scorecardresearch

WPL Auction 2023 : મહિલા પ્રીમિયર લીગની હરાજી, સ્મૃતિ મંધાના સૌથી મોંઘી પ્લેયર બની, આરસીબીએ 3.40 કરોડ રૂપિયામાં ખરીદી

Women’s Premier League 2023 Auctions Updates: દિપ્તી શર્માને યૂપી વોરિયર્સે 2.60 કરોડ રૂપિયામાં ખરીદી, ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરને મુંબઈ ઇન્ડિયન્સે 1.80 કરોડ રૂપિયામાં ખરીદી

WPL AUCTION 2023
WPL AUCTION: સ્મૃતિ મંધાના, એશ્લે ગાર્ડનર અને નતાલી સાઇવર-બ્રંટ (તસવીર સોર્સ – ટ્વિટર/@mipaltan/@GujaratGiants/@RCBTweets)

WPL 2023 Auctions Updates: મહિલા પ્રીમિયર લીગની (WPL)ના પ્રથમ સિઝન માટેની હરાજી મુંબઈમાં યોજાઇ હતી. પ્રથમ સિઝન માટે સૌથી વધારે બોલી ભારતીય ખેલાડી સ્મૃતિ મંધાના પર લાગી છે. સ્મૃતિ મંધાનાને આરસીબીએ 3.40 કરોડમાં ખરીદી છે. મંધાનાની બેઝ પ્રાઇઝ 50 લાખ રૂપિયા હતી. આ પછી બીજા ક્રમે ઓસ્ટ્રેલિયાની ઓલરાઉન્ડર એશ્લે ગાર્ડનર છે. જેને 3 કરોડ 20 લાખ રૂપિયામાં ગુજરાત જાયટ્સે ખરીદી છે.

મહિલા પ્રીમિયર લીગ હરાજી અપડેટ્સ

  • વુમેન્સ પ્રીમિયર લીગ 2023ની હરાજી સમાપ્ત થઇ ગઇ છે. સૌથી મોંઘી ખેલાડી ભારતની સ્મૃતિ મંધાના રહી હતી. તેને 3.40 કરોડ રૂપિયામાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે ખરીદી. ઓસ્ટ્રેલિયાની એશ્લે ગાર્ડનરને 3.20 કરોડમાં ગુજરાત જાયન્ટ્સે ખરીદી.
  • આરસીબીએ મેગન સ્કટને 40 લાખમાં ખરીદી. શબનમ શકીલને 10 લાખ રૂપિયાની બેઝ પ્રાઇઝમાં ગુજરાતે ખરીદી. સોનમ યાદવ, જંતિમની કલિકા, નીલમ બિષ્ટને 10 લાખની બેઝ પ્રાઇઝમાં મુંબઇ ઇન્ડિયન્સે ખરીદી. અંતિમ બોલી સહાના પવાર માટે લાગી હતી. જેને આરસીબીએ 10 લાખ રૂપિયામાં ખરીદી હતી.
