વુમેન્સ પ્રીમિયર લીગમાં રવિવારે પ્રથમ મેચમાં દિલ્હી કેપિટલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે 60 રને વિજય મેળવ્યો છે. દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 2 વિકેટે 223 રન બનાવ્યા હતા. જવાબમાં આરસીબીની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 163 રન બનાવી શકી હતી.
224 રનના પડકાર સામે આરસીબીની સ્મૃતિ મંધાના અને સોફનીએ પ્રથમ વિકેટ માટે 41 રનની ભાગીદારી નોંધાવી હતી. સોફની 14 રને આઉટ થઇ હતી. સ્મૃતિ મંધાના 23 બોલમાં 35 રન બનાવી આઉટ થઇ હતી. એલિસ પેરીએ આક્રમક બેટિંગ કરતા 19 બોલમાં 5 ફોર સાથે 31 રન બનાવ્યા હતા. હેથર નાઇટે 34 અને મેગાન શ્યોટે 30 રન બનાવ્યા હતા. દિલ્હીની તારા નોરિસે 29 રનમાં 5 વિકેટ ઝડપી હતી.
શેફાલી વર્માના 45 બોલમાં 84 રન
દિલ્હી કેપિટલ્સની શેફાલી વર્મા અને મેગ લનિંગે શાનદાર બેટિંગ કરતા પ્રથમ વિકેટ માટે 14.3 ઓવરમાં 162 રન બનાવ્યા હતા. શેફાલી વર્માએ 45 બોલમાં 10 ફોર 4 સિક્સર સાથે 84 રન બનાવ્યા હતા. જ્યારે મેગ લનિંગે 43 બોલમાં 10 ફોર સાથે 72 રન બનાવ્યા હતા. આરસીબીની હેથર નાઇટે બન્ને વિકેટો ઝડપી હતી.
આ પણ વાંચો – મુંબઈ ઈન્ડિયન્સની 143 રને જીત, ગુજરાત જાયન્ટ્સ 64 રનમાં ઓલઆઉટ
બન્ને ટીમ આ પ્રકારે છે
રોયલ ચેલેન્જર્સ બેંગલોર – સ્મૃતિ મંધાના (કેપ્ટન), સોફી ડિવાઇન, દિશા કાસત, એલિસા પેરી, ઋચા ઘોષ, હીથર નાઇટ, કમિકા આહૂજા, આશા શોભના, પ્રીતિ બોસ, મેગન શુટ્ટુ, રેણુકા ઠાકુર સિંહ.
દિલ્હી કેપિટલ્સ – શેફાલી વર્મા, મેગ લેનિંગ, મારિજૈન કેપ, જેમિમા રોડ્રિગ્સ, એલિસ કેપ્સી, જેસ જોનાસેન, તાન્યા ભાટિયા, અરુંધતિ રેડ્ડી, શીખા પાંડે, રાધા યાદવ, તારા નોરિસ.