંધાનાની ન્યૂઝીલેન્ડ સામે 88 બોલમાં સદી, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ

સાઉથ આફ્રિકાએ રેકોર્ડ સ્કોર નોંધાવ્યો

લૌરા વોલ્વાર્ટની ઐતિહાસિક ઈનિંગને સહારે સાઉથ આફ્રિકાની ટીમે ઈંગ્લેન્ડ સામે ગુવાહાટીમાં રમાયેલી પ્રથમ સેમિ ફાઈનલમાં 319 રનનો જંગી સ્કોર ખડક્યો હતો. અગાઉ મહિલા વર્લ્ડ કપની સેમિ ફાઈનલમાં ટોપ સ્કોર 305 રન હતો. વિમેન્સ વન ડે ક્રિકેટ વર્લ્ડ કપમાં નોકઆઉટના ઈતિહાસમાં આ બીજો હાઈએસ્ટ સ્કોર છે અને વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકાનો હાઈએસ્ટ સ્કોર છે. ઇંગ્લેન્ડ ટીમ 42.3 ઓવરમાં 194 રનમાં ઓલઆઉટ થઇ જતા આફ્રિકાનો 125 રને વિજય થયો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