  • દેવિકા વૈધને 1 કરોડ 40 લાખ રૂપિયામાં યૂપી વોરિયર્સે ખરીદી. તેની બેઝ પ્રાઇઝ 40 લાખ રૂપિયા હતી. અમનજોત કૌરને 50 લાખમાં મુંબઈ ઇન્ડિયન્સે ખરીદી. દયાલન હેમલતાને ગુજરાત જાયન્ટ્સે 30 લાખના બેઝ પ્રાઇઝમાં ખરીદી.
  • ઇંગ્લેન્ડની એલિસ કૈપસીને 75 લાખમાં દિલ્હી કેપિટલ્સે ખરીદી. 30 લાખની બેઝ પ્રાઇઝમાં માનસી જોશીને ગુજરાત જાયન્ટ્સે ખરીદી.
  • કિરન નવગિરેને 30 લાખની બેઝ પ્રાઇઝમાં યૂપી વોરિયર્સે ખરીદી. સબ્બીનેની મેઘનાને 30 લાખ બેઝ પ્રાઇઝમાં ગુજરાત જાયન્ટ્સે ખરીદી. ઓસ્ટ્રેલિયાની હેથર ગ્રાહમને મુંબઈ ઇન્ડિયન્સે 30 લાખમાં ખરીદી. ઓસ્ટ્રે્લિયાની ઓલરાઉન્ડર ગ્રેસ હૈરિસને 75 લાખ રૂપિયામાં યૂપી વોરિયર્સે ખરીદી. ઓસ્ટ્રેલિયાની જોર્જિયા વેયરહમને 75 લાખમાં ગુજરાતે ખરીદી.
  • રાધા યાદવને 40 લાખની બેઝ પ્રાઇઝમાં અને શિખા પાંડેને 60 લાખ રૂપિયામાં દિલ્હી કેપિટલ્સે ખરીદી. સ્નેહ રાણાને ગુજરાતે 70 લાખ રૂપિયામાં ખરીદી. તેની બેઝ પ્રાઇઝ 50 લાખ હતી. 40 લાખની બેઝ પ્રાઇઝવાળી મરિજાન કૈપને 1.50 કરોડમાં દિલ્હી કેપિટલ્સે ખરીદી.
  • 30 લાખની બેઝ પ્રાઇઝવાળી પૂનમ યાદવ અનસોલ્ડ રહી. ભારતીય સ્પિનર રાજેશ્વરી ગાયકવાડને બેઝ પ્રાઇઝ 40 લાખ રૂપિયામાં યૂપી વોરિયર્સે ખરીદી.
  • 30 લાખની બેઝ પ્રાઇઝવાળી અંજલી સરવનીને 50 લાખ રૂપિયામાં યૂપી વોરિયર્સે ખરીદી. ભારતીય વિકેટકીપર ઋચા ઘોષને આરસીબીએ 1 કરોડ 90 લાખ રૂપિયામાં ખરીદી. ઓસ્ટ્રેલિયાની વિકેટકીપર એલિસા હેલીને 70 લાખ રૂપિયામાં યૂપી વોરિયર્સે ખરીદી.

આ પણ વાંચો – મહિલા વર્લ્ડ કપ 2023, જેમિમા રોડ્રિગ્સની અડધી સદી, ભારતનો પાકિસ્તાન સામે 7 વિકેેેટે વિજય

  • યાસ્તિકા ભાટિયાને મુંબઈ ઇન્ડિયન્સે 1.50 કરોડ રૂપિયામાં ખરીદી. વેસ્ટ ઇન્ડીઝની ડિએડ્રા ડોટિનને 60 લાખ રૂપિયામાં ગુજરાત જાયટ્સે ખરીદી.
  • ભારતીય ઓલરાઉન્ડર હરલીન દેઓલને 40 લાખની બેઝ પ્રાઇઝમાં ગુજરાત જાયન્ટ્સે ખરીદી. ઓલરાઉન્ડર પૂજા વસ્ત્રકારને મુંબઇ ઇન્ડિયન્સે 1 કરોડ 90 લાખમાં ખરીદી.
  • 40 લાખની બેઝ પ્રાઇસવાળી ઇંગ્લેન્ડની કેપ્ટન હીથર નાઇટ અનસોલ્ડ રહી. ઓસ્ટ્રેલિયાને એન્નાબેલ સદરલેન્ડને 70 લાખ રૂપિયામાં ગુજરાત જાયન્ટ્સે ખરીદી.
  • ટીમ ઇન્ડિયાની ઓપનર શેફાલી વર્માને દિલ્હી કેપિટલ્સે 2 કરોડ રૂપિયામાં ખરીદી.
  • ઓસ્ટ્રેલિયાની કેપ્ટન મેગ લેનિંગને દિલ્હી કેપિટલ્સે 1.1 કરોડ રૂપિયામાં ખરીદી. તેની બેઝ પ્રાઇઝ 50 લાખ હતી.
  • ઇંગ્લેન્ડની સોફિયા ડંકલેને 60 લાખ રૂપિયામાં ગુજરાત જાયન્ટેસે ખરીદી. તેની બેઝ પ્રાઇઝ 30 લાખ રૂપિયા હતી. ભારતીય ક્રિકેટર જેમિમા રોડ્રિગ્સને 2 કરોડ 20 લાખમાં દિલ્હી કેપિટલ્સે ખરીદી. તેની બેઝ પ્રાઇઝ 50 લાખ રૂપિયા હતી.
  • 40 લાખની બેઝ પ્રાઇઝ વાળી દક્ષિણ આફ્રિકાની ફાસ્ટ બોલર શબનમ ઇસ્માઇલને યૂપી વોરિયર્સે 1 કરોડ રૂપિયામાં ખરીદી. ન્યૂઝીલેન્ડની અમેલા કેરને 1 કરોડમાં ખરીદી.
  • ઓસ્ટ્રેલિયાની ઓલરાઉન્ડર તાહિલા મેકગ્રાને યૂપી વોરિયર્સે 1 કરોડ 40 લાખમાં ખરીદી. તેને બેઝ પ્રાઇઝ 40 લાખ રૂપિયા હતી. ઓસ્ટ્રેલિયાની વિકેટકીપર બેથ મૂનીને ગુજરાત જાયન્ટ્સે 2 કરોડ રૂપિયામાં ખરીદી.
  • 50 લાખની બેઝ પ્રાઇઝ વાળી ભારતીય ફાસ્ટ બોલર રેણુકા સિંહને આરસીબીએ 1 કરોડ 50 લાખમાં ખરીદી. ઇંગ્લેન્ડની ઓલરાઉન્ડર નટાલી સ્કીવરને 3 કરોડ 20 લાખમાં મુંબઈ ઇન્ડિયન્સે ખરીદી.
  • ભારતની ઓલરાઉન્ડર દિપ્તી શર્માને 2 કરોડ 60 લાખ રૂપિયામાં યૂપી વોરિયર્સે ખરીદી. તેની બેઝ પ્રાઇઝ 50 લાખ રૂપિયા હતી.
  • 50 લાખની બેઝ પ્રાઇઝવાળી ઇંગ્લેન્ડની ક્રિકેટર સોફી એક્લેસ્ટોનને યૂપી વોરિયર્સે 1.80 કરોડ રૂપિયામાં ખરીદી.
  • ઓસ્ટ્રેલિયાની ઓલરાઉન્ડર એશ્લે ગાર્ડનરને 3 કરોડ 20 લાખ રૂપિયામાં ગુજરાત જાયટ્સે ખરીદી. તેની બેઝ પ્રાઇઝ 50 લાખ રૂપિયા હતી. ઓસ્ટ્રેલિયાની એલિસ પેરીને આરસીબીએ 1 કરોડ 70 લાખમાં ખરીદી.
  • ન્યૂઝીલેન્ડની સોફી ડિવાઇનને તેના બેઝ પ્રાઇઝ 50 લાખ રૂપિયામાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે ખરીદી.
  • હરમનપ્રીત કૌરને ખરીદવા માટે દિલ્હી કેપિટલ્સ અને આરસીબી વચ્ચે રેસ થઇ હતી. મુંબઇ ઇન્ડિયન્સ અને યૂપી વોરિયર્સે પણ રસ બતાવ્યો હતો. આખરે 1 કરોડ 80 લાખમાં મુંબઈ ઇન્ડિયન્સે ખરીદી.
  • સૌ પ્રથમ માર્ફી ખેલાડીઓ માટે બોલી લાગી રહી છે. સ્મૃતિ મંધાના પર સૌથી પહેલી બોલી લાગી હતી. આરસીબીએ 3.40 કરોડમાં ખરીદી. મંધાનાની બેઝ પ્રાઇઝ 50 લાખ રૂપિયા હતી.

Web Title: Womens premier league 2023 wpl player auction live updates

Best of Express