વિમેન્સ પ્રીમિયર લીગ : પ્રથમ મેચમાં મુંબઈનો દિલ્હી સામે રોમાંચક વિજય, છેલ્લા બોલે સિક્સર ફટકારી જીત મેળવી

વિમેન્સ પ્રીમિયર લીગ : યસ્તિકા ભાટિયા (57)અને હરમનપ્રીત કૌરની (55)અડધી સદીની મદદથી મુંબઈ ઇન્ડિયન્સ વુમન્સે દિલ્હી કેપિટલ્સ વુમન્સ સામે 4 વિકેટે રોમાંચક વિજય મેળવ્યો

વિમેન્સ પ્રીમિયર લીગ : યસ્તિકા ભાટિયા (57)અને હરમનપ્રીત કૌરની (55)અડધી સદીની મદદથી મુંબઈ ઇન્ડિયન્સ વુમન્સે દિલ્હી કેપિટલ્સ વુમન્સ સામે 4 વિકેટે રોમાંચક વિજય મેળવ્યો

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Yastika Bhatia, Women's Premier League

યસ્તિકા ભાટિયાએ અડધી સદી ફટકારી હતી (Pics - @wplt20)

Women's Premier League : વિમેન્સ પ્રીમિયર લીગ 2024 શુક્રવારથી શરૂ થઈ છે. સિઝનની પ્રથમ મેચ જ રોમાંચક બની હતી. યસ્તિકા ભાટિયા (57)અને હરમનપ્રીત કૌરની (55)અડધી સદીની મદદથી મુંબઈ ઇન્ડિયન્સ વિમેન્સ દિલ્હી કેપિટલ્સ વુમન્સ સામે 4 વિકેટે રોમાંચક વિજય મેળવ્યો હતો. દિલ્હીએ 20 ઓવરમાં 5 વિકેટે 171 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.

Advertisment

મુંબઈને જીતવા માટે અંતિમ ઓવરમાં 12 રનની જરૂર હતી

મુંબઈને જીતવા માટે અંતિમ ઓવરમાં 12 રનની જરૂર હતી. આ પછી 2 બોલમાં 5 રન આવ્યા હતા. જોકે પાંચમાં બોલે હરમનપ્રીત કૌર આઉટ થતા 1 બોલમાં 5 રનની જરૂર હતી. આ પછી સજનાએ અંતિમ બોલમાં 6 ફટકારી ટીમને જીત અપાવી હતી.

દિલ્હી કેપિટલ્સની બેટ્સમેન એલિસ કેપ્સીએ તેની ટીમ માટે તોફાની ઇનિંગ્સ રમી હતી. એલિસની આ તોફાની ઈનિંગના આધારે દિલ્હીની ટીમે મુંબઈ સામેની આ લીગની પ્રથમ મેચમાં 20 ઓવરમાં 5 વિકેટે 171 રન કર્યા હતા અને હરમનપ્રીતની કેપ્ટન્સી હેઠળની મુંબઈ ઈન્ડિયન્સને જીતવા માટે 172 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

આ પણ વાંચો - આઈપીએલ 2024નો કાર્યક્રમ જાહેર, 22 માર્ચથી શરૂ થશે ટૂર્નામેન્ટ, અમદાવાદમાં 24 માર્ચે પ્રથમ મેચ

Advertisment

એલિસ કેપ્સીની આક્રમક ઇનિંગ્સ

આ મેચમાં મુંબઈની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. દિલ્હીની શરૂઆત ખરાબ રહી હતી. ટીમની ઓપનર શેફાલી વર્માએ માત્ર એક રન બનાવી આઉટ થઇ હતી. આ પછી કેપ્ટન મેગ લેનિંગે ઝડપી બેટિંગ કરતા 25 બોલનો સામનો કર્યો હતો અને એક સિક્સર અને 3 ફોરની મદદથી 31 રન બનાવ્યા હતા. તેણે નટ સાયવર-બ્રન્ટના બોલ પર પોતાની વિકેટ ગુમાવી દીધી હતી.

67 રનમાં બે વિકેટ પડી ગયા બાદ એલિસ કેપ્સીએ બાજી સંભાળી લીધી હતી અને જેમિમાહ રોડ્રિગ્સ સાથે શાનદાર બેટિંગ કરી હતી અને બંનેએ 40 બોલમાં 74 રનની ભાગીદારી નોંધાવી હતી. એલિસ કેપ્સીએ 53 બોલમાં 3 સિક્સર અને 9 ફોરની મદદથી 75 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

જેમિમાએ 24 બોલમાં 2 સિક્સર અને 5 ફોરની મદદથી 42 રન બનાવ્યા હતા. મરિજન કપ્પે 9 બોલમાં 3 ચોગ્ગાની મદદથી 16 રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી સિલ્વર-બ્રન્ટ અને એમિલિયા કેરે 2-2 વિકેટ ઝડપી હતી.

વિમેન્સ પ્રીમિયર લીગ ક્રિકેટ સ્પોર્ટ્સ